Book Title: Astittvani Adharshila Ahimsa
Author(s): Rajyashsuri
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ સાધુના હાથમાં શોભતું રજોહરણ જયણાનું જ પ્રતીક છે. સાધુ ઉપાશ્રયમાંથી કોઈપણ કારણસર બહાર જાય; પરત આવી પ્રથમ ઇરિયાવહી કરી ક્ષમાપના કરે છે. અહિંસાનું આ પ્રકારે ક્ષણેક્ષણ થતું રટણ આચરણ વ્યક્તિની હિંસાવૃત્તિને ઓગાળતું રહે છે. - ડૉ. રમજાન હસણિયા 5 આજે જેટલા પ્રમાણમાં અણુશસ્ત્રો છે એ જગતને નાબૂદ છે કરી દેવાની ક્ષમતા ધરાવે છે. બે વિશ્વયુદ્ધો પછી વિશ્વ માંડ માંડ ઊભું થઈ શક્યું છે, પણ હવે જો એ પરિસ્થિતિ ઊભી થાય તો પુનઃનિર્માણની શક્યતાઓ નહિવત છે. અણુશસ્ત્રોના ભયથી શાંતિ રહે એનાં કરતાં સમજણપૂર્વક અહિંસાના માર્ગને અપનાવીને શાંતિ પ્રસરે એમાં ઘણો તફાવત છે. સાધુ-શ્રાવક “છકાય જીવોની સંભાળ માટે નિરંતર સાવધ રહે છે. જે જૈન દર્શનને બરાબર રીતે અનુસરે છે એવા જૈન શ્રાવકના ઘરમાં ફળો કે શાકભાજીની પાસે તમે ચાકુ કે અન્ય ધારદાર વસ્તુ મૂકેલી નહીં જુઓ, સવારે ગેસ પૂજવાથી ને ઘરમાં કે ઉપાશ્રયમાં મોરની પીંછીમાંથી બનાવેલ સાવરણીથી કાજો (કચરો) કાઢવાથી આરંભાતો દિવસ, નવકારશી, ચૌવિહાર આદિ પાણી ગાળીને પીવું, જેવી પ્રત્યેક ક્રિયામાં અહિંસાનું આ સભાનતાપૂર્વક પાલન કરે છે. 57E શું તમે જાણો છો, પ્રાચીન પ્રજાના લોહીમાં વણાઈ ગયેલી અહિંસાને? અહિંસાનો મહિમા આ દેશની પ્રજાના લોહીમાં એવો તો વણાઈ ગયેલો કે હિન્દુસ્તાનના લાખો ગામડાંઓમાં વૃદ્ધો સવારના પહોરમાં જ વાટકામાં આટો લઈને, ગામના ગોંદરે આવેલા કીડિયારે લોટ પૂરવા જતા તથા ગામને પાદરે આવેલા નદી, તળાવ કે સરોવરમાં રહેલા માછલાને આટાની ગોળીઓ કે જિ . | મમરા ખવડાવતા. પશુને ચાર ને પંખીને જાર તો લોકજીવનમાં વણાઈ ગયેલી ચીજ હતી. બહેનો રોટલા ટીપતી વખતે પહેલો રોટલો કૂતરાનો જુદો કાઢતી. એટલે સુધી કે પાટણ, ખંભાત, વઢવાણ જેવાં અનેક ગામડાઓની પાંજરાપોળમાં જીવાતખાનાની વ્યવસ્થા રાખવામાં આવતી. બહેનો અનાજ વીણતી વખતે તેમાંથી નીકળેલ ઈયળ, ધનેડાને એક વાટકામાં થોડું અનાજ લઈ તેમાં સાચવી રાખતી. મહાજનનો માણસ નિયત દિવસે ઘરે ઘરે ફરી ને એક ડબ્બામાં તે વાટકાના અનાજ સાથે જીવાત ઉઘરાવી લઈ પાંજરાપોળમાં આવેલ જીવાતખાનામાં અનાજની વચ્ચે સાચવીને મૂકી રાખતો, જેથી અનાજના ધનેડા પણ સુખપૂર્વક શેષ જીવન પસાર કરી શકે. શું શાકાહારી ઈંડા હોઈ શકે? પહેલી વાત એ કે શાકાહારી ઈંડા એ નામ જ ખોટું આપવામાં આવ્યું છે. ફલીનીકરણ થયેલા ઈંડામાંથી બચ્યું પેદા થાય છે. પરંતુ ફલીનીકરણ થયા વિનાના જે ઈંડા છે તેમાં પણ જીવ તો હોય છે જ. એટલે એ પણ સજીવ જ છે. સજીવના બધાં જ લક્ષણો જેવા કે શ્વાસોશ્વાસ, મગજ, આહાર મેળવવાની શક્તિ વગેરે તે ધરાવે છે. તે ઈંડાના કોચલામાં શ્વાસોશ્વાસ માટે ૧૫000 છિદ્રો હોય છે. ૮ સેલ્સીયસ ઉષ્ણતામાને ઇંડુ કોહવાવા લાગે છે. ઈંડા પર સૂક્ષ્મ જીવાણુ આક્રમણ પણ કરે છે ને તેને રોગ પણ થાય છે. આ ઈંડા પણ મરઘીએ જ પેદા કરેલા છે અને મરઘીના લોહી તથા કોષો દ્વારા જ તે બને છે. તેથી તેનો આહારમાં ઉપયોગ એ ૧૦૦ ટકા માંસાહાર જ છે. અમેરિકન મિશિગન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ પુરવાર કર્યું છે કે ઈંડુ ચાહે ફલીત થયેલ હોય કે ન હોય, તો પણ તે ક્યારેય નિર્જીવ હોતું નથી. - સુબોધી સતીશ મસાલિયા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18