Page #1
--------------------------------------------------------------------------
________________
અસ્તિત્વની આધારશીલા
અહિંસા
અસ્તિત્વની આધારશીલા : અહિંસા Astitvanee Aadharsheela : Ahimsa (Various Articals for Ahimsa) Edited by Dr. Sejal Shah & Sonal Parikh 1st Edition : December, 2019 ISBN : 978-81-930679-4-9 © Shree Mumbai Jain Yuvak Sangh Pages : 72 Copies : 3000 Price : Rs. 18/
ચયન પૂ. આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.
Publisher and Available at
સંપાદિકા ડૉ. સેજલ શાહ - સોનલ પરીખ
પ્રકાશક
ગૂર્જર સાહિત્ય પ્રકાશન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
લેન્ડમાર્ક બિલ્ડિંગ, સીમા હૉલની 926, પારેખ માર્કેટ, 39, જે. એસ. સામે, 100 ફૂટ રોડ, પ્રફ્લાદનગર, એસ. રોડ, કેનડી બ્રીજ, અમદાવાદ-380015.
ઑપેરા હાઉસ, મુંબઈ-400 004 ફોન : 079-26934340
મો. 9137727109 મો : 9825268759 .
41E
Gurjar Sahitya Prakashan Shree Mumbai Jain 102, Landmark Building,
Yuvak Sangh Opp. Seema Hall,
926, Parekh Market, 100 ft. Road, Prahladnagar, 39, J. S. S. Road, Kennedy Bridge, Ahmedabad-380015.
Opera House, Mumbai-400004 Ph. : 079-26934340
Mo. : 9137727109 Mo. : 9825268759 Publication arrangement, Typesetting and Printing : Vikram Computer Center A-1 Vikram Apartment, Near Shreyas Crossing, Bhudarpura, Ambawadi, Ahmedabad-380 015, M 9879500179.
પ્રસ્તુત લઘુ પુસ્તિકા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકાશિત પ્રબુદ્ધ જીવન' માસિકના
મે-૨૦૧૯ના અહિંસા વિશેષાંક'માંથી ચયનિત કરવામાં આવી છે.
આ પુસ્તિકા પ્રકાશિત કરવા માટે સહર્ષ સંમતિ આપવા બદલ તંત્રીશ્રી ડૉ. સેજલબેન શાહનો આભાર વ્યક્ત કરીએ છીએ.
પૂ.આચાર્યદેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.
દ્વારા લિખિત “અહિંસા હિ અમૃતમ્ પુસ્તિકા પર આધારિત “અહિંસા હિ અમૃતમ્' video Film
જોવા માટે લિંક ઃ
SUBSCRIBE
youtube.com/LABDHI VIKRAM RAJYASH
- શ્રી અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ
-
Page #2
--------------------------------------------------------------------------
________________
ૐ પાર્શ્વનાથાય હીં જૈનમ્ જયિત શાસનમ્ ૐ પદ્માવત્યે હીં વિશ્વશાંતિનો એકમાત્ર ઉપાય ઃ અહિંસા
શ્રી ‘દશવૈકાલિક સૂત્ર' ભાવ કરુન્નાનું સૂત્ર છે. આ સૂત્રની રચના ભાવદયા – ભાવ અહિંસાથી જ થયેલી છે. આ સૂત્રની પહેલી પંક્તિ છે.
“ધમ્મોમંગલમુકિદ અહિંસા સેંજમો તવો'' ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એ તીર્થ છે. અહિંસા સંયમ અને તપની મહાનદીઓનું સંગમ સમાન તીર્થ છે. આ તીર્થમાં પ્રથમ નામ લેવાયું હોય તો તે નામ ‘અહિંસા' છે. મારા ચિંતન પ્રમાણે અહિંસા એ ‘ગંગા’ છે. સંયમ એ ‘જમના’ છે અને તપ એ ‘સરસ્વતી’ છે.
આ પવિત્ર ગંગા સમી અહિંસા દરેક વિચારક માનવમનમાં સ્વીકૃત થાય તેવી વાત છે. આસ્તિક માગ઼સ તો સ્વીકૃત કરે જ પણ જો પ્રામાણિક નાસ્તિક હોય તો તેણે પણ અહિંસાનું મૂલ્ય સ્વીકારવું જ પડે છે. આ અહિંસાના વિચારથી મારું મન સદા તરબતર
5
અહિંસા એ વિશ્વભરના માનવની જ વસ્તી નહીં પણ વિશ્વભરના પ્રાણીમાત્રની સંખ્યા કરતાં પણ બહોળો વિષય છે.
આ અહિંસાવર્ષને ઉજવવાને અમે ચાર ઘટકો નક્કી કર્યા છે.
(૧) માંસાહારનું ઉત્પાદન અને ભક્ષણનું પ્રમાણ વધારેમાં વધારે પ્રમાણમાં ઘટાડી શકાય તે દિશામાં પ્રયત્નો કરવા.
જીવનનિર્વાહની વિવશતા માટે વિવેકપૂર્વક શાકાહારને પસંદ કરો.
(૨) ભ્રૂણહત્યા નિષેધ ઃ આજે ઉચ્ચ અને સંસ્કારી તથા ધાર્મિક પરિવારોમાં પણ ભ્રૂણહત્યાનું પાપ પ્રવેશી ગયું છે.
આ પાપ વહેલી તકે બંધ થવું જોઈએ. સંપૂર્ણ
વિશ્વમાં એક પણ ગર્ભહત્યા ન થાય તેના પ્રયત્નમાં લાગી જવું જોઈએ.
7
જ રહ્યા કરે છે. અત્યારે મારું ૭૫મું જન્મ વર્ષ ચાલી રહ્યું છે. શિષ્ય-શિષ્યા તથા ભક્તગણે પોતાની ભાવના વ્યક્ત કરી... “ગુરુદેવ ! આપના ૭૫મા વર્ષને “અમૃત વર્ષ' સ્વરૂપે અમે ઉજવીએ. (વિ.સં. ૨૦૭૫ ચૈત્ર વદ-૧૦થી વિ.સં. ૨૦૭૬ ચૈત્ર વદ-૧૦ સુધી) આખાય વર્ષને... આ અમૃતવર્ષને અનેક ભવ્ય અનુષ્ઠાનો દ્વારા ગુજિત કરવાના અમારા મનોરથ છે,’
મહોત્સવ એ મહાનમાં મહાન ભાગ્યોદય માટે હોય છે. તેથી મારે આ ઉજવણીમાં ના પાડવાની આવશ્યકતા ન હતી, પણ એક ક્ષણ ધ્યાનસ્થ થતાં વિચાર સ્ફૂર્યો કે જે તમારે અમૃત વર્ષ ઉજવવું જ હોય તો મારા મન માટે તો “અહિંસા એ જ મહા મહોત્સવ’’ છે. તમે આ અમૃતવર્ષને ‘અહિંસા અમૃત વર્ષ’ તરીકે ઉજવો. સહુને પ્રસન્નતા થઈ, સાતક્ષેત્ર તથા જીવદયા અને અનુકંપા મળીને ૯ ક્ષેત્રો સહિત આ આખુંય વર્ષ ‘અહિંસા અમૃત વર્ષ' રૂપે જ ઉજવાશે.
6
(૩) પશુબલિ વિરોધ : વર્તમાન સમયમાં શિક્ષણનો પ્રવાહ... આધુનિકતા અને વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર હોવા છતાં પણ દેશ-વિદેશના ખૂણે ખૂણે ક્રૂરતાપૂર્વક પશુબલિ થાય છે. લોકોને અંધશ્રદ્ધાથી દૂર કરી પશુબિલ કરતાં રોકવા તમામ પ્રયત્નો કરવા.
(૪) હિંસા ત્યાગ : જીવનવ્યવહારમાં હિંસા ફેલાતી જાય છે. કોઈને ગોળી મારવી કે કોઈને છરો ભોંકી દેવો એ વાત હવે રોજબરોજ બનતી જ રહે છે. કોઈ પણ નિર્બળ મનુષ્ય કે પશુની રક્ષા કરવાનો આદર્શ વિસરાય ગયો છે અને ઘર ઘરમાં હિંસાનો પ્રવેશ થવા માંડ્યો છે. આ દુનિયામાં કોઈને પણ જીવાડવા માટે શસ્ત્રની જરૂર જ નથી, છતાંય વિશ્વમાં ભયંકરમાં ભયંકર શોનો જથ્થો કોઈ પણ કારણે વધતો જ જાય છે. પૃથ્વીને જો ટકાવવી હશે તો આ શસ્ત્રોની દોડનું સર્વમંગલ કરવું જ પડશે. આ માટે અંતરની શુભ પ્રાર્થના સાથે શક્ય પ્રયત્નો થવા જ જોઈએ.
8
Page #3
--------------------------------------------------------------------------
________________
બીજી એક શાસ્ત્રીય વાત છે. કોઈ પણ જીવની હત્યા કરવી તે પાપ છે, તેમ આત્મહત્યા કરવી તે પણ એવું જ પાપ છે. આર્થિક પ્રશ્નો, મનના આવેશો અને માનસિક પ્રશ્નોના કારણે આત્મહત્યાના પ્રમાણો વધતાં જાય છે. તેને તાત્કાલિક રોકવા પગલાં લેવા જોઈએ.
આમ આ ચાર વિભાગ અહિંસાના છે. આ અંગે વિશેષ ચિંતન ચલાવવું જરૂરી છે, છતાં ઉપમા વર્ષના પ્રસંગે આ ચિંતનને આયોજનના રૂપમાં પિરવર્તિત કરવાનો પ્રયાસ કરવાનું મન થયું છે. પરમાત્માની કૃપા વાત્સલ્યવર્ષિણી માતા પદ્માવતીની સહાય મળે અને સહુને આવા મંગલ કાર્ય માટે સફળતા પ્રદાન કરે.
આખી દુનિયાને અહિંસાની ગતિવિધિ બતાવનાર મહાત્મા ગાંધીજીની ૧૫૦મા વર્ષની ઉજવણીનો પ્રવાહ ચાલી રહ્યો હતો અને મારા આ ૭૫મા ‘અહિંસા અમૃત વર્ષ'નું આયોજન થયું, તેથી મનમાં ઉત્સાહની અભિવૃદ્ધિ થઈ છે.
9
ઉધ્ધરણ કર્યું... પણ વ્યસ્તતાના કારણે સમય ખુબ લાગ્યો. મુનિ યજ્ઞેશયશ વિ.ની પ્રેરણા મને વારંવાર ઝબકાવી દેતી હતી.
મને વિશ્વાસ છે કે રોજલબેનને અને પ્રબુદ્ધ જીવન'ના સૂત્રધારોને આ ઉપક્રમે ગમશે. હું સહુના પ્રત્યે કૃતજ્ઞ છું. ‘પ્રબુદ્ધ જીવન'ના 'અહિંસાવિશેષાંક'ની લઘુ આવૃત્તિ સહુને ગમશે. સહુના મનમાં ઉતરશે અને આપણે સહુ અહિંસાના આચારોથી વિશ્વને રળિયામણું બનાવવા સહિયારો પ્રયત્ન કરીશું. પ્રાંતે વીતરાગની આજ્ઞાથી કંઈ પણ વિરુદ્ધ લખાય ગયું હોય તો મિચ્છામિ 55554.
આચાર્યશ્રી રાજયશસૂરિ મ.સા.
C/o. જિતુભાઈ શાહ
૨૪/૨૮૪, રઘુકુળ ઍપાર્ટમૅન્ટ, પટેલ ડેરીની પાસે, સોલા રોડ, અમદાવાદ-૩૮૦૦૬૩.
