________________
નથી. આ અહિંસા છે. લશ્કર છે એણે જરૂર પડ્યે ગોળી તો ચલાવવાની જ છે પણ જ્યાં અને જેના પર ચલાવવાની છે ત્યાં જ. સ્વબચાવ, રાષ્ટ્રરક્ષા ખાતર કરવી પડતી હિંસા અને પોતાનું સામ્રાજ્ય વધારવા, વિસ્તાર વધારવા થતી હિંસા વચ્ચે ફેર. વર્ચસ્વ સ્થાપવા, ધર્મ કે પરંપરાનું આક્રમણ એ હિંસા છે અને ભારતે એ ક્યારેય કર્યું નથી. એટલે આપણે કહી શકીએ કે અમારું લશ્કર પ્રતિકાર કરે; હિંસા ન આચરે.
- જ્વલંત છાયા
જ નંદનવન બની જાય.
આજે દેશના મોટાભાગના રાજ્યોમાં ગાયની કતલ પર પ્રતિબંધ છે પરંતુ ભેંશની કતલ કરી શકાય છે. ગાયને માતા કહેવી પરંતુ ભેંશ પણ માતા છે તે સ્વીકારવું નથી. કોઈ કહેવાતી ધાર્મિક માન્યતાને સાચવી લેવી અને તેની પાછળ મોટા પાયે જીવહિંસા થવા દેવી આ રાજકારણનો એક પ્રપંચ છે.
આજના સમયનો સુધરેલ અને ભણેલ માણસ હવે ‘પશુઓ દ્વારા થતી ખેતી' ને બદલે ‘પશુઓની ખેતી’ (animal farming) કરે છે. કરોડોની સંખ્યામાં પ્રાણીઓને બિનકુદરતી રીતે જન્મ અપાવવો, તેનો ઉછેર કરવો અને માંસ માટે તેને મારવા તે પર્યાવરણનો બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. વિશ્વમાં વાહન વ્યવહારમાંથી જે પ્રદૂષણ થાય છે તેના કરતા પ્રાણીઓ દ્વારા થતું પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. વિશ્વના વિકસિત દેશો માંસાહાર ઓછો થાય તે માટે કોશિશ કરી રહ્યા છે.
આજના સમયમાં અહિંસક જીવનશૈલી
અહિંસા શબ્દનો અર્થ ખૂબ સરળ છે. દરેક મનુષ્ય એમ વિચારે કે દુનિયામાં મારા સિવાય બીજા મનુષ્યો અને બીજા જીવો છે. એ દરેકને પણ જીવન વ્હાલું છે. તેમને પણ દુખ ગમતું નથી. આપણે આ વિચાર મનમાં * રાખીને આપણે દરેક કાર્ય કરીએ તો દરેકનું જીવન છે.
133
34
આ અહિંસાનગરી માં એક જ ધર્મ હોય-અહિંસા. કોઈ ઝઘડા મારામારી-શાસ્ત્રો-ત્રાસવાદ ન હોય. પશુઓ સ્વતંત્ર હોય. તેમનો કોઈ માલિક ન હોય. દરેક મનુષ્ય અને પ્રાણી પૂર્ણ આયુષ્ય અને સારું સ્વાચ્ય પામે. કોઈનું અકાળ મૃત્યુ ન થાય. જ્યાં કોઈ પણ જીવને ભૂખગરીબી-લાચારી ન સતાવે. બધા મનુષ્યો ધનવાન ન હોય પરંતુ સમૃદ્ધ જરૂર હોય. મનુષ્ય મર્યાદામાં રહે તેથી કુદરત પણ મહેરબાન હોય. કોઈ જીવ ને કોઈ ફરિયાદ નથી. કોઈ ડરાવતું નથી. નથી કોઈ ડરતું. હાર-જીત નથી. આ નગરી વિષે ઘણું બધું લખી શકાય પરંતુ શબ્દોની મર્યાદા છે. મૌનની તાકાત અસીમ છે. આપ આ સ્વપ્નનગરી વિષે જેટલું વધારે વિચારશો તેટલું અહિંસાનું અમૃત વધારે પામશો.
કહેવાય છે કે... સ્વપ્નો સાચા પડે છે. હા..જરૂરથી સાચા પડે.. જો તે શુભ હોય..આપણે તેને સતત જોતા રહીએ. તેનું ધ્યાન ધરીએ. તેને સાકાર કરવાના પ્રયત્ન
કરીએ. કોણ કરશે? કેવી રીતે કરશે? તેવું વિચારવાને બદલે આપણે દરેક આપણી ક્ષમતા મુજબ કરીએ તો સમગ્ર વિશ્વ અહિંસાનગરી બની જાય અને એક દિવસ શાશ્વત સુખનો સોહામણો સૂરજ આપણા દરેકના આંગણે ઊગે.
દરેક જીવ અહિંસાના શાશ્વત સુખને પામે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. અહિંસા પરમો ધર્મ.
– અતુલ દોશી
વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અહિંસા
હવે પ્રશ્ન છે કે વૈશ્વિક ભૂમિકાએ અહિંસાનો પ્રયોગ કરવાનો સમય કદી નહિ આવે? રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની સમસ્યાઓનું નિરાકરણ અહિંસા દ્વારા જ થાય તેવો સમય કદી નહિ આવે?
_35
_
436