________________
અહિંસાની વ્યાપક વિભાવના અને ગાંધીની અહિંસાની પ્રક્રિયા
છેલ્લાં ૫૫૦ વર્ષમાં માત્ર ૨૯૨ વર્ષ એવાં હતાં જેમાં વિશ્વમાં મહદ્ અંશે શાંતિ જળવાઈ હતી, બાકીનાં વર્ષોમાં ૧૫૦૦૦ નાનાં મોટાં યુદ્ધો લડાયાં હતાં. વિશ્વયુદ્ધમાં ૩ કરોડ અને બીજા વિશ્વયુદ્ધમાં ૫ કરોડ તેમ જ બીજા વિશ્વયુદ્ધ પછી આંતરવિગ્રહમાં ૧.૫ કરોડ લોકો માર્યા ગયા હતા.
પ્રેમની ઉપપેદાશ, બાયપ્રોડક્ટ અહિંસા છે. યોગદર્શનમાં ઉચ્ચત્તમ અવસ્થા એ પહોંચવા માટે રાજયોગના આઠ અંગ મહત્ત્વના ગણાય છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થયેલો છે.
પ્રથમ પગથિયા યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો
-45|
ગાંધીના મનમાં અહિંસક રાજ્યના સ્વપ્ના સેવી રહ્યા હતા. જ્યારે કોઈ શંકા કરીને કહેતા કે તમે આમજનતાને અહિંસા નહીં શીખવી શકો, એ માત્ર (રડીખડી) વ્યક્તિઓ માટે જ શક્ય છે અને તે પણ વિલ દાખલાઓમાં. ત્યારે ગાંધી માનતા આમાં ભારોભાર આત્મવંચના છે. ગાંધીનું વ્યક્તિદર્શન કહે છે -
માણસજાત જો સ્વભાવે અહિંસક ન હોત તો તે જમાનાઓ પહેલા અંદર અંદર લડીને પોતાને જાતે
જ નાશ પામી હોત, પરંતુ હિંસા અને અહિંસાના બળો વચ્ચેના દ્વંદ્વયુદ્ધમાં છેવટે અહિંસા જ હંમેશાં વિજથી નિવડી છે.'
વિજ્ઞાન + હિંસા = સર્વનાશ
વિજ્ઞાન + અહિંસા = સર્વોદય
અહિંસક સમાજ એ નયાયુગનું સ્વપ્ન છે
47
છે. આમ યોગારૂઢ થવા માટે ‘અહિંસા' પ્રથમ પાયાની જરૂરિયાત છે.
પતંજલિના યોગસૂત્રોમાં ૩૦ નંબરનું સૂત્ર છે. अहिंसा सत्यस्तेयब्रह्मचर्यापरिग्रहायमाः ||३०| યોગસૂત્રનું દર્શન પોતે કરેલી હિંસા કે બીજા પાસે કરાવેલી હોય કે અન્ય કોઈ કરતું હોય તેને અનુમોદન આપ્યું હોય, જે લોભથી કે ક્રોધથી, કે મોહથી કરી હોય તેને માન્ય કરતું નથી (જુઓ સૂત્ર નં.૩૪), યોગસૂત્રનું ૩૫નું સૂત્ર બે ડગલા આગળ ચાલીને કહે છે અહિંસામાં પ્રતિષ્ઠિત (દેઢ) થવાથી તેની હાજરીમાં સૌ કોઈમાંથી વેરભાવ નીકળી જાય છે.’
ગાંધી માનતા હતા કે અહિંસા વ્યક્તિગત સગુલ નથી. તે એક સામાજિક સદ્ગુણ પણ છે તેમ જ બીજા સદ્ગુોની માફક તેને પ્રયત્નપૂર્વક કેળવવો પડે. તેનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પ્રયોગ કરવો જોઈએ.
46
વિનોબાજી કહે છે, આપણે ક્રોસ રોડ પર છીએ. હિંસા ઉપરથી માણસજાતની શ્રદ્ધા ડગી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના પ્રશ્નોના ઉકેલો હિંસાથી નથી આવતા પરંતુ બીજી બાજુ અહિંસા ઉપર પૂરી શ્રદ્ધા હજુ બેઠી નથી. આપણે લશ્કરનો ખર્ચ વધાર્યા કરીએ છીએ, લાંબી લાંબી રેન્જના મિસાઈલ્સ બનાવી આપણી સલામતી શોધીએ છીએ. આપણે પ્રેમના માર્ગ પકડી શકતા નથી. પ્રેમના માર્ગે પ્રશ્નો ઉકેલી શકાય છે તેમ સિદ્ધ કરવાનું બાડી છે.
હિંસા ઉપરનો આંધળો વિશ્વાસ જરા ઢીલો કરીને હવે અહિંસાના માર્ગે ચાલવાનું કરી તો જુવો. દુનિયાએ હજારો વરસ હિંસાના પ્રયોગોમાં ગુમાવ્યાં જ છે તો હવે થોડોક વખત અહિંસાના પ્રયોગ પાછળ આપો. દુનિયા આજે અહિંસાના પ્રયોગ આદરે તેની તાતી જરૂર છે.
48