11
આ બધી યોજનાઓની વિચારણા ચાલતી હતી ત્યાં જ સાહિત્યપ્રેમી મુનિ યર્શશયશવિજયજીએ પ્રબુદ્ધ જીવન'નો ‘અહિંસા વિશેષાંક' મારા હાથમાં મૂક્યો. મારી ભાવનાને જ સાકાર કરતો એવો એક ઘર પડ્યો હતો. મારા શરીરમાં એક સુખદ કંપનની લહેર ફરી વળી. માત્ર ‘હું’ જ નહીં પણ ‘સહુ’ અહિંસા માટે વિચારે છે એ અનુભૂતિથી આત્મસંતોષ થયો.
આ અંકના તંત્રી સેજલબેનને ધન્યવાદ આપવાનું મન થયું. એમની સાથે વાત કરતાં મને એક મમતાળુવિનયી અને પ્રબુદ્ધ વ્યક્તિના દર્શન થયાં. જો કે વાત માત્ર એક જ વખત થઈ છે. પ્રત્યક્ષ મુલાકાત તો થઈ પણ નથી, પણ એક વિચારનું વિશ્રામસ્થાન હોય એવું મેં અનુભવ્યું. ત્યાર પછી અને ક પ્રકારની વ્યસ્તતા વચ્ચે પણ લગભગ મેં આખોય અંક વાંચી લીધો છે. અનેક મહાનુભાવોના અહિંસા માટે વ્યક્ત થયેલા વિચારોએ મને ભીંજવી
દીધો, મને થયું કે આ ‘અહિંસા વિશેષાંક’માંથી કંઈક
10
પ્રસ્તાવના
જૈન ધર્મની પાયાની કેટલીક ગૌરવવંતી વિચારણાની વાત આવે ત્યારે ‘અહિંસા-વિચાર’તરત જ યાદ આવે. આ વિચાર માત્ર કેટલાક સંદર્ભો પૂરતો નથી, પણ નાનામાં નાના જીવ સુધીનો વિચાર અને તેનો સ્વીકાર કરાયો છે. એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય જવ સુધીનો વિચાર કરાય છે, તેટલું જ નહીં પણ વૈચારિક રીતે, વ્યવહારમાં, સમજણમાં, વર્તનમાં પણ અહિંસા પ્રતિબિંબિત થવી જોઈએ, એ વાત પર ભાર મૂકાયો છે. એક રીતે જોઈએ તો અહિંસાને સામાજિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક દૃષ્ટિકોણથી તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે જીવનના દરેક પાસા સાથે આ વિચાર જો જોડાય તો માનવીય પ્રેમ, હૂંફ અને સૌહાર્દપૂર્ણ સમાજ નિર્માણ થાય; જેમાં સર્વજનહિતાય અને મર્વે ભવન્તુ મુતિન, સર્વે સન્તુ નિરામયા: ।'ની સંકલ્પના સાકાર થાય. મર્યાદિત દૃષ્ટિકોણથી આ વિચારને શારીરિક હિંસા સુધી મર્યાદિત ન બનાવવો જોઈએ. જો જીવનના વલણનો ભાગ બને.
12
Page #4
--------------------------------------------------------------------------
________________
આ તો ઉત્કૃષ્ટ સમાજ અને જીવન પ્રાપ્ત થાય. મહાવીર
ભગવાને “અહિંસા પરમો ધર્મ', ‘આત્મા એ જ પરમાત્મા’ એમ સમજાવ્યું અને મૂળ તો માણસે પોતાના સ્વભાવ પ્રમાણે જીવવું અને આચરણ કરવું જોઈએ, અને એ જ ધર્મ છે. અહિંસા અને સત્ય ભિન્ન નથી, પણ એકમેકના પૂરક છે.
શ્રી મહાવીર સ્વામીનાં તત્કાલીન સમયમાં જીવહિંસાનું પ્રમાણ વધુ હતું. માનવહત્યા, પશુઓની બલિ વગેરે. ત્યારે તેમણે અહિંસાનો મંત્ર આપ્યો. નાની જીવાતોના રક્ષણ માટે રાત્રિ ભોજનની મનાઈ કરી. માત્ર એટલું જ નહીં પણ પ્રત્યેક ક્રિયા અંગે જાગૃતિ લાવવાનું કહ્યું. આત્માની અશુદ્ધિ માત્ર હિંસા છે. આ બાબતનું સમર્થન કરતા આચાર્ય અમૃતચંદ્ર એ લખ્યું છે : અસત્ય વગેરે વિકાર આત્મપરિણતિને બગાડે એવું છે, તેથી તે બધી હિંસા છે. અસત્ય વગેરે જે દોષ બતાવ્યા
છે તે કેવળ “શિષ્યબોધાય” છે. સંક્ષેપમાં રાગદ્વેષનો તે અપ્રાદુર્ભાવ અહિંસા અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. આ
રાગદ્વેષરહિત પ્રવૃત્તિથી પ્રાણવધ થઈ જાય તો પણ નૈશ્ચયિક હિંસા ગણાતી નથી. જે રાગદ્વેષની પ્રવૃત્તિ કરે છે તે પણ હિંસા છે અને હિંસામાં પરિણત થવું પણ હિંસા છે. તેથી જ જ્યાં રાગદ્વેષની પ્રવૃત્તિ છે ત્યાં નિરંતર પ્રાણવધ થાય છે. દરેક વૃત્તિ અને તેની શુદ્ધિ અહિંસામાંથી જ જન્મે છે. માનવતા, કરુણા, અપરિગ્રહના મૂળ પણ અહીં છે. જીવદયા એક અત્યંત મહત્ત્વનું કર્તવ્ય છે, તે પણ અહિંસાની ભાવનાને દૃઢ કરે છે. મહત્તમ પાંજરાપોળ આજે જૈનો દ્વારા સંચાલિત છે. આ પૃથ્વીના સર્વ જીવનો સ્વીકાર અને તેમના અસ્તિત્વને હાનિ સહેજ પણ ન પહોંચાડવાની ભાવના એ અહિંસાનું એક પાસું છે, શરીરની ક્રિયા સાથે મનની ક્રિયા અને તે દ્વારા પણ જાતસંતોષ માટે માનસિક હિંસાને અહીં સ્થાન નથી. આજે અહિંસાનો વ્યાપકઅર્થમાં પ્રચાર થવો જરૂરી છે. આપણાં મનમાં ઉદ્ભવતા દુષ્ટ મનોભાવો એ તરંગ બને છે, તે પણ એક હિંસા જ છે. હાલનાં ભોગવાદી સમયમાં વ્યક્તિ લક્ષ્મી પાછળ
Hi૩)
[l4
ગાંડો થયો છે અને આ ગાંડપણમાં અનેક વ્યક્તિઓની જાણે-અજાણે વૈચારિક હિંસા થતી હોય છે.
માણસો અહિંસાનો પણ ધૂળ અર્થ જ કરતા હોય છે, કોઈ જીવને મારવો નહીં, એટલો જ અહિંસાનો અર્થ કરે છે, તે અધૂરો અર્થ છે. કેવળ કોઈનો પ્રાણ ન લેવો એટલામાં અહિંસાની સાધના પૂરી થતી જ નથી. અહિંસા અને સત્ય બંને મનના ધર્મો છે, એટલે મનથી સત્ય અને અહિંસાનું પૂરેપૂરું પાલન થવું જ જોઈએ, તેનું નામ સત્ય અને અહિંસાની સાધના છે. સત્ય અને અહિંસાના સાધકના વર્તન વ્યવહારમાં અને આચરણમાં ક્યાંય પણ રાગ અને દ્વેષની, લાભ અને લોભની, સ્વાર્થની, અહંકારની, અજાગૃતતાની કર્તુત્વની ગંધ સરખી મનમાં હોય તો તે અહિંસા અને સત્યનો સાધક નથી. ટૂંકમાં અહિંસા અને સત્યનો સાધક સ્થિર હોવો જોઈએ, કારણ કે જ્ઞાની અને કર્તૃત્વરહિત માણસથી
કદી પણ અસત્ય વ્યવહાર થતો જ નથી કે તેમના હાથે ક, હિંસા પણ થતી જ નથી. આ વિચારને જીવનના
15
છે પ્રયોગોમાં સાકાર કરતા જૈન ધર્મે ખૂબ જ બારીકાઈથી દર્શાવ્યું છે. નાનામાં નાના જીવનો સ્વીકાર અને તે પ્રત્યે પણ અનુકંપા ભાવ, એ જૈન ધર્મની સહુથી મોટી બાબત તો ખરી જ. પણ એથી આગળ જતાં વિચાર માત્રને હિંસામય પ્રકૃતિથી મુક્ત કરવા આવશ્યક છે. જીવે પોતાના વાણી-વર્તનને કેવા સ્થિર અને શુદ્ધ કરવા પડે છે. બહુ જ સ્થૂળ રીતે આ અર્થ ન જોતા સૂક્ષ્મરૂપે સમજવાનો છે. પ્રેમનું શુદ્ધ અને વ્યાપક સ્વરૂપ તે જ અહિંસા, જ્યારે પ્રેમમાં રાગ, દ્વેષ, મોહ અને અહંકારની ગંધ આવે ત્યારે હિંસા પ્રવેશે. એ સમજ કેળવાય અને શ્રાવક-શ્રાવિકા પોતાના કર્તવ્યને સમજે અને માનવીય ભવને ઉત્તમ રીતે ફરજ બજાવી પાર પાડે. - પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબે જ્યારે “અહિંસા વિશેષાંક' આધારિત પ્રબુદ્ધ જીવન’ની જ નાની આવૃત્તિ કરવાનું નિર્ધાર્યું;
ત્યારે પ્રબુદ્ધ જીવન’ સામયિકના “અહિંસા વિશેષાંક'નું જ મહત્ત્વ સમજાયું. ગુરુદેવે આખા અંકમાંથી ચયન કરી
16E
Page #5
--------------------------------------------------------------------------
________________
કેટલીક સામગ્રી પસંદ કરી અને તે સામગ્રીને નાની જ આવૃત્તિરૂપે મુદ્રિત કરવાનું ઠેરવ્યું. તેમની પાછળનો ઉદેશ્ય મને એ સમજાયો કે આજે લાંબુ ન વાંચવા ટેવાયેલો સમાજ આ વિચારના સારતત્ત્વને પામે અને પોતાના જીવનમાં ગંભીરતાથી આ અંગે વિચારે. ચયન કરવાની પ્રક્રિયા વધુ પડકારનારી હોય છે; કારણ શું છોડવું તે જ પસંદગી મુશ્કેલ છે, પરંતુ સંસારના સૌથી આકર્ષક મોહક પ્રદેશને ત્યાગનાર સાધુ-ભગવંતના હાથે જ્યારે કશું પસંદ પમાય ત્યારે તેનું મૂલ્ય અદકેરું વધી જાય છે. આ પસંદગી માનવ માત્ર માટે પથપ્રેરક બને છે. “પ્રબુદ્ધ જીવન'ના “અહિંસા વિશેષાંક'ના સંપાદક સોનલબેન પરીખ અને સેજલ શાહ ગુરુદેવના ઋણી છીએ અને ભવિષ્યમાં અમને વધુ માર્ગદર્શન મળતું રહેશે, એવી વિનંતી કરીએ અને આપણને આવા વધુ વિષયો તરફનો ઉઘાડ મળતો રહેશે તેવી અપેક્ષા છે. પૂજ્યશ્રીના શિષ્ય
મુનિ શ્રી યશશશ વિજયજી મહારાજ સાહેબ આ લઘુ છેઆવૃત્તિ અંગે નિયમિત વાત કરતા અને માર્ગદર્શન
આ આપી આખી રૂપરેખા સમજાવતા, એમના નિયમિત
અને શિસ્તબદ્ધ આયોજનને કારણે આ આવૃત્તિ શક્ય બની. ‘અહિંસા' વિષયમાં ગુરુદેવના વિશેષ રસનું કારણ જનસમુદાયનું હિત છે. ધર્મનો મહત્ત્વનો પાયો અને સૂક્ષ્મ વિચારણા સાથે જોડાયેલો છે અને આજે તેની આવશ્યકતા છે. સ્થળથી સૂક્ષ્મ તરફ જવાનો સમય. ચોમાસાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે આજે આ શક્ય બન્યું અને આ કાર્ય સાથે જોડાયેલા સર્વ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. ઈશ્વર વધુને વધુ કાર્ય કરવાની શક્તિ આપે, યોગ્ય વિચારણા આપે, તેથી વધુ શું ઇચ્છીએ ! “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'નું માધ્યમ “પ્રબુદ્ધ જીવન” વધુ કાર્ય કરતું રહે, એ અપેક્ષા અસ્થાને નથી જ.
