SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ૨. ૩. ૪. આવશે! જરૂર આવશે! તે માટે શું કરી શકાય? કરીશ. વિશ્વભરના લોકો વ્યાપક પ્રમાણમાં સમજે કે હિંસા નહિ, અહિંસા જ સાચો ઉપાય છે. પ્રજા શાણા, સમજદાર અને શ્રધા લોકોને નેતા તરીકે પસંદ કરે. યુ.નો. અને તેવી વૈશ્વિક સંસ્થાઓ વધુ કાર્યક્ષમ અને વધુ સમર્થ બને. ‘જય હિંદ’ને સ્થાને ‘જય જગત' આવે અને આ પ્રમાણે પ્રત્યેક દેશમાં બને! 37 – ભાણદેવજી ઈસ્લામ વિશ્વમાં ખાસ્સો પ્રસિદ્ધ અને પ્રચલિત મહલ છે. તેના પ્રચાર-પ્રસારનો આરંભ કરનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નું જીવન સાદગી, નમ્રતા અને ઈબાદતનું ઉત્તમ દેષ્ટાંત છે, પોતાના સમગ્ર જવન દરમ્યાન તેમણે ક્યારેય ઈસ્લામના પ્રચાર માટે બળનો ઉપયોગ કર્યો નથી. કુરાને શરીફમાં આ અંગે સ્પષ્ટ આદેશ છે કે, ‘લા ઈકરા ફિદ્દિન’ અર્થાત્ ધર્મની બાબતમાં ક્યારેય બળજબરી ન એકવાર એક વ્યક્તિ મહંમદસાહેબ (સ.અ.વ.) પાસે આવ્યો. તેના હાથમાં એક પક્ષી અને તેના બે-ત્રણ બચ્ચાઓ હતા. મહંમદસાહેબ (સ.અ.વ.) સામે તે ધરતા બોલ્યો, જંગલમાંથી આવતો હતો ત્યારે મેં આ બચ્ચાઓને માળામાં ચીંચી કરતા સાંભળ્યા. એટલે ઝાડ પર ચડી 39 ઇસ્લામ અને અહિંસા કુરાને શરીફની આ પ્રથમ સૂરા ‘અલ ફાતેહા’ પરમકૃપાળુ અલ્લાહને સમર્પિત છે, સદ્કાર્યોને પામવાની પ્રાર્થના છે. તેમાં ક્યાંય હિંસાને સ્થાન નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસાનો નિર્દેશ સુધ્ધાં નથી. ગાંધીજીએ ઇસ્લામનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું છે : ‘ઈસ્લામનો અર્થ શાંતિ છે. એ શાંતિ મુસલમાનોની જ નથી, પણ સૌ કોમ અને વિશ્વશાંતિની છે.' ઈસ્લામની આવી વિશ્વવ્યાપી શાંતિની સ્થાપના માટે જરૂરી છે અહિંસા. અહિંસાના આચરણ માટે ઈસ્લામના પાયાના સિદ્ધાંતોને સમજવા પડે, પામવા પડે. ઈસ્લામના પાયાના પાંચ સિદ્ધાંતોની વિશિષ્ટતા એ છે કે તેમાં ક્યાંય હિંસાનો ઉલ્લેખ સુધ્ધાં નથી પણ મન, વચન અને કર્મની અહિંસાને પામવા આ પાંચે સિદ્ધાંતો અનિવાર્ય છે. 38 તેને પકડી લીધા. ત્યાં જ તેની મા આવી, તેને પણ મેં પકડી લીધી. આપને માટે તે લાવ્યો છું.' મહંમદસાહેબ (સ.અ.વ.) ભયભીત બચ્ચાંઓ અને તેની માને જોઈ દુઃખી થયા અને જરા કડક સ્વરમાં ફરમાવ્યું, હમણાં ને હમણાં જઈને બચ્ચાં અને તેની માને તેના માળામાં પાછા મૂકી આવ.' એકવાર એક વ્યક્તિ આવી જ રીતે પંખીના માળામાંથી ઈંડા લઈને આવ્યો, અને મહંમદસાહેબને ભેટ આપ્યા ત્યારે પણ મહંમદ સાહેબ (સ.અ.વ.) ફરમાવ્યું હતું, ‘ઈંડા સુરત માળામાં પાછા મૂકી આવ.' મહંમદસાહેબ (સ.અ.વ.)ને ડુંગળી અને લસણ પ્રત્યે પણ અણગમો હતો. ડુંગળી-લસણ નાખેલો ખોરાક તેઓ આરોગતા નહિ. તેમની આજ્ઞા હતી કે મસ્જિદમાં ખુદાની ઈબાદત માટે ડુંગળી-લસણ ખાઈને કોઈએ 40
SR No.034716
Book TitleAstittvani Adharshila Ahimsa
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2019
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy