________________
કિ
ગાંધીજીની અહિંસા એ માત્ર વ્યક્તિગત આચરણનો મુદ્દો ન રહેતા તે સામૂહિક આચરણનો મુદ્દો પણ બની શકે તેમ છે. ગાંધીજી તો હિંસા અને અહિંસાના કંધમાં અહિંસા જ વિજયી બને તેવું દઢપણે માનતા અને અહિંસક રાજ્ય કે અહિંસક સમાજરચના તે તેમનું સ્વપ્ન હતું. જો “અહિંસાનો એક મૂલ્ય તરીકે વ્યક્તિગત જીવનમાં સ્વીકાર થાય તો તે રાષ્ટ્રીય મૂલ્ય પણ આપોઆપ બની શકે.
ગાંધીજીએ એમના અહિંસાના બળે તો ભારત વિભાજન વખતની કોમી આગને ઠારી હતી, નોઆખાલીમાં ગાંધીજીનું એક વ્યક્તિનું લશ્કર જે કરી શક્યું તે હજારોનું શસ્ત્રબદ્ધ સૈન્ય પણ ન કરી શક્યું, અહીં જ ગાંધીજીની અહિંસાની તાકાત દેખાઈ હતી.
– ચંદુભાઈ મહેરિયા
અહિંસક જીવનશૈલી જૈનો માંસાહારનો તો સ્વપ્નામાં પણ વિચાર ન કરે. મનુષ્યના નખ, દાંત, જડબા, જઠર એવા નથી, જેવા માંસાહારી પ્રાણીઓના હોય છે. માટે માંસાહાર ન કરવો જોઈએ. વિજ્ઞાનથી અણુબોંબ જેવા સાધનો બનાવવાથી હિંસા વધી છે. પરંતુ એ જ વિજ્ઞાનનો ઉપયોગ કરીને અનાજનું ઉત્પાદન વધારવાથી અનાજ સસ્તું થતા માંસાહાર ઘટી શકે છે.
આમ વિવિધ પ્રકારે જીવદયાનું પાલન કરે એ શ્રાવકવર્ગ શ્રેષ્ઠ છે. છતાંય શ્રાવકની અહિંસા સાધુની અપેક્ષાએ ખૂબજ ઓછી છે. સાધુજી ૨૦વસા દયા પાળે છે જ્યારે શ્રાવક સવા વસો જ દયા પાળે છે. એવું પ્રાચીન ગ્રંથોમાં કહ્યું છે. (વસા ઇં ત્યાગ. ૨૦ભાગની સામે સવા ભાગ)
जीवा सुहुमाथू, संकप्पा आरम्भा भवे दुविहा । सावराहा निरवराहा सविखा चेव निरविखा ॥
[66]
65
બંને હિંસાનો ત્યાગ છે પણ શ્રાવક નિરપેક્ષ હિંસાનો | તો ત્યાગ હોય પણ સાપેક્ષ એટલે કારણવશાત્ હિંસા સર્વથા ત્યાગી શકતા નથી માટે અઢીમાંથી સવા વસા જતા રહ્યા અને બચ્યા સવા વસા. માટે શ્રાવક સવા વસા જ દયા પાળી શકે છે. એટલી જીવદયા પાળે તો પણ એનું જીવન ઉત્કૃષ્ટ બને છે અને મોક્ષગામી બને છે.
- ડૉ. પાર્વતીબેન નેણશી ખીરાણી
' અર્થાત્ (૧) સૂક્ષ્મ જીવ (૨) સ્થૂળ જીવ (૩) સંકલ્પ (૪) આરંભ (૫) સાપરાધ (૬) નિરપરાધ (૭) સાપેક્ષ અને નિરપેક્ષ હિંસા એ આઠ પ્રકારની હિંસા છે. શ્રાવક આમાંથી ૨, ૩, ૬, ૮ ચાર પ્રકારની હિંસાનો ત્યાગ કરી શકે છે. બાકીની ચારનો નહિ. એના પર વિચારણા કરતા ખ્યાલ આવે છે કે સાધુજી ત્રણ સ્થાવર બંનેની દયા પાળે છે. શ્રાવકથી સ્થાવરની દયા પાળવી દુષ્કર હોવાથી ૨૦ વસામાંથી ૧૦ વસા ઓછા થઈ ગયા. સાધુજીને સંકલ્પ અને આરંભ બંને પ્રકારની હિંસાનો ત્યાગ હોય છે. શ્રાવક સંકલ્પથી તો ત્રસ જીવની હિંસાનો ત્યાગી હોય પરંતુ આરંભી હિંસા થઈ જાય છે માટે ૧૦માંથી ૫ વસા ઓછા થઈ ગયા. સાધુ તો સઅપરાધી-નિરપરાધી હિંસાનો ત્યાગ હોય છે જયારે શ્રાવકને નિરપરાધીને હણવાનો ત્યાગ હોય છે પણ પોતાની રક્ષા આદિ માટે સપરાધીની હિંસા કરે છે માટે ૫ માંથી અઢી વસા રહ્યા. અને સાધુને સાપેક્ષ નિરપેક્ષ
Scrutinize yourself comprehensively through Ahimsa (Non-violence)
I am certain, living in this worldly life, dealing with so many living beings, following this path of nonviolence would be demanding but it is not impossible.
67
168