વંદનીય ગુરુદેવે આ લઘુ આવૃત્તિરૂપે વિશાળ ક્ષિતિજ તરફ સહુનું ધ્યાન ખેંચ્યું છે, હવે જાત-ઉગારની જવાબદારી તો પોતપોતાની જ ને !!
- સેજલ શાહ
117)
ન હતી
મનુષ્ય જાતિ માટે, આજના વિશ્વ માટે એક નવી હકારાત્મક દિશા છે.
- ડૉ. સેજલ શાહ
અહિંસા મનુષ્ય જાતિ માટે નૂતન દિશા છે.
અહિંસા, ઉપયોગની વૃત્તિ પણ અંકુશ લાદે છે. સ્વહિતાર્થે કરતાં પ્રત્યેક કૃત્યને વિસ્તારી સહુહિતાર્થે કરવાની વૃત્તિ એ અહિંસા છે. જે કૃત્યમાં અન્ય જીવને હાનિ થાય છે, એ બધા જ કાર્યોને રોકવાના છે. જીવ માત્ર એટલે આ પૃથ્વીના નરી આંખે ન દેખાતા જીવને પણ પોતાના જીવવાના અધિકારથી વંચિત ન રાખવાની વૃત્તિ છે. એક તરફ જે બાહ્યરૂપમાં દેખાય તે હિંસા અને અન્ય, જે દેખાતી નથી પણ વર્તન દ્વારા, ક્રિયા દ્વારા બુદ્ધિના પ્રયોગ દ્વારા પોતાની સત્તાને સ્થાપિત કરતી હિંસા- આ બંનેથી મુક્તિની વાત છે. આચાર અને વિચારના ભેદને હવે ઓળંગીને પોતાના મનુષ્યત્વને નીખારવાની વાત છે. અહિંસા એ પસંદગી છે. પોતાના વર્તન અને વિચારની. આ કોઈ પારિતોષિક નથી પણ આવશ્યકતા છે.
એકવાર રોનાલ્ટે કહ્યું હતું કે અહિંસાની શોધ આ કરનાર નેપોલિયન કરતાં પણ મહાન હશે. અહિંસા એ છે
આપણી પાસે બે જ વિકલ્પ છે
- અહિંસા અને સર્વનાશ
ગાંધીજી અહિંસાની વાત લાવ્યા ત્યારે કોઇએ પૂછ્યું હતું, “અહિંસા એક કારગત ઉપાય છે એમ તમે કહો છો?” ત્યારે ગાંધીજીએ કહ્યું કે “ના, અહિંસા જ એકમાત્ર કારગત ઉપાય છે એમ હું કહું છું.”
આજે એકવીસમી સદીમાં અહિંસા કેટલી પ્રસ્તુત છે? આ સવાલ પણ વારંવાર પુછાય છે. જવાબ એક જ છે, આજે એકવીસમી સદીમાં અહિંસા જેટલી પ્રસ્તુત છે તેટલી પહેલા ક્યારેય ન હતી. આજનું જીવન
19E
120
Page #6
--------------------------------------------------------------------------
________________
| સ્પર્ધાત્મક છે, જટિલ છે. અહિંસાની સંસ્કૃતિ નહીં
અપનાવીએ તો આપણે બચવા પામવાના નથી. અહિંસાની સંસ્કૃતિ એટલે પ્રેમની સંસ્કૃતિ. અહિંસાની સંસ્કૃતિ એટલે સ્વીકારની, સમભાવની, સદ્ભાવની સંસ્કૃતિ.
એકવીસમી સદીના પહેલા દાયકાને એટલે કે ૨૦૦૧થી ૨૦૧૦ના દશકને યુએન દ્વારા વિશ્વનાં બાળકો માટે શાંતિ અને અહિંસાની સંસ્કૃતિને સમર્થન આપતો આંતરરાષ્ટ્રીય દાયકો’ ઘોષિત કરવામાં આવ્યો છે. આમાં ‘વિશ્વનાં બાળકો માટે’ શબ્દો મહત્ત્વના છે. જો વિશ્વનાં બાળકોને જિવાડવા હોય, તેમને માનવ બનાવી રાખવા હોય તો તેમને માટે શાંતિ અને અહિંસાની સંસ્કૃતિ સિવાય કોઈ વિકલ્પ નથી, એ સત્ય દરેક માનવી પોતાની અંદર સમજે જ છે.
– સોનલ પરીખ
અહિંસાની વિજયગાથા: “અ ફોર્સ મોર પાવરફૂલ
અ ફૉર્સમોર પાવરફૂલ’ પુસ્તક ૨૦૦૦માં પ્રગટ થયું. તેના લેખકો છે પીટર અકરમન અને જૈક દ-વાલ. તેનાં પ્રકરણોમાં રશિયા, પોલેન્ડ, ભારત, રુર, ડેન્માર્ક, કૉપનહેગન, ચીલી, આર્જેન્ટિના, નૈસવિલે, દક્ષિણ આફિકા, મનીલા, ઇઝરાયેલ, પૂર્વ યુરોપ, મોંગોલિયા વગેરે સ્થળે થયેલી અહિંસક લડતોનાં આલેખન છે. જ્યાં
જ્યાં આ લડતો થઇ તેના નકશા પણ આપવામાં આવ્યા છે. આ જ નામની શ્રેણીમાં ૮૪ મિનિટની બે કૉપેક્ટ ડિસ્કમાં અહિંસક લડતોના છ બનાવ આપવામાં આવ્યા છે. આ છે વીસમી સદીની “મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ લિસ્ટ અન્ડરસ્ટ્રડ’ વાતો, જેમાં અહિંસાની તાકાતે આપખુદ શાસન પર જીત મેળવી છે. આ ફિલ્મ આઉટસ્ટેન્ડિંગ હિસ્ટોરિકલ ફિલ્મ કેટેગરીમાં એમિ નૉમિનેટેડ રહી ચૂકી Iક છે અને અંગ્રેજી, અરેબિક, બર્મિઝ, ફેન્ચ, હિબ્રુ, .
[22
ઇન્ડોનેશિયન, ઇટાલિયન, નેપાળી, પૉલિશ, રશિયન, સ્પેનિશ, વિયેતનામી અને ગુજરાતી ભાષામાં યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તેને બનાવનાર છે સ્ટીવ યોર્ક.
અમેરિકાના ટેનિસી સ્ટેટનું પાટનગર નૈસવિલે ૧૭૭૯માં સ્થપાયેલું. વીસમી સદીમાં તે આફ્રિકન અમેરિકનોનું મુખ્ય શહેર બન્યું હતું, પણ રંગભેદનું જોર પુષ્કળ હતું. ૧૯૫૮માં ત્યાં નંશવિલે ક્રિશ્ચન લીડરશિપ કાઉન્સિલ બની, તેણે આ પ્રશ્નો અહિંસક પદ્ધતિથી સામનો કરવાનું નક્કી કર્યું. તેના મુખ્ય નેતા જૅમ્સ લોસન ભારતમાં મિશનરી હતા અને ત્યાં અહિંસક અસહકાર શીખ્યા હતા. તેમની વર્કશૉપોએ લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. શ્યામ વિદ્યાર્થીઓ સતત ધાકમાં જીવતા. ડિપાર્ટમેન્ટલ સ્ટોરોમાં તેઓ ખાવાનું ખરીદી શકે, પણ લંચ કાઉન્ટર પર બેસીને ખાઇ ન શકે. કાઉન્સિલના સભ્યો ડિપાર્ટમેન્ટલ
સ્ટોરોના માલિકોને મળ્યા અને આવો ભેદભાવ ન કરવા | વિનંતી કરી. સ્ટોરમાલિકો માન્યા નહીં એટલે તેમણે
તે અહિંસક વિરોધ કરવાનું નક્કી કર્યું. શ્યામ વિદ્યાર્થીઓનાં નાનાં જૂથોએ એકસાથે દસ લંચ કાઉન્ટર પર બેસીને ખાવાનું શરૂ કર્યું. તેમને સૂચના હતી, “અપમાન ખમી લેજો, માર સહી લેજો , ઉશ્કેરાતા નહીં, પૂછે તો શાંતિથી સમજાવજો. તમારી સીટ છોડતા નહીં ને ઇસુ, ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગનો સંદેશો ભૂલતા નહીં કે પ્રેમ અને અહિંસા એ જ માર્ગ છે.” પોલીસ આવી ને ૧૫૦ વિદ્યાર્થીઓને પકડી જેલમાં પૂર્યા. સાંજે ૪000 શ્યામ લોકોનું સરઘસ નીકળ્યું. દેખાવો ચાલુ રહ્યા. સીટ-ઇન મુવમેન્ટ અન્ય સ્થળે પણ ફેલાઇ. અંતે મેયરને લંચ કાઉન્ટર ‘ડિસેગ્રીગેટેડ’ કરવાની ફરજ પડી.
“ફ્રિડમ ઇન અવર લાઇફટાઇમ' : દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધની લડત (૧૯૮૪-૮૫) - આર્કબિશપ ડેમંડટુએ કહ્યું છે કે “હથિયારો ખતરનાક છે, પણ લોકો એકવાર સ્વતંત્ર થવાનો નિશ્ચય કરે ત્યારે તેમને કોઇ, કશું ચળાવી શકે નહીં.” દક્ષિણ આફ્રિકામાં
123
_
424
Page #7
--------------------------------------------------------------------------
________________
| અંગ્રેજ શાસન હતું અને રંગભેદનું ખૂબ જોર હતું.
યુનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ દ્વારા ભેદભાવ સામે વ્યાપક બહિષ્કાર થયા. આ આંદોલનમાં થોડા શ્વેત લોકો પણ જોડાયા હતા. સરકારે કટોકટી જાહેર કરી દમનનો કોરડો વીંઝુયો. ત્રીસ હજાર માણસો જેલમાં પુરાયા. લોકોએ પૉર્ટ એલિઝાબેથ વગેરે સ્થળે બહિષ્કાર ચાલુ જ રાખ્યો. મેયર સાથે વાર્તાલાપ થયો. લોકોએ ‘જાહેર સવલતોમાં ભેદભાવ ન જ જોઇએ’ની માગણી ચાલુ રાખી. સરકારને બદલવાની ફરજ પડી. નેલ્સન મંડેલાને જેલમાંથી છોડવામાં આવ્યાં. પહેલીવાર ઇક્વલ રાઇટ્સ ફૉર ઑલ ઇન સાઉથ આફ્રિકાના નારા સાથે મુક્ત ચૂંટણી થઇ. ૧૯૯૩માં મંડેલાને નોબેલ શાંતિ ઇનામ મળ્યું. તેમણે કહ્યું કે આવું અહિંસક લડતમાં જ શક્ય છે કે શાસકને લાગે કે હવે શાસન કરવું શક્ય નથી.
ફિલ્મનું નેરેશન ‘ગાંધી’ ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા કરનાર બેન કિંગ્સલેએ કર્યું છે. તેઓ
કહેતા કે ગાંધીની ભૂમિકા કર્યા પછી હું આખો બદલાઇ ગયો છું. ૨૦૦૬માં ફિલ્મ, શ્રેણી ને પુસ્તક પાછળ રહેલી ટીમે બ્રેક-વે ગેમ્સ દ્વારા નૉનવાયોલન્ટ વીડિયો ગેમ્સ ડેવલપ કરી હતી. તેમાં સંઘર્ષનો અહિંસક પદ્ધતિથી કેવી રીતે સામનો કરવો તે શીખવાતું. આ એક સ્ટ્રેટેજી ગેમ હતી. વારાફરતી રમી શકાતી. થોડા પ્રિબિલ્ટ સિનારિયો હોય, રમનારા પણ પોતાના સિનારિયો ક્રિએટ કરી શકે.
– સોનલ પરીખ
અહિંસા ચાહે છે અદ્વૈત આજના હિંસા, આતંક અને અસુરક્ષિતતા સમયમાં વિશ્વના સુરક્ષા-નિષ્ણાત બ્રિયાન માઈકલ જેકિન્સ એમ કહે કે આતંકવાદ એ એક ‘થિયેટર’ જેવું
છે, જેમાં દરેક આતંકવાદી એના વિકૃત ‘પર્ફોમન્સથી કે લોકોની હત્યા કરવા ચાહતો નથી, પરંતુ વધારે વધારે છે
[26
છે.
આ
વ્યાપક જનસમૂહ સુધી પોતાની ક્રૂરતા પહોંચાડવા નો માગે છે.
આતંકવાદની આ મહેચ્છા પર કુઠારાઘાત કર્યો હોય તો એ ન્યુઝીલેન્ડની જસિંડા ઓર્ડર્ન. સાડત્રીસ વર્ષની વિશ્વની સૌથી નાની વયની પ્રધાનમંત્રી જસિંડાએ પોતાના દેશ પર થયેલા આતંકી હુમલાની પરિસ્થિતિને એવો ઉકેલ આપ્યો કે જગતને ગાંધીજીના એ શબ્દો સમજાયા કે “થાકેલી દુનિયાની મુક્તિ હિંસામાં નહીં, પણ અહિંસામાં રહેલી છે.”
- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
અસહાય, દલિત-પીડિત પ્રજાને પોતાના પર થતા અન્યાયો, જુલમો અને અત્યાચારો માટે શસ્ત્રસજ્જ સત્તા સામે લડવાનું અને ન્યાય મેળવવાનું અહિંસક પ્રતિકારનું શસ્ત્ર ગાંધીજીએ આપ્યું. ઈ.સ.૧૮૪૦થી દક્ષિણ આફ્રિકામાં પ્રચલિત ગિરમીટની પ્રથાનો ૧૮૯૪માં ગાંધીજીએ પ્રથમ વાર વિરોધ કર્યો. તેવીસ વર્ષના અવિરત પ્રયત્ન પછી ૧૯૧૭ના જુલાઈમાં વાઈસરોયે માનવતાના અપમાન સમી આ પ્રથાનો અંત આણ્યો.
હકીકતમાં ગાંધીજીની અહિંસા એ કોઈ ભાવના નથી, પરંતુ ગુણોની તાલીમ છે. જેનામાં અનેક ભાવનાઓનું સંગમતીર્થ સધાય એ જ અહિંસાપાલક થઈ શકે, કારણ કે એમની અહિંસા માત્ર માનવ કે પશુ પ્રત્યે સીમિત નથી, પરંતુ એમાં ઉચ્ચ કોટિની ત્યાગવૃત્તિ, ન્યાયી વર્તન, આત્માનું ભાન, દેહપીડા સહન કરવાની શક્તિ જેવા આંતરિક ગુણની આવશ્યકતા રહે છે. તેઓ
અહિંસક બળવાની મહત્ત્વાકાંક્ષા
મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ અથવા અહિંસક પ્રતિકારના સિદ્ધાંતનો પ્રયોગ દક્ષિણ આફ્રિકાની ધરતી પર કર્યો અને એને સફળતા પણ સાંપડી. નિઃશસ્ત્ર,
1275
128E
Page #8
--------------------------------------------------------------------------
________________
કહે છે કે જમીન જાય, ધન જાય, શરીર જાય તો પણ અહિંસાનો ઉપાસક એની પરવા કરે નહિ. આત્મબળ કેળવાય અભયથી. જગતના ઈતિહાસમાં મહાવીર, બુદ્ધ, રામ, ઈશુ ખ્રિસ્ત એ બધાને એમના જીવનની શૈલીમાં અભય પ્રગટ કર્યો હતો. ભય કે મૃત્યુ એમને ચલિત કરી શકે તેમ નહોતાં! અભય થયા વિના પૂર્ણ અહિંસાનું પાલન શક્ય નથી, કારણ કે અહિંસાની તાલીમ માટે મરવાની તાકાત જોઈએ. મરવાની ઈચ્છા જેટલી તીવ્ર, તેટલી મારવાની ઈચ્છા મોળી. માણસમાં મરવાની તાકાત પૂર્ણપણે આવી જાય તો તેને મારવાની ઈચ્છા થતી નથી અને માણસ કુણામય બનીને મરે છે ત્યારે મારનારનું દિલ પણ પલટાવી નાંખે છે.
અહિંસાને પૂર્વ અને પશ્ચિમ એવો ભેદ નથી. અહિંસા આખી વિશ્વની છે અને સમગ્ર વિશ્વ મળીને પૃથ્વીના ગ્રહ પર માનવીનું જીવન સુખી બનાવવા પ્રયાસ કરવો પડશે. માનવજાતની વિવેકપૂર્ણ પ્રગતિ અને
29
એ મારો ઉદ્દેશ છે. અન્યાયની સામે પુરજોશથી લડતા છતાં સંપૂર્ણ પ્રેમભાવ રાખી શકાય એ મારી દેઢ પ્રતીતિ છે.’
‘નઈ તાલીમ’ એ મહાત્મા ગાંધીજીની અનોખી - મૌલિક ભેટ છે. ૧૯૩૭માં (૨૨-૨૩ ઓક્ટોબર) સેવાગ્રામમાં તેમણે અખિલ ભારત કેળવણી પરિષદ બોલાવેલી. તેમાં તેમણે એક મહત્ત્વની વાત કરેલી. ‘મારા જીવનનું આ છેલ્લું કામ છે, જો ભગવાન એને પૂરું કરવા દેશે તો દેશનો નકશો જ બદલાઈ જશે.’ તેમને સતત જે ચિંતા રહેતી હતી કે ‘ભણેલાઓની સંવેદનહીનતા'ની. તેથી તેઓ કહેતા “આજની કેળવણી નકામી છે.’ અને ‘નઈ તાલીમ’ દ્વારા તેમણે કેળવણીનું સર્વાંગી દર્શન આપ્યું. તેમના અભિપ્રાય મુજબ કેળવણી એ ભવિષ્યના નાગરિકોને તૈયાર કરવાના છે, જે અહિંસક સમાજરચનામાં પોતાનો ભાગ ભજવી શકે. એટલે શાળામાં તેને તે અનુરૂપ શિક્ષણ આપવું જોઈએ. એવા ગુણોની
31
આધ્યાત્મિક ઊર્ધ્વગમનને માટે પ્રયાસ કરવો પડશે અને તેનું મુખ્ય પરિબળ અહિંસા બની રહેશે. અહિંસાએ ક્યારેય પ્રેમનો માર્ગ છોડવો નથી અને અન્યાયનો સામનો કરવામાં નિર્બળતા દાખવી નથી. આ જ અહિંસક અભિગમની સૌથી મોટી મહત્તા છે.
– પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
નઈ તાલીમ અને અહિંસા
ગાંધીજીને કોઈએ પૂછેલું : ‘અહિંસાનો તમારો મતલબ શો છે?’ ગાંધીજીએ જવાબમાં એક જ શબ્દ આપેલો : ‘પ્રેમ’, ‘અહિંસા એટલે મારે મન નિરવધિ પ્રેમ’. તેમણે કહેલું : ‘પરમસત્તા કેવળ પ્રેમમય છે. કેવળ શુભ છે. કારણ હું જોઉં છું કે મૃત્યુની વચ્ચે પણ જીવન કાયમ ટકી રહેલું છે.' ૧૯૨૦માં નવજીવનમાં તેમણે લખેલું : ‘આખી દુનિયાની સાથે મિત્રભાવે રહેવું
30
તેમને તાલીમ આપવી જોઈએ અને તે ગુણો નાગરિકતાના ગુણોનું આચરણ કરવાની તેને શાળામાંથી જ તક મળવી જોઈએ. શાળા પોતે પણ લોકશાહી નાગરિકતા કેળવનારો, ફળદાયી સર્જન પ્રવૃત્તિમાં લાગેલો એક સંગઠિત સમાજ હોવો જોઈએ. – રમેશ સંઘવી
ગાંધીજીને કાશ્મીર સરહદે મોકલીએ તો?!
આપણું લશ્કર હિંસામાં નથી માનતું એવું કહીએ તો હસવું આવે ને? પણ ખરેખર એવું છે. વિશ્વના અનેક યુદ્ધના ઇતિહાસ તપાસીએ તો એમાં લશ્કરે સિવિલીયન્સ પર હુમલા કર્યા હોય એવું બન્યું છે. અરે સ્ત્રીઓ પર સૈનિકોએ બળાત્કાર કર્યા હોવાના દાખલા છે, પણ ભારતીય લશ્કર ક્યારેય આ આચારસંહિતા ઓળંગ્યું નથી. ક્યારેય યુદ્ધના નિયમ નેવે મૂકીને વસ્યું
32
Page #9
--------------------------------------------------------------------------
________________
નથી. આ અહિંસા છે. લશ્કર છે એણે જરૂર પડ્યે ગોળી તો ચલાવવાની જ છે પણ જ્યાં અને જેના પર ચલાવવાની છે ત્યાં જ. સ્વબચાવ, રાષ્ટ્રરક્ષા ખાતર કરવી પડતી હિંસા અને પોતાનું સામ્રાજ્ય વધારવા, વિસ્તાર વધારવા થતી હિંસા વચ્ચે ફેર. વર્ચસ્વ સ્થાપવા, ધર્મ કે પરંપરાનું આક્રમણ એ હિંસા છે અને ભારતે એ ક્યારેય કર્યું નથી. એટલે આપણે કહી શકીએ કે અમારું લશ્કર પ્રતિકાર કરે; હિંસા ન આચરે.
- જ્વલંત છાયા
જ નંદનવન બની જાય.
આજે દેશના મોટાભાગના રાજ્યોમાં ગાયની કતલ પર પ્રતિબંધ છે પરંતુ ભેંશની કતલ કરી શકાય છે. ગાયને માતા કહેવી પરંતુ ભેંશ પણ માતા છે તે સ્વીકારવું નથી. કોઈ કહેવાતી ધાર્મિક માન્યતાને સાચવી લેવી અને તેની પાછળ મોટા પાયે જીવહિંસા થવા દેવી આ રાજકારણનો એક પ્રપંચ છે.
