________________
ગાંધીએ અહિંસાપથ માટેનું માર્કિંગ માનવચેતના ને ઉધ્વરોહણના પથ પર સારા એવા પ્રમાણમાં કરી રાખ્યું છે. વ્યક્તિ, સમૂહ, રાષ્ટ્ર માટેની આછીપાતળી આચારસંહિતા આલેખી છે. આક્રમણ, આતંક સામે શું કરવું? લશ્કર હોય, ન હોય, હોય તો કેવું હોય? તેની વાતો કહી છે. યુદ્ધના વિકલ્પો વિચાર્યા છે.
જિંદગીના અંતિમ પર્વમાં ૨-૧૧-૧૯૪૭ના હરિજનબંધુમાં ગાંધી લખે છે –
‘હિંદુસ્તાનની ચાળીશ કરોડની પ્રજાએ લોહી વહેવડાવ્યા વિના પોતાની સ્વતંત્રતા મેળવી છે. હિંદુસ્તાન સ્વતંત્ર થયું. તેથી લંકા બ્રહ્મદેશ પણ સ્વતંત્ર થયા.'
ગાંધી ઈચ્છે છે - “જે હિંદુસ્તાન તલવાર વાપર્યા વિના આઝાદ થયું તે હવે તલવાર વાપર્યા વિના જ પોતાની આઝાદી ટકાવે.'
પણ ગાંધી જોઈ રહ્યા હતા સાથી મિત્રો “પીસ !
પોટેન્સિયલ' વધારવાના સ્થાને “વોર પોટેન્સિયલ' વધારવામાં લાગી ગયા હતા ત્યારે ગાંધી કહે છે –
‘હિંદુસ્તાન પાસે આજે સામાન્ય ખુરકી ફોજ છે, હવાઈ ફોજ છે અને નૌકા ફોજ તૈયાર થઈ રહી છે અને એ બધા સૈન્યોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગાંધી ચેતવે છે, કહે છે -
“મારી ચોક્કસ શ્રદ્ધા છે કે હિંદુસ્તાન પોતાની અહિંસક તાકાતમાં વધારો નહીં કરે તો તેણે પોતે કશું મેળવ્યું નથી, દુનિયાને માટે પણ કશી કમાણી કરી નથી. હિંદુસ્તાનનું લશ્કરીકરણ થશે તો તે જાતે બરબાદ થશે અને દુનિયાની પણ ખરાબી કરશે.”
ગાંધી ૧૫૦' ઉજવણી એક ઘોંઘાટ ન બને, ક્યાંક શાંતચિત્તે અહિંસક સમાજના સ્વપ્નને સેવીએ અને માણીએ.
– રજની દવે “રેવારજ
-50-
મહાવીર ભગવાનનો અહિંસા પરમો ધર્મ
આધુનિક વિશ્વના વિવિધ પ્રશ્નોના મૂળગામી ઉકેલ આ આચારસંહિતામાંથી પ્રાપ્ત થાય છે, જો નિષ્ઠા, પ્રામાણિકતા અને સત્યતા સાથે કોઈપણ સમાજની વ્યક્તિ આ આચારસંહિતાનો સત્યતાપૂર્વક અંતરથી જાણીને સ્વીકાર કરે અને સમજપૂર્વક તેને પોતાની સત્યતાપૂર્વક જીવનમાં પાલન કરે તો માનવસમાજમાં પ્રવર્તમાન તમામ અનિષ્ટોનું અસ્તિત્વ જ રહેવા પામે નહીં, તેવું બળ જૈન ધર્મની આચારસંહિતા અને અહિંસા પરમો ધર્મમાં રહેલ છે.
આજની વિશ્વવિભૂતિ મહાત્મા ગાંધીનાં અભૂતપૂર્વ નેતૃત્વ નીચે સત્ય અને અહિંસાના સિદ્ધાંત આધારિત સત્યાગ્રહ દ્વારા આઝાદી માટેની સત્ય અને અહિંસક લડાઈ લડવામાં આવી અને તેમાં જે સફળતા મળી, જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન સત્ય અને અહિંસાના જેન સિદ્ધાંત પ્રતિ સવિશેષ આકર્ષિત થયેલ છે, અને આ
B સિદ્ધાંત નીચે અનેક રાષ્ટ્રો સ્વતંત્ર થયા છે, ને આજે આ
અનેક રાષ્ટ્રોમાં સત્ય અને અહિંસાના આધારે આંદોલનો ચાલી રહ્યાં છે; જેનો યશ ગાંધીજીનાં સત્યાગ્રહને અને જૈન ધર્મની આચારસંહિતાને જ ફાળે સવિશેષ જાય છે, તેમાં કોઈ શંકા જ નથી.
આ બ્રાહ્મણો અને પુરોહિતો માંસ ખાવાના શોખીન હતા પણ જાહેરમાં ખાઈ શકતા હતા નહીં, કારણકે વેદની મનાઈ હતી. માટે જ યજ્ઞોમાં પશુ હોમવાનો નુસખો અજમાવ્યો એટલે પશુને યજ્ઞોમાં હોમીને તેનું માંસ નિરાંતે પ્રસાદરૂપે ખાઈ શકાય માટે જ આ પ્રથા શરૂ કરેલી, એમાં કોઈ વેદનો આદેશ હતો નહીં, માત્રને માત્ર પોતાનો જ સ્વાર્થ હતો.
જૈન ધર્મ સ્પષ્ટ માને છે કે હિમાલયથી કોઈ ઊંચું નથી. આકાશથી કોઈ વિશાળ નથી અને શુદ્ધ નથી તેમ આ સમગ્ર જગતમાં સત્ય અને અહિંસાથી ઊંચો વિશાળ અને શુદ્ધ કોઈ ધર્મ નથી, એને જાણીને શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિથી અનુસરણ કરવાથી પરમ શાંતિ અને
152P