________________
ક
છે આનંદ પ્રાપ્ત થાય છે, તે છે જૈન ધર્મની માનવને પ્રસાદી. આ
આમ જોવા જઈએ તો અહિંસા શબ્દ જ નિષેધક છે, નકારાત્મકતા છે, તે સૂચવે છે કે કોઈપણ જીવની હત્યા હાનિ કે વધ ન કરવાનું સ્પષ્ટ સૂચવે છે, પરંતુ તેનો મુખ્ય આશય હેતુ વિધાયક છે, તેથી જીવમાત્ર પ્રત્યે કરુણા, દયા, પ્રેમ અનુકંપા, બંધુત્વ, વગેરે માણસમાં રહેલા સદગુણ અહિંસામાં દર્શાવાય છે, આમ અહિંસા એટલે સો ટકા અસીમ કરુણા અને સત્યસ્વરૂપ વાસ્તવિક પ્રેમ દ્વારા માનવપ્રેરિત વિચારવાણી અને કર્મની આંતરિક શુદ્ધિ સમાવિષ્ટ થાય છે.
– તત્ત્વચિંતક વી. પટેલ પૂજ્ય પંન્યાસજી મહારાજની દૃષ્ટિએ
“અહિંસા અહિંસાનું મૂળ સત્યમાં અને સત્યનું મૂળ અહિંસામાં છે. “સુખની ઈચ્છા સર્વ જીવને એકસરખી
ઉત્તરાધ્યયન સુત્ર, ધમ્મપદ અને ભગવદગીત - એ ત્રણેમાં ચિત્તશુદ્ધિ, સંયમ અને અહિંસા ઉપર એકસરખો ભાર છે. દરેક માને છે કે વૈત નિષ્ઠા હોય કે અદ્વૈત, જીવનમાં અહિંસાને નિરપવાદ સ્થાન હોવું જોઈએ તથા ધર્મ તો અહિંસામાં જ છે, કિન્તુ જૈનદર્શનની પ્રથમ નિષ્ઠા અહિંસામાં છે, એ પછી જ સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ આવે છે.
અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ જ શ્રેષ્ઠ મંગલ છે.
અહિંસા એટલે અન્ય જીવો તરફનો સદ્ભાવ. વિશ્વમૈત્રી, વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ એ અહિંસાનો પ્રાણ છે. અહિંસામાં અદૂભુત શક્તિ છુપાયેલી છે. માનવીની મહત્તા એની કરુણા અને અહિંસામય ધર્મભાવનાને લીધે જ છે. આત્મૌપમ્યની દૃષ્ટિ જીવનમાં સમત્વભાવના કેળવે છે, જ્યારે આત્મઅભેદની દૃષ્ટિ જીવનમાં તે વિશ્વેક્યભાવના કેળવે છે. આ બંને ભાવનાઓ અંતે કી
[53
(54
| અહિંસાને જ સિદ્ધ કરે છે. જો અહિંસા જીવનમાં સાકાર
ન થાય, તો એ બંને ભાવનાઓ માત્ર શાબ્દિક બની રહે તથા નિરર્થક થઈ જાય.
આતમ સર્વ સમાન, નિધાન મહાસુખકંદ. સિદ્ધ તણા સાધર્મી સત્તાએ ગુણવૃંદ. જેહ સ્વજાતિ તેહથી, કોણ કરે વધ બંધ? પ્રગટ્યો ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ.
- અટકી જ કેવી રીતે શકે? આમ આપણી આત્મશુદ્ધિ અર્થે પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યજીએ અહિંસાની અદ્ભુત અનુપ્રેક્ષાઓ થકી જાણે ઉઘાડી આપ્યો છે એક નૂતન શ્રેયસ્કર રાજમાર્ગ! અધ્યાત્મની વિરાસતનો આવો અપૂર્વ ખજાનો મેળવીને શ્રી જૈનશાસન આજે જાણે વધુ સમૃદ્ધ બની રહ્યું છે! તેઓને ત્રિકાળ વંદના.
– ભારતી દિપક મહેતા
માનવજાતિએ એવા વીરો જન્માવ્યા જ છે, જેમણે અહિંસાને જીવનમાં સાકાર કરી છે. “બીજાને હણનાર તું તને જ હણે છે.” એમ નહીંતર કેમ કહી શકાયું હોત? અભેદપણાને મુખ્યતા આપવાને લીધે જ હિંસા રોકાય છે. જીવનમાં અનિત્ય અંશને પ્રાધાન્ય અપાય છે, અન્યથા હિંસા થાય જ કેવી રીતે? અહિંસાદી વ્રતની સ્થિરતા માટે અભેદ અંશને પ્રાધાન્ય ન અપાય, તો હિંસાદી દોષ
સૃષ્ટિની આધારશીલા અહિંસા
ઓહો! લોકોને યુદ્ધ પર કેટલી શ્રદ્ધા છે કે હજુ પણ યુદ્ધનો માર્ગ છોડતા નથી. અલબત્ત વર્તમાન સમય સંદર્ભમાં ચિંતકો આ બાબતને જુદી રીતે વિચારતા થયા છે. કહેલું કે, હવે વિશ્વના દેશોને ઈચ્છાએ કે અનિચ્છાએ અહિંસાના માર્ગને અનુસરવું પડશે. દરેક દેશ પાસે
56E
_55L