આજના સમયનો સુધરેલ અને ભણેલ માણસ હવે ‘પશુઓ દ્વારા થતી ખેતી' ને બદલે ‘પશુઓની ખેતી’ (animal farming) કરે છે. કરોડોની સંખ્યામાં પ્રાણીઓને બિનકુદરતી રીતે જન્મ અપાવવો, તેનો ઉછેર કરવો અને માંસ માટે તેને મારવા તે પર્યાવરણનો બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. વિશ્વમાં વાહન વ્યવહારમાંથી જે પ્રદૂષણ થાય છે તેના કરતા પ્રાણીઓ દ્વારા થતું પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. વિશ્વના વિકસિત દેશો માંસાહાર ઓછો થાય તે માટે કોશિશ કરી રહ્યા છે.
આજના સમયમાં અહિંસક જીવનશૈલી
અહિંસા શબ્દનો અર્થ ખૂબ સરળ છે. દરેક મનુષ્ય એમ વિચારે કે દુનિયામાં મારા સિવાય બીજા મનુષ્યો અને બીજા જીવો છે. એ દરેકને પણ જીવન વ્હાલું છે. તેમને પણ દુખ ગમતું નથી. આપણે આ વિચાર મનમાં * રાખીને આપણે દરેક કાર્ય કરીએ તો દરેકનું જીવન છે.
133
34
આ અહિંસાનગરી માં એક જ ધર્મ હોય-અહિંસા. કોઈ ઝઘડા મારામારી-શાસ્ત્રો-ત્રાસવાદ ન હોય. પશુઓ સ્વતંત્ર હોય. તેમનો કોઈ માલિક ન હોય. દરેક મનુષ્ય અને પ્રાણી પૂર્ણ આયુષ્ય અને સારું સ્વાચ્ય પામે. કોઈનું અકાળ મૃત્યુ ન થાય. જ્યાં કોઈ પણ જીવને ભૂખગરીબી-લાચારી ન સતાવે. બધા મનુષ્યો ધનવાન ન હોય પરંતુ સમૃદ્ધ જરૂર હોય. મનુષ્ય મર્યાદામાં રહે તેથી કુદરત પણ મહેરબાન હોય. કોઈ જીવ ને કોઈ ફરિયાદ નથી. કોઈ ડરાવતું નથી. નથી કોઈ ડરતું. હાર-જીત નથી. આ નગરી વિષે ઘણું બધું લખી શકાય પરંતુ શબ્દોની મર્યાદા છે. મૌનની તાકાત અસીમ છે. આપ આ સ્વપ્નનગરી વિષે જેટલું વધારે વિચારશો તેટલું અહિંસાનું અમૃત વધારે પામશો.
કહેવાય છે કે... સ્વપ્નો સાચા પડે છે. હા..જરૂરથી સાચા પડે.. જો તે શુભ હોય..આપણે તેને સતત જોતા રહીએ. તેનું ધ્યાન ધરીએ. તેને સાકાર કરવાના પ્રયત્ન
કરીએ. કોણ કરશે? કેવી રીતે કરશે? તેવું વિચારવાને બદલે આપણે દરેક આપણી ક્ષમતા મુજબ કરીએ તો સમગ્ર વિશ્વ અહિંસાનગરી બની જાય અને એક દિવસ શાશ્વત સુખનો સોહામણો સૂરજ આપણા દરેકના આંગણે ઊગે.
દરેક જીવ અહિંસાના શાશ્વત સુખને પામે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. અહિંસા પરમો ધર્મ.
– અતુલ દોશી
વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અહિંસા
હવે પ્રશ્ન છે કે વૈશ્વિક ભૂમિકાએ અહિંસાનો પ્રયોગ કરવાનો સમય કદી નહિ આવે? રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની સમસ્યાઓનું નિરાકરણ અહિંસા દ્વારા જ થાય તેવો સમય કદી નહિ આવે?
_35
_
436
Page #10
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
૩.
૪.
આવશે! જરૂર આવશે!
તે માટે શું કરી શકાય?
કરીશ.
વિશ્વભરના લોકો વ્યાપક પ્રમાણમાં સમજે કે હિંસા નહિ, અહિંસા જ સાચો ઉપાય છે.
પ્રજા શાણા, સમજદાર અને શ્રધા લોકોને નેતા તરીકે પસંદ કરે.
યુ.નો. અને તેવી વૈશ્વિક સંસ્થાઓ વધુ કાર્યક્ષમ અને વધુ સમર્થ બને.
‘જય હિંદ’ને સ્થાને ‘જય જગત' આવે અને આ પ્રમાણે પ્રત્યેક દેશમાં બને!
37
– ભાણદેવજી
ઈસ્લામ વિશ્વમાં ખાસ્સો પ્રસિદ્ધ અને પ્રચલિત મહલ છે. તેના પ્રચાર-પ્રસારનો આરંભ કરનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નું જીવન સાદગી, નમ્રતા અને ઈબાદતનું ઉત્તમ દેષ્ટાંત છે, પોતાના સમગ્ર જવન દરમ્યાન તેમણે ક્યારેય ઈસ્લામના પ્રચાર માટે બળનો ઉપયોગ કર્યો નથી. કુરાને શરીફમાં આ અંગે સ્પષ્ટ આદેશ છે કે,
‘લા ઈકરા ફિદ્દિન’
અર્થાત્ ધર્મની બાબતમાં ક્યારેય બળજબરી ન
એકવાર એક વ્યક્તિ મહંમદસાહેબ (સ.અ.વ.) પાસે આવ્યો. તેના હાથમાં એક પક્ષી અને તેના બે-ત્રણ બચ્ચાઓ હતા. મહંમદસાહેબ (સ.અ.વ.) સામે તે ધરતા બોલ્યો,
જંગલમાંથી આવતો હતો ત્યારે મેં આ બચ્ચાઓને માળામાં ચીંચી કરતા સાંભળ્યા. એટલે ઝાડ પર ચડી
39
ઇસ્લામ અને અહિંસા
કુરાને શરીફની આ પ્રથમ સૂરા ‘અલ ફાતેહા’ પરમકૃપાળુ અલ્લાહને સમર્પિત છે, સદ્કાર્યોને પામવાની પ્રાર્થના છે. તેમાં ક્યાંય હિંસાને સ્થાન નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસાનો નિર્દેશ સુધ્ધાં નથી.
ગાંધીજીએ ઇસ્લામનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું છે : ‘ઈસ્લામનો અર્થ શાંતિ છે. એ શાંતિ મુસલમાનોની જ નથી, પણ સૌ કોમ અને વિશ્વશાંતિની છે.'
ઈસ્લામની આવી વિશ્વવ્યાપી શાંતિની સ્થાપના માટે જરૂરી છે અહિંસા. અહિંસાના આચરણ માટે ઈસ્લામના પાયાના સિદ્ધાંતોને સમજવા પડે, પામવા પડે. ઈસ્લામના પાયાના પાંચ સિદ્ધાંતોની વિશિષ્ટતા એ છે કે તેમાં ક્યાંય હિંસાનો ઉલ્લેખ સુધ્ધાં નથી પણ મન, વચન અને કર્મની અહિંસાને પામવા આ પાંચે સિદ્ધાંતો અનિવાર્ય છે.
38
તેને પકડી લીધા. ત્યાં જ તેની મા આવી, તેને પણ મેં પકડી લીધી. આપને માટે તે લાવ્યો છું.'
મહંમદસાહેબ (સ.અ.વ.) ભયભીત બચ્ચાંઓ અને તેની માને જોઈ દુઃખી થયા અને જરા કડક સ્વરમાં ફરમાવ્યું,
હમણાં ને હમણાં જઈને બચ્ચાં અને તેની માને તેના માળામાં પાછા મૂકી આવ.'
એકવાર એક વ્યક્તિ આવી જ રીતે પંખીના માળામાંથી ઈંડા લઈને આવ્યો, અને મહંમદસાહેબને ભેટ આપ્યા ત્યારે પણ મહંમદ સાહેબ (સ.અ.વ.) ફરમાવ્યું હતું,
‘ઈંડા સુરત માળામાં પાછા મૂકી આવ.' મહંમદસાહેબ (સ.અ.વ.)ને ડુંગળી અને લસણ પ્રત્યે પણ અણગમો હતો. ડુંગળી-લસણ નાખેલો ખોરાક તેઓ આરોગતા નહિ. તેમની આજ્ઞા હતી કે મસ્જિદમાં ખુદાની ઈબાદત માટે ડુંગળી-લસણ ખાઈને કોઈએ
40
Page #11
--------------------------------------------------------------------------
________________
-
તે જ
5 આવવું નહિ.
કુરાને શરીફમાં હજનામક સૂરાની પાંચમી રુકુની ત્રીજી આયતમાં સ્પષ્ટ કહ્યું છે,
“ખુદા સુધી તમે આપેલ કુરબાનીનો પ્રસાદ પહોંચતો નથી, તેની પાસે તો તમારી શ્રદ્ધા (ઈમાન) અને ભક્તિ (ઈબાદત) જ પહોંચે છે.'
એકવાર મહંમદસાહેબ (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું,
સૌથી મોટી જેહાદ કઈ?” આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
સૌથી મોટી જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે.”
ઈસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી મોટી જેહાદને “જેહાદ-એ-અકબરી' તરીકે ઓળખાવેલ છે.
આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામરકી નહિ. કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે, પણ જયાં
જ્યાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી. તેના સ્થાને કેતાલ’ શબ્દ વપરાયો છે. અરબીના શબ્દ “કેતાલનો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ. (૧૪)
જેહાદ શબ્દનો આવો આધ્યાત્મિક અર્થ જ્યારે સૌ પામશે ત્યારે જેહાદ શબ્દને નામે આતંકવાદીઓ દ્વારા થતી હિંસાને ઈસ્લામ સાથે જોડવાની પ્રથા અવશ્ય બંધ થશે.
- ડૉ. મહેબૂબ દેસાઈ
ખ્રિસ્તી ધર્મમાં અહિંસાનો સિદ્ધાંત
ઈસુએ અહિંસાનું પાલન પોતાના જીવનમાં કરી બતાવ્યું. તેમના વિરોધીઓએ જ્યારે તેમની ધરપકડ કરીને કેદ કર્યા એવામાં તેમના એક સાથીએ પોતાની
શક્તિ સંહારાત્મક રૂપવિલાસ
પશુથી માનવને જુદું કરનારું તત્ત્વ જ અહિંસા છે. જે સ્વ માટે પરને હણે તે પશુ, જે અન્યનો આદર કરીને જીવ રહે તે માનવ.
– નિસર્ગ આહીર
તલવાર કાઢી, વડા પુરોહિતના નોકર ઉપર ઘા કરી, તે તેનો કાન ઉડાવી દીધો. ત્યારે ઈસુએ તેને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાન કરી દે. જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે.” (માથ્થી, ૨૬-૫૧-પર).
લીઓ ટોલ્સટોયે તેમના પુસ્તક “ધ કિંગડમ ઓફ ગોડ ઈઝ વિધિન યુ' (વૈકુંઠ તારા હૃદયમાં છે અનુ. ચિત્તરંજન મહેશભાઈ વોરા)માં ઈસુના અહિંસાના ઉપદેશને ... સમજાવ્યો છે. મેનોનાઈટસ, હર્નહટર્સ અને ક્વેકર્સ તરીકે ઓળખાતા કેટલાક સંપ્રદાયો છે જેઓ કદી ખ્રિસ્તીઓ માટે શસ્ત્રનો વપરાશ મંજૂર રાખતા નથી. તેઓ સૈન્યમાં નોકરી કે ફરજ સ્વીકારતા નથી. ક્વેકર્સના મતે અનિષ્ટનો સામનો હિંસા વડે નહિ કરવાના પ્રભુ ઈસુના આદેશનું પાલન કરવાનું એક ખ્રિસ્તીની ફરજમાં સમાયેલું છે.
