________________
કેટલીક સામગ્રી પસંદ કરી અને તે સામગ્રીને નાની જ આવૃત્તિરૂપે મુદ્રિત કરવાનું ઠેરવ્યું. તેમની પાછળનો ઉદેશ્ય મને એ સમજાયો કે આજે લાંબુ ન વાંચવા ટેવાયેલો સમાજ આ વિચારના સારતત્ત્વને પામે અને પોતાના જીવનમાં ગંભીરતાથી આ અંગે વિચારે. ચયન કરવાની પ્રક્રિયા વધુ પડકારનારી હોય છે; કારણ શું છોડવું તે જ પસંદગી મુશ્કેલ છે, પરંતુ સંસારના સૌથી આકર્ષક મોહક પ્રદેશને ત્યાગનાર સાધુ-ભગવંતના હાથે જ્યારે કશું પસંદ પમાય ત્યારે તેનું મૂલ્ય અદકેરું વધી જાય છે. આ પસંદગી માનવ માત્ર માટે પથપ્રેરક બને છે. “પ્રબુદ્ધ જીવન'ના “અહિંસા વિશેષાંક'ના સંપાદક સોનલબેન પરીખ અને સેજલ શાહ ગુરુદેવના ઋણી છીએ અને ભવિષ્યમાં અમને વધુ માર્ગદર્શન મળતું રહેશે, એવી વિનંતી કરીએ અને આપણને આવા વધુ વિષયો તરફનો ઉઘાડ મળતો રહેશે તેવી અપેક્ષા છે. પૂજ્યશ્રીના શિષ્ય
મુનિ શ્રી યશશશ વિજયજી મહારાજ સાહેબ આ લઘુ છેઆવૃત્તિ અંગે નિયમિત વાત કરતા અને માર્ગદર્શન
આ આપી આખી રૂપરેખા સમજાવતા, એમના નિયમિત
અને શિસ્તબદ્ધ આયોજનને કારણે આ આવૃત્તિ શક્ય બની. ‘અહિંસા' વિષયમાં ગુરુદેવના વિશેષ રસનું કારણ જનસમુદાયનું હિત છે. ધર્મનો મહત્ત્વનો પાયો અને સૂક્ષ્મ વિચારણા સાથે જોડાયેલો છે અને આજે તેની આવશ્યકતા છે. સ્થળથી સૂક્ષ્મ તરફ જવાનો સમય. ચોમાસાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે આજે આ શક્ય બન્યું અને આ કાર્ય સાથે જોડાયેલા સર્વ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. ઈશ્વર વધુને વધુ કાર્ય કરવાની શક્તિ આપે, યોગ્ય વિચારણા આપે, તેથી વધુ શું ઇચ્છીએ ! “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'નું માધ્યમ “પ્રબુદ્ધ જીવન” વધુ કાર્ય કરતું રહે, એ અપેક્ષા અસ્થાને નથી જ.
વંદનીય ગુરુદેવે આ લઘુ આવૃત્તિરૂપે વિશાળ ક્ષિતિજ તરફ સહુનું ધ્યાન ખેંચ્યું છે, હવે જાત-ઉગારની જવાબદારી તો પોતપોતાની જ ને !!
- સેજલ શાહ
117)
ન હતી
મનુષ્ય જાતિ માટે, આજના વિશ્વ માટે એક નવી હકારાત્મક દિશા છે.
- ડૉ. સેજલ શાહ
અહિંસા મનુષ્ય જાતિ માટે નૂતન દિશા છે.
અહિંસા, ઉપયોગની વૃત્તિ પણ અંકુશ લાદે છે. સ્વહિતાર્થે કરતાં પ્રત્યેક કૃત્યને વિસ્તારી સહુહિતાર્થે કરવાની વૃત્તિ એ અહિંસા છે. જે કૃત્યમાં અન્ય જીવને હાનિ થાય છે, એ બધા જ કાર્યોને રોકવાના છે. જીવ માત્ર એટલે આ પૃથ્વીના નરી આંખે ન દેખાતા જીવને પણ પોતાના જીવવાના અધિકારથી વંચિત ન રાખવાની વૃત્તિ છે. એક તરફ જે બાહ્યરૂપમાં દેખાય તે હિંસા અને અન્ય, જે દેખાતી નથી પણ વર્તન દ્વારા, ક્રિયા દ્વારા બુદ્ધિના પ્રયોગ દ્વારા પોતાની સત્તાને સ્થાપિત કરતી હિંસા- આ બંનેથી મુક્તિની વાત છે. આચાર અને વિચારના ભેદને હવે ઓળંગીને પોતાના મનુષ્યત્વને નીખારવાની વાત છે. અહિંસા એ પસંદગી છે. પોતાના વર્તન અને વિચારની. આ કોઈ પારિતોષિક નથી પણ આવશ્યકતા છે.
એકવાર રોનાલ્ટે કહ્યું હતું કે અહિંસાની શોધ આ કરનાર નેપોલિયન કરતાં પણ મહાન હશે. અહિંસા એ છે
આપણી પાસે બે જ વિકલ્પ છે
- અહિંસા અને સર્વનાશ
ગાંધીજી અહિંસાની વાત લાવ્યા ત્યારે કોઇએ પૂછ્યું હતું, “અહિંસા એક કારગત ઉપાય છે એમ તમે કહો છો?” ત્યારે ગાંધીજીએ કહ્યું કે “ના, અહિંસા જ એકમાત્ર કારગત ઉપાય છે એમ હું કહું છું.”
આજે એકવીસમી સદીમાં અહિંસા કેટલી પ્રસ્તુત છે? આ સવાલ પણ વારંવાર પુછાય છે. જવાબ એક જ છે, આજે એકવીસમી સદીમાં અહિંસા જેટલી પ્રસ્તુત છે તેટલી પહેલા ક્યારેય ન હતી. આજનું જીવન
19E
120