– ડૉ. થોમસ પરમાર
ગાંધીજી અને અહિંસા સાંપ્રત સમયમાં
આપણે જેમને હિંસકતાનાં યંત્રો ગણીને હાથ ખંખેરી નાખીએ છીએ તે રાજનેતાઓ હોય કે પ્રસાર માધ્યમો, એ બધાનો દાવો તો એ જ છે કે લોકોને જે ગમે છે તે જ અમે કરીએ છીએ.” તેમનો દાવો સામૂહિક કે વ્યક્તિગત પ્રયાસથી ખોટો પાડવો, તેમના હિંસક પ્રયત્નો સાથે અસહકાર કરવો, એ પણ અહિંસાનો જ એક પ્રકાર છે.
– ઉર્વીશ કોઠારી
Nિ
Page #12
--------------------------------------------------------------------------
________________
અહિંસાની વ્યાપક વિભાવના અને ગાંધીની અહિંસાની પ્રક્રિયા
છેલ્લાં ૫૫૦ વર્ષમાં માત્ર ૨૯૨ વર્ષ એવાં હતાં જેમાં વિશ્વમાં મહદ્ અંશે શાંતિ જળવાઈ હતી, બાકીનાં વર્ષોમાં ૧૫૦૦૦ નાનાં મોટાં યુદ્ધો લડાયાં હતાં. વિશ્વયુદ્ધમાં ૩ કરોડ અને બીજા વિશ્વયુદ્ધમાં ૫ કરોડ તેમ જ બીજા વિશ્વયુદ્ધ પછી આંતરવિગ્રહમાં ૧.૫ કરોડ લોકો માર્યા ગયા હતા.
પ્રેમની ઉપપેદાશ, બાયપ્રોડક્ટ અહિંસા છે. યોગદર્શનમાં ઉચ્ચત્તમ અવસ્થા એ પહોંચવા માટે રાજયોગના આઠ અંગ મહત્ત્વના ગણાય છે, જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થયેલો છે.
પ્રથમ પગથિયા યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો
-45|
ગાંધીના મનમાં અહિંસક રાજ્યના સ્વપ્ના સેવી રહ્યા હતા. જ્યારે કોઈ શંકા કરીને કહેતા કે તમે આમજનતાને અહિંસા નહીં શીખવી શકો, એ માત્ર (રડીખડી) વ્યક્તિઓ માટે જ શક્ય છે અને તે પણ વિલ દાખલાઓમાં. ત્યારે ગાંધી માનતા આમાં ભારોભાર આત્મવંચના છે. ગાંધીનું વ્યક્તિદર્શન કહે છે -
માણસજાત જો સ્વભાવે અહિંસક ન હોત તો તે જમાનાઓ પહેલા અંદર અંદર લડીને પોતાને જાતે
જ નાશ પામી હોત, પરંતુ હિંસા અને અહિંસાના બળો વચ્ચેના દ્વંદ્વયુદ્ધમાં છેવટે અહિંસા જ હંમેશાં વિજથી નિવડી છે.'
વિજ્ઞાન + હિંસા = સર્વનાશ
વિજ્ઞાન + અહિંસા = સર્વોદય
અહિંસક સમાજ એ નયાયુગનું સ્વપ્ન છે
47
છે. આમ યોગારૂઢ થવા માટે ‘અહિંસા' પ્રથમ પાયાની જરૂરિયાત છે.
પતંજલિના યોગસૂત્રોમાં ૩૦ નંબરનું સૂત્ર છે. अहिंसा सत्यस्तेयब्रह्मचर्यापरिग्रहायमाः ||३०| યોગસૂત્રનું દર્શન પોતે કરેલી હિંસા કે બીજા પાસે કરાવેલી હોય કે અન્ય કોઈ કરતું હોય તેને અનુમોદન આપ્યું હોય, જે લોભથી કે ક્રોધથી, કે મોહથી કરી હોય તેને માન્ય કરતું નથી (જુઓ સૂત્ર નં.૩૪), યોગસૂત્રનું ૩૫નું સૂત્ર બે ડગલા આગળ ચાલીને કહે છે અહિંસામાં પ્રતિષ્ઠિત (દેઢ) થવાથી તેની હાજરીમાં સૌ કોઈમાંથી વેરભાવ નીકળી જાય છે.’
ગાંધી માનતા હતા કે અહિંસા વ્યક્તિગત સગુલ નથી. તે એક સામાજિક સદ્ગુણ પણ છે તેમ જ બીજા સદ્ગુોની માફક તેને પ્રયત્નપૂર્વક કેળવવો પડે. તેનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પ્રયોગ કરવો જોઈએ.
46
વિનોબાજી કહે છે, આપણે ક્રોસ રોડ પર છીએ. હિંસા ઉપરથી માણસજાતની શ્રદ્ધા ડગી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના પ્રશ્નોના ઉકેલો હિંસાથી નથી આવતા પરંતુ બીજી બાજુ અહિંસા ઉપર પૂરી શ્રદ્ધા હજુ બેઠી નથી. આપણે લશ્કરનો ખર્ચ વધાર્યા કરીએ છીએ, લાંબી લાંબી રેન્જના મિસાઈલ્સ બનાવી આપણી સલામતી શોધીએ છીએ. આપણે પ્રેમના માર્ગ પકડી શકતા નથી. પ્રેમના માર્ગે પ્રશ્નો ઉકેલી શકાય છે તેમ સિદ્ધ કરવાનું બાડી છે.
હિંસા ઉપરનો આંધળો વિશ્વાસ જરા ઢીલો કરીને હવે અહિંસાના માર્ગે ચાલવાનું કરી તો જુવો. દુનિયાએ હજારો વરસ હિંસાના પ્રયોગોમાં ગુમાવ્યાં જ છે તો હવે થોડોક વખત અહિંસાના પ્રયોગ પાછળ આપો. દુનિયા આજે અહિંસાના પ્રયોગ આદરે તેની તાતી જરૂર છે.
48
Page #13
--------------------------------------------------------------------------
________________
ગાંધીએ અહિંસાપથ માટેનું માર્કિંગ માનવચેતના ને ઉધ્વરોહણના પથ પર સારા એવા પ્રમાણમાં કરી રાખ્યું છે. વ્યક્તિ, સમૂહ, રાષ્ટ્ર માટેની આછીપાતળી આચારસંહિતા આલેખી છે. આક્રમણ, આતંક સામે શું કરવું? લશ્કર હોય, ન હોય, હોય તો કેવું હોય? તેની વાતો કહી છે. યુદ્ધના વિકલ્પો વિચાર્યા છે.
જિંદગીના અંતિમ પર્વમાં ૨-૧૧-૧૯૪૭ના હરિજનબંધુમાં ગાંધી લખે છે –
‘હિંદુસ્તાનની ચાળીશ કરોડની પ્રજાએ લોહી વહેવડાવ્યા વિના પોતાની સ્વતંત્રતા મેળવી છે. હિંદુસ્તાન સ્વતંત્ર થયું. તેથી લંકા બ્રહ્મદેશ પણ સ્વતંત્ર થયા.'
ગાંધી ઈચ્છે છે - “જે હિંદુસ્તાન તલવાર વાપર્યા વિના આઝાદ થયું તે હવે તલવાર વાપર્યા વિના જ પોતાની આઝાદી ટકાવે.'
પણ ગાંધી જોઈ રહ્યા હતા સાથી મિત્રો “પીસ !
પોટેન્સિયલ' વધારવાના સ્થાને “વોર પોટેન્સિયલ' વધારવામાં લાગી ગયા હતા ત્યારે ગાંધી કહે છે –
‘હિંદુસ્તાન પાસે આજે સામાન્ય ખુરકી ફોજ છે, હવાઈ ફોજ છે અને નૌકા ફોજ તૈયાર થઈ રહી છે અને એ બધા સૈન્યોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગાંધી ચેતવે છે, કહે છે -
“મારી ચોક્કસ શ્રદ્ધા છે કે હિંદુસ્તાન પોતાની અહિંસક તાકાતમાં વધારો નહીં કરે તો તેણે પોતે કશું મેળવ્યું નથી, દુનિયાને માટે પણ કશી કમાણી કરી નથી. હિંદુસ્તાનનું લશ્કરીકરણ થશે તો તે જાતે બરબાદ થશે અને દુનિયાની પણ ખરાબી કરશે.”
ગાંધી ૧૫૦' ઉજવણી એક ઘોંઘાટ ન બને, ક્યાંક શાંતચિત્તે અહિંસક સમાજના સ્વપ્નને સેવીએ અને માણીએ.
– રજની દવે “રેવારજ
-50-
મહાવીર ભગવાનનો અહિંસા પરમો ધર્મ
આધુનિક વિશ્વના વિવિધ પ્રશ્નોના મૂળગામી ઉકેલ આ આચારસંહિતામાંથી પ્રાપ્ત થાય છે, જો નિષ્ઠા, પ્રામાણિકતા અને સત્યતા સાથે કોઈપણ સમાજની વ્યક્તિ આ આચારસંહિતાનો સત્યતાપૂર્વક અંતરથી જાણીને સ્વીકાર કરે અને સમજપૂર્વક તેને પોતાની સત્યતાપૂર્વક જીવનમાં પાલન કરે તો માનવસમાજમાં પ્રવર્તમાન તમામ અનિષ્ટોનું અસ્તિત્વ જ રહેવા પામે નહીં, તેવું બળ જૈન ધર્મની આચારસંહિતા અને અહિંસા પરમો ધર્મમાં રહેલ છે.
આજની વિશ્વવિભૂતિ મહાત્મા ગાંધીનાં અભૂતપૂર્વ નેતૃત્વ નીચે સત્ય અને અહિંસાના સિદ્ધાંત આધારિત સત્યાગ્રહ દ્વારા આઝાદી માટેની સત્ય અને અહિંસક લડાઈ લડવામાં આવી અને તેમાં જે સફળતા મળી, જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન સત્ય અને અહિંસાના જેન સિદ્ધાંત પ્રતિ સવિશેષ આકર્ષિત થયેલ છે, અને આ
B સિદ્ધાંત નીચે અનેક રાષ્ટ્રો સ્વતંત્ર થયા છે, ને આજે આ
અનેક રાષ્ટ્રોમાં સત્ય અને અહિંસાના આધારે આંદોલનો ચાલી રહ્યાં છે; જેનો યશ ગાંધીજીનાં સત્યાગ્રહને અને જૈન ધર્મની આચારસંહિતાને જ ફાળે સવિશેષ જાય છે, તેમાં કોઈ શંકા જ નથી.
આ બ્રાહ્મણો અને પુરોહિતો માંસ ખાવાના શોખીન હતા પણ જાહેરમાં ખાઈ શકતા હતા નહીં, કારણકે વેદની મનાઈ હતી. માટે જ યજ્ઞોમાં પશુ હોમવાનો નુસખો અજમાવ્યો એટલે પશુને યજ્ઞોમાં હોમીને તેનું માંસ નિરાંતે પ્રસાદરૂપે ખાઈ શકાય માટે જ આ પ્રથા શરૂ કરેલી, એમાં કોઈ વેદનો આદેશ હતો નહીં, માત્રને માત્ર પોતાનો જ સ્વાર્થ હતો.
જૈન ધર્મ સ્પષ્ટ માને છે કે હિમાલયથી કોઈ ઊંચું નથી. આકાશથી કોઈ વિશાળ નથી અને શુદ્ધ નથી તેમ આ સમગ્ર જગતમાં સત્ય અને અહિંસાથી ઊંચો વિશાળ અને શુદ્ધ કોઈ ધર્મ નથી, એને જાણીને શુદ્ધ મન અને શુદ્ધ બુદ્ધિથી અનુસરણ કરવાથી પરમ શાંતિ અને
152P
Page #14
--------------------------------------------------------------------------
________________
ક
છે આનંદ પ્રાપ્ત થાય છે, તે છે જૈન ધર્મની માનવને પ્રસાદી. આ
આમ જોવા જઈએ તો અહિંસા શબ્દ જ નિષેધક છે, નકારાત્મકતા છે, તે સૂચવે છે કે કોઈપણ જીવની હત્યા હાનિ કે વધ ન કરવાનું સ્પષ્ટ સૂચવે છે, પરંતુ તેનો મુખ્ય આશય હેતુ વિધાયક છે, તેથી જીવમાત્ર પ્રત્યે કરુણા, દયા, પ્રેમ અનુકંપા, બંધુત્વ, વગેરે માણસમાં રહેલા સદગુણ અહિંસામાં દર્શાવાય છે, આમ અહિંસા એટલે સો ટકા અસીમ કરુણા અને સત્યસ્વરૂપ વાસ્તવિક પ્રેમ દ્વારા માનવપ્રેરિત વિચારવાણી અને કર્મની આંતરિક શુદ્ધિ સમાવિષ્ટ થાય છે.
– તત્ત્વચિંતક વી. પટેલ પૂજ્ય પંન્યાસજી મહારાજની દૃષ્ટિએ
“અહિંસા અહિંસાનું મૂળ સત્યમાં અને સત્યનું મૂળ અહિંસામાં છે. “સુખની ઈચ્છા સર્વ જીવને એકસરખી
ઉત્તરાધ્યયન સુત્ર, ધમ્મપદ અને ભગવદગીત - એ ત્રણેમાં ચિત્તશુદ્ધિ, સંયમ અને અહિંસા ઉપર એકસરખો ભાર છે. દરેક માને છે કે વૈત નિષ્ઠા હોય કે અદ્વૈત, જીવનમાં અહિંસાને નિરપવાદ સ્થાન હોવું જોઈએ તથા ધર્મ તો અહિંસામાં જ છે, કિન્તુ જૈનદર્શનની પ્રથમ નિષ્ઠા અહિંસામાં છે, એ પછી જ સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય કે અપરિગ્રહ આવે છે.
અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ જ શ્રેષ્ઠ મંગલ છે.
અહિંસા એટલે અન્ય જીવો તરફનો સદ્ભાવ. વિશ્વમૈત્રી, વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ એ અહિંસાનો પ્રાણ છે. અહિંસામાં અદૂભુત શક્તિ છુપાયેલી છે. માનવીની મહત્તા એની કરુણા અને અહિંસામય ધર્મભાવનાને લીધે જ છે. આત્મૌપમ્યની દૃષ્ટિ જીવનમાં સમત્વભાવના કેળવે છે, જ્યારે આત્મઅભેદની દૃષ્ટિ જીવનમાં તે વિશ્વેક્યભાવના કેળવે છે. આ બંને ભાવનાઓ અંતે કી
[53
(54
| અહિંસાને જ સિદ્ધ કરે છે. જો અહિંસા જીવનમાં સાકાર
ન થાય, તો એ બંને ભાવનાઓ માત્ર શાબ્દિક બની રહે તથા નિરર્થક થઈ જાય.
આતમ સર્વ સમાન, નિધાન મહાસુખકંદ. સિદ્ધ તણા સાધર્મી સત્તાએ ગુણવૃંદ. જેહ સ્વજાતિ તેહથી, કોણ કરે વધ બંધ? પ્રગટ્યો ભાવ અહિંસક જાણે શુદ્ધ પ્રબંધ.
- અટકી જ કેવી રીતે શકે? આમ આપણી આત્મશુદ્ધિ અર્થે પૂજ્ય પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યજીએ અહિંસાની અદ્ભુત અનુપ્રેક્ષાઓ થકી જાણે ઉઘાડી આપ્યો છે એક નૂતન શ્રેયસ્કર રાજમાર્ગ! અધ્યાત્મની વિરાસતનો આવો અપૂર્વ ખજાનો મેળવીને શ્રી જૈનશાસન આજે જાણે વધુ સમૃદ્ધ બની રહ્યું છે! તેઓને ત્રિકાળ વંદના.
– ભારતી દિપક મહેતા
માનવજાતિએ એવા વીરો જન્માવ્યા જ છે, જેમણે અહિંસાને જીવનમાં સાકાર કરી છે. “બીજાને હણનાર તું તને જ હણે છે.” એમ નહીંતર કેમ કહી શકાયું હોત? અભેદપણાને મુખ્યતા આપવાને લીધે જ હિંસા રોકાય છે. જીવનમાં અનિત્ય અંશને પ્રાધાન્ય અપાય છે, અન્યથા હિંસા થાય જ કેવી રીતે? અહિંસાદી વ્રતની સ્થિરતા માટે અભેદ અંશને પ્રાધાન્ય ન અપાય, તો હિંસાદી દોષ
સૃષ્ટિની આધારશીલા અહિંસા
ઓહો! લોકોને યુદ્ધ પર કેટલી શ્રદ્ધા છે કે હજુ પણ યુદ્ધનો માર્ગ છોડતા નથી. અલબત્ત વર્તમાન સમય સંદર્ભમાં ચિંતકો આ બાબતને જુદી રીતે વિચારતા થયા છે. કહેલું કે, હવે વિશ્વના દેશોને ઈચ્છાએ કે અનિચ્છાએ અહિંસાના માર્ગને અનુસરવું પડશે. દરેક દેશ પાસે
56E
_55L
Page #15
--------------------------------------------------------------------------
________________
સાધુના હાથમાં શોભતું રજોહરણ જયણાનું જ પ્રતીક છે. સાધુ ઉપાશ્રયમાંથી કોઈપણ કારણસર બહાર જાય; પરત આવી પ્રથમ ઇરિયાવહી કરી ક્ષમાપના કરે છે. અહિંસાનું આ પ્રકારે ક્ષણેક્ષણ થતું રટણ આચરણ વ્યક્તિની હિંસાવૃત્તિને ઓગાળતું રહે છે.
- ડૉ. રમજાન હસણિયા
5 આજે જેટલા પ્રમાણમાં અણુશસ્ત્રો છે એ જગતને નાબૂદ છે કરી દેવાની ક્ષમતા ધરાવે છે. બે વિશ્વયુદ્ધો પછી વિશ્વ માંડ માંડ ઊભું થઈ શક્યું છે, પણ હવે જો એ પરિસ્થિતિ ઊભી થાય તો પુનઃનિર્માણની શક્યતાઓ નહિવત છે. અણુશસ્ત્રોના ભયથી શાંતિ રહે એનાં કરતાં સમજણપૂર્વક અહિંસાના માર્ગને અપનાવીને શાંતિ પ્રસરે એમાં ઘણો તફાવત છે.
સાધુ-શ્રાવક “છકાય જીવોની સંભાળ માટે નિરંતર સાવધ રહે છે. જે જૈન દર્શનને બરાબર રીતે અનુસરે છે એવા જૈન શ્રાવકના ઘરમાં ફળો કે શાકભાજીની પાસે તમે ચાકુ કે અન્ય ધારદાર વસ્તુ મૂકેલી નહીં જુઓ, સવારે ગેસ પૂજવાથી ને ઘરમાં કે ઉપાશ્રયમાં મોરની પીંછીમાંથી બનાવેલ સાવરણીથી કાજો (કચરો) કાઢવાથી આરંભાતો દિવસ, નવકારશી, ચૌવિહાર આદિ પાણી ગાળીને પીવું, જેવી પ્રત્યેક ક્રિયામાં અહિંસાનું આ સભાનતાપૂર્વક પાલન કરે છે.
57E
શું તમે જાણો છો, પ્રાચીન પ્રજાના લોહીમાં વણાઈ ગયેલી અહિંસાને?
અહિંસાનો મહિમા આ દેશની પ્રજાના લોહીમાં એવો તો વણાઈ ગયેલો કે હિન્દુસ્તાનના લાખો ગામડાંઓમાં વૃદ્ધો સવારના પહોરમાં જ વાટકામાં આટો લઈને, ગામના ગોંદરે આવેલા કીડિયારે લોટ પૂરવા જતા તથા ગામને પાદરે આવેલા નદી, તળાવ કે સરોવરમાં રહેલા માછલાને આટાની ગોળીઓ કે
જિ .
| મમરા ખવડાવતા. પશુને ચાર ને પંખીને જાર તો
લોકજીવનમાં વણાઈ ગયેલી ચીજ હતી. બહેનો રોટલા ટીપતી વખતે પહેલો રોટલો કૂતરાનો જુદો કાઢતી. એટલે સુધી કે પાટણ, ખંભાત, વઢવાણ જેવાં અનેક ગામડાઓની પાંજરાપોળમાં જીવાતખાનાની વ્યવસ્થા રાખવામાં આવતી. બહેનો અનાજ વીણતી વખતે તેમાંથી નીકળેલ ઈયળ, ધનેડાને એક વાટકામાં થોડું અનાજ લઈ તેમાં સાચવી રાખતી. મહાજનનો માણસ નિયત દિવસે ઘરે ઘરે ફરી ને એક ડબ્બામાં તે વાટકાના અનાજ સાથે જીવાત ઉઘરાવી લઈ પાંજરાપોળમાં આવેલ જીવાતખાનામાં અનાજની વચ્ચે સાચવીને મૂકી રાખતો, જેથી અનાજના ધનેડા પણ સુખપૂર્વક શેષ જીવન પસાર કરી શકે.
શું શાકાહારી ઈંડા હોઈ શકે? પહેલી વાત એ કે શાકાહારી ઈંડા એ નામ જ ખોટું આપવામાં આવ્યું છે. ફલીનીકરણ થયેલા ઈંડામાંથી બચ્યું પેદા થાય છે. પરંતુ
ફલીનીકરણ થયા વિનાના જે ઈંડા છે તેમાં પણ જીવ તો હોય છે જ. એટલે એ પણ સજીવ જ છે. સજીવના બધાં જ લક્ષણો જેવા કે શ્વાસોશ્વાસ, મગજ, આહાર મેળવવાની શક્તિ વગેરે તે ધરાવે છે. તે ઈંડાના કોચલામાં શ્વાસોશ્વાસ માટે ૧૫000 છિદ્રો હોય છે. ૮ સેલ્સીયસ ઉષ્ણતામાને ઇંડુ કોહવાવા લાગે છે. ઈંડા પર સૂક્ષ્મ જીવાણુ આક્રમણ પણ કરે છે ને તેને રોગ પણ થાય છે. આ ઈંડા પણ મરઘીએ જ પેદા કરેલા છે અને મરઘીના લોહી તથા કોષો દ્વારા જ તે બને છે. તેથી તેનો આહારમાં ઉપયોગ એ ૧૦૦ ટકા માંસાહાર જ છે. અમેરિકન મિશિગન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ પુરવાર કર્યું છે કે ઈંડુ ચાહે ફલીત થયેલ હોય કે ન હોય, તો પણ તે ક્યારેય નિર્જીવ હોતું નથી.
- સુબોધી સતીશ મસાલિયા
Page #16
--------------------------------------------------------------------------
________________
કિ કરી
હિંસા માટે અહિંસા અને હિંસાથી
અહિંસા સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના નિયમન હેઠળ મોટે ભાગે આજનું વિશ્વ “જીવો અને જીવવા દો’ સહઅસ્તિત્વનો અધિકાર’ અને ‘પરસ્પરનો આદર'ના સિદ્ધાંતના સ્વીકાર સાથે અસ્તિત્વમાં છે. આ વ્યવસ્થામાં જમીની વિસ્તાર દ્વારા સૌથી મોટો દેશ રશિયા છે તો સૌથી નાનો દેશ વેટીકન છે. વસ્તીની ગણત્રીએ સૌથી મોટો પ્રદેશ ચીન છે તો સૌથી નાનો પ્રદેશ વેટીકન છે. આમ છતાં રાજકીય અથવા સામાજિક ઊથલપાથલને કારણે ૧૯૯૦ પછી ૩૪ નવાં રાજયો અસ્તિત્વમાં આવ્યાં. આદર્શ રીતે કોઈ પણ દેશ, ધર્મ, જાતિ કે સમાજનો સભ્ય એમ કહેશે નહીં કે સ્વીકારશે નહીં કે હિંસા કરવી જોઇએ. વિશ્વના માનવનો સ્વભાવ કે
વર્તણૂક કુદરતી ધર્મ સમાન છે. અહિંસા સર્વમાન્ય વિક સિદ્ધાંત છે. દુનિયાના લગભગ દરેક ધર્મ, ધર્મગ્રંથો અને તે
ધર્માત્માઓએ એક અથવા બીજા સ્વરૂપે અહિંસાને પ્રાધાન્ય આપ્યું છે. જગતની તમામ પરંપરાએ પ્રેમ અને સ્નેહની વાત કરી છે.
સામાજિક સંદર્ભમાં હિંસા-અહિંસાનો ઉપર મુજબનો દૃષ્ટિકોણ જાણ્યા બાદ જૈન ધર્મમાં હિંસાઅહિંસાને શું છે તે જાણીએ. જૈન શાસ્ત્રમાં હિંસાને ચાર પ્રકારે વર્ગીકૃત કરવામાં આવી છે તે ૧. સંકલ્પી હિંસા - ઇરાદાપૂર્વકની દા.ત શિકાર, પ્રાણી બલિદાન, માંસાહારી ખોરાક, મનોરંજન અથવા સુશોભન માટે કે જેને દરેક વિચારશીલ વ્યક્તિ દ્વારા કોઈપણ મુશ્કેલી અથવા નુકસાન વિના ટાળી શકે; ૨. આરંભી કે પ્રહારંભી હિંસા - જે જરૂરી ઘરેલું કાર્યો, જેમ કે ખોરાકની તૈયારી, ઘર, શરીર, કપડાં અને અન્ય વસ્તુઓને સ્વચ્છ રાખવા, ઇમારતો, કૂવાઓ, બગીચાઓ અને અન્ય માળખાને જાળવી રાખવાની આવશ્યક
16
621
હરપળે સાવચેત અને સંવેદનશીલ રહેવું અને દૈનિક ' પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત લેવું આવશ્યક છે.
– બકુલ ગાંધી
R સ્થાનિક પ્રવૃત્તિઓ કરવા જતાં જે હિંસા થાય છે;
૩. ઉદ્યમી હિંસા - હિંસા એ ઈજા છે કે જે કોઈપણ અનુમતિશીલ વ્યવસાયની કામગીરી કરતાં અનિવાર્યપણે થાય છે-દા.ત. અસી, મસી, કૃષિ એટલે કે સૈનિક, લેખક, કૃષિ, ખેડૂત, વેપારી, શિલ્પી કારીગર, શિક્ષણ, તબીબી સારવારનો વ્યવસાય હાથ ધરતાં ૪. વિરોધી હિંસા (રક્ષણાત્મક હિંસા) - દેશની સુરક્ષા અથવા અન્યાય સામે, જયારે અન્ય બધા વિકલ્પો નિષ્ફળ જાય છે ત્યારે, લડવા માટે યુદ્ધ વગેરેથી થયેલી હિંસા.
ચાર શ્રેણીઓમાંથી સંકલ્પી હિંસા સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. હિંસાની અન્ય ત્રણ શ્રેણીઓ શ્રાવકો અથવા સાંસારિક લોકો માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી કારણ કે નિયમિત આવી સંસારી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રક્રિયામાં લઘુતમ હિંસા અનિવાર્યપણે થવી સ્વભાવિક
છે. જ્યારે આ અનિવાર્ય હિંસા શ્રાવક માટે સંપૂર્ણપણે | પ્રતિબંધિત નથી, પરંતુ તે ઓછામાં ઓછા સ્તરે રાખવા
અહિંસાઃ અનોખો ગાંધીવિચાર
માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસાના વિચારનો સિંહફાળો હતો તે તો હવે દુનિયા સ્વીકારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિને
અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો છે. એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.'
464
163L
Page #17
--------------------------------------------------------------------------
________________
કિ
ગાંધીજીની અહિંસા એ માત્ર વ્યક્તિગત આચરણનો મુદ્દો ન રહેતા તે સામૂહિક આચરણનો મુદ્દો પણ બની શકે તેમ છે. ગાંધીજી તો હિંસા અને અહિંસાના કંધમાં અહિંસા જ વિજયી બને તેવું દઢપણે માનતા અને અહિંસક રાજ્ય કે અહિંસક સમાજરચના તે તેમનું સ્વપ્ન હતું. જો “અહિંસાનો એક મૂલ્ય તરીકે વ્યક્તિગત જીવનમાં સ્વીકાર થાય તો તે રાષ્ટ્રીય મૂલ્ય પણ આપોઆપ બની શકે.
ગાંધીજીએ એમના અહિંસાના બળે તો ભારત વિભાજન વખતની કોમી આગને ઠારી હતી, નોઆખાલીમાં ગાંધીજીનું એક વ્યક્તિનું લશ્કર જે કરી શક્યું તે હજારોનું શસ્ત્રબદ્ધ સૈન્ય પણ ન કરી શક્યું, અહીં જ ગાંધીજીની અહિંસાની તાકાત દેખાઈ હતી.
– ચંદુભાઈ મહેરિયા
અહિંસક જીવનશૈલી જૈનો માંસાહારનો તો સ્વપ્નામાં પણ વિચાર ન કરે. મનુષ્યના નખ, દાંત, જડબા, જઠર એવા નથી, જેવા માંસાહારી પ્રાણીઓના હોય છે. માટે માંસાહાર ન કરવો જોઈએ. વિજ્ઞાનથી અણુબોંબ જેવા સાધનો બનાવવાથી હિંસા વધી છે. પરંતુ એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અનાજનું ઉત્પાદન વધારવાથી અનાજ સસ્તું થતા માંસાહાર ઘટી શકે છે.
આમ વિવિધ પ્રકારે જીવદયાનું પાલન કરે એ શ્રાવકવર્ગ શ્રેષ્ઠ છે. છતાંય શ્રાવકની અહિંસા સાધુની અપેક્ષાએ ખૂબજ ઓછી છે. સાધુજી ૨૦વસા દયા પાળે છે જ્યારે શ્રાવક સવા વસો જ દયા પાળે છે. એવું પ્રાચીન ગ્રંથોમાં કહ્યું છે. (વસા ઇં ત્યાગ. ૨૦ભાગની સામે સવા ભાગ)
जीवा सुहुमाथू, संकप्पा आरम्भा भवे दुविहा । सावराहा निरवराहा सविखा चेव निरविखा ॥
[66]
65
બંને હિંસાનો ત્યાગ છે પણ શ્રાવક નિરપેક્ષ હિંસાનો | તો ત્યાગ હોય પણ સાપેક્ષ એટલે કારણવશાત્ હિંસા સર્વથા ત્યાગી શકતા નથી માટે અઢીમાંથી સવા વસા જતા રહ્યા અને બચ્યા સવા વસા. માટે શ્રાવક સવા વસા જ દયા પાળી શકે છે. એટલી જીવદયા પાળે તો પણ એનું જીવન ઉત્કૃષ્ટ બને છે અને મોક્ષગામી બને છે.
- ડૉ. પાર્વતીબેન નેણશી ખીરાણી
' અર્થાત્ (૧) સૂક્ષ્મ જીવ (૨) સ્થૂળ જીવ (૩) સંકલ્પ (૪) આરંભ (૫) સાપરાધ (૬) નિરપરાધ (૭) સાપેક્ષ અને નિરપેક્ષ હિંસા એ આઠ પ્રકારની હિંસા છે. શ્રાવક આમાંથી ૨, ૩, ૬, ૮ ચાર પ્રકારની હિંસાનો ત્યાગ કરી શકે છે. બાકીની ચારનો નહિ. એના પર વિચારણા કરતા ખ્યાલ આવે છે કે સાધુજી ત્રણ સ્થાવર બંનેની દયા પાળે છે. શ્રાવકથી સ્થાવરની દયા પાળવી દુષ્કર હોવાથી ૨૦ વસામાંથી ૧૦ વસા ઓછા થઈ ગયા. સાધુજીને સંકલ્પ અને આરંભ બંને પ્રકારની હિંસાનો ત્યાગ હોય છે. શ્રાવક સંકલ્પથી તો ત્રસ જીવની હિંસાનો ત્યાગી હોય પરંતુ આરંભી હિંસા થઈ જાય છે માટે ૧૦માંથી ૫ વસા ઓછા થઈ ગયા. સાધુ તો સઅપરાધી-નિરપરાધી હિંસાનો ત્યાગ હોય છે જયારે શ્રાવકને નિરપરાધીને હણવાનો ત્યાગ હોય છે પણ પોતાની રક્ષા આદિ માટે સપરાધીની હિંસા કરે છે માટે ૫ માંથી અઢી વસા રહ્યા. અને સાધુને સાપેક્ષ નિરપેક્ષ
Scrutinize yourself comprehensively through Ahimsa (Non-violence)
I am certain, living in this worldly life, dealing with so many living beings, following this path of nonviolence would be demanding but it is not impossible.
67
168
Page #18
--------------------------------------------------------------------------
________________ Nothing is higher than Mount Meru, Nothing more expensive than the sky, Know this for certain, No religion is higher than ahimsa. - Bhakta-pari For survival on this universal world, causing some pain to others being is bound to ensue, but it can be minimized as far as possible. Although, it is certainly not at all difficult to practice ahimsa towards yourself. This manner of nonviolent life is not significant just spiritually but it is favorable for your well being, keeping you healthy physically as well as mentally. Make your passion towards nonviolence, as the purpose for others. सव्वाओ वि नईओ, कमेण जह सायरंमि निवडंति / तह मगवई अहिंसा, सव्वे धम्मा संमिल्लंति / As all rivers after the other Merge their self in the ocean So merge all religions Into divine ahimsa. - Sambodha Sittari, 16 - Prachi Dhanvant Shah જૈન દર્શનની દૃષ્ટિએ અહિંસા तुंगं न मंदराओ, आगासाओ विसालयं नत्थि / जह तह जयम्मि जाणसु, धम्ममहिंसा समं नत्थि / / एसा सा मगवती अहिंसा, जा सा भीयाणं सरणं, पक्खीणं पिव गयणं, तिसियाणं पिव 60 -70 सलिलं, खुहियाणं पिव असणं, समुद्दमज्जे व पोतवहणं, चउप्पयाणं व आसमपयं, दुहत्थियाणं व ओसहिबलं, अडवीमज्ञ व सत्थगमणं, एत्तो विसिद्वतरिया अहिंसा, तस-थावरसव्वमूय - खेमंकरी // (प्रश्न व्याकरण) सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा, सव्वेसिं जीवियं पियं // नाहवाएज्ज किंचण // To all living beings life is dear, Pleasure favourable, pain detestable, Slaughter is painful, while life is pleasant, All desire to live, as life is dear to all. "Killeth not any living being." Such is diving ahimsa, A refuge to terror-stricken brids i the sky, Water to the thirsty, food to the hungry, A ship on the wide sea, Apan to the animals, Adrug to the (ailing.) A companion in a forest, Like these, uppermost is ahimsa, Beneficial to all living being, moving or immobile. - Prasna Vyakarana ___- Acaranga, 1.2.3-4. - प्रवत मुनिश्री भृगेन्द्र विश्य भ. -71 __72