________________
| અંગ્રેજ શાસન હતું અને રંગભેદનું ખૂબ જોર હતું.
યુનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ દ્વારા ભેદભાવ સામે વ્યાપક બહિષ્કાર થયા. આ આંદોલનમાં થોડા શ્વેત લોકો પણ જોડાયા હતા. સરકારે કટોકટી જાહેર કરી દમનનો કોરડો વીંઝુયો. ત્રીસ હજાર માણસો જેલમાં પુરાયા. લોકોએ પૉર્ટ એલિઝાબેથ વગેરે સ્થળે બહિષ્કાર ચાલુ જ રાખ્યો. મેયર સાથે વાર્તાલાપ થયો. લોકોએ ‘જાહેર સવલતોમાં ભેદભાવ ન જ જોઇએ’ની માગણી ચાલુ રાખી. સરકારને બદલવાની ફરજ પડી. નેલ્સન મંડેલાને જેલમાંથી છોડવામાં આવ્યાં. પહેલીવાર ઇક્વલ રાઇટ્સ ફૉર ઑલ ઇન સાઉથ આફ્રિકાના નારા સાથે મુક્ત ચૂંટણી થઇ. ૧૯૯૩માં મંડેલાને નોબેલ શાંતિ ઇનામ મળ્યું. તેમણે કહ્યું કે આવું અહિંસક લડતમાં જ શક્ય છે કે શાસકને લાગે કે હવે શાસન કરવું શક્ય નથી.
ફિલ્મનું નેરેશન ‘ગાંધી’ ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા કરનાર બેન કિંગ્સલેએ કર્યું છે. તેઓ
કહેતા કે ગાંધીની ભૂમિકા કર્યા પછી હું આખો બદલાઇ ગયો છું. ૨૦૦૬માં ફિલ્મ, શ્રેણી ને પુસ્તક પાછળ રહેલી ટીમે બ્રેક-વે ગેમ્સ દ્વારા નૉનવાયોલન્ટ વીડિયો ગેમ્સ ડેવલપ કરી હતી. તેમાં સંઘર્ષનો અહિંસક પદ્ધતિથી કેવી રીતે સામનો કરવો તે શીખવાતું. આ એક સ્ટ્રેટેજી ગેમ હતી. વારાફરતી રમી શકાતી. થોડા પ્રિબિલ્ટ સિનારિયો હોય, રમનારા પણ પોતાના સિનારિયો ક્રિએટ કરી શકે.
– સોનલ પરીખ
અહિંસા ચાહે છે અદ્વૈત આજના હિંસા, આતંક અને અસુરક્ષિતતા સમયમાં વિશ્વના સુરક્ષા-નિષ્ણાત બ્રિયાન માઈકલ જેકિન્સ એમ કહે કે આતંકવાદ એ એક ‘થિયેટર’ જેવું
છે, જેમાં દરેક આતંકવાદી એના વિકૃત ‘પર્ફોમન્સથી કે લોકોની હત્યા કરવા ચાહતો નથી, પરંતુ વધારે વધારે છે
[26
છે.
આ
વ્યાપક જનસમૂહ સુધી પોતાની ક્રૂરતા પહોંચાડવા નો માગે છે.
આતંકવાદની આ મહેચ્છા પર કુઠારાઘાત કર્યો હોય તો એ ન્યુઝીલેન્ડની જસિંડા ઓર્ડર્ન. સાડત્રીસ વર્ષની વિશ્વની સૌથી નાની વયની પ્રધાનમંત્રી જસિંડાએ પોતાના દેશ પર થયેલા આતંકી હુમલાની પરિસ્થિતિને એવો ઉકેલ આપ્યો કે જગતને ગાંધીજીના એ શબ્દો સમજાયા કે “થાકેલી દુનિયાની મુક્તિ હિંસામાં નહીં, પણ અહિંસામાં રહેલી છે.”
- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
અસહાય, દલિત-પીડિત પ્રજાને પોતાના પર થતા અન્યાયો, જુલમો અને અત્યાચારો માટે શસ્ત્રસજ્જ સત્તા સામે લડવાનું અને ન્યાય મેળવવાનું અહિંસક પ્રતિકારનું શસ્ત્ર ગાંધીજીએ આપ્યું. ઈ.સ.૧૮૪૦થી દક્ષિણ આફ્રિકામાં પ્રચલિત ગિરમીટની પ્રથાનો ૧૮૯૪માં ગાંધીજીએ પ્રથમ વાર વિરોધ કર્યો. તેવીસ વર્ષના અવિરત પ્રયત્ન પછી ૧૯૧૭ના જુલાઈમાં વાઈસરોયે માનવતાના અપમાન સમી આ પ્રથાનો અંત આણ્યો.
હકીકતમાં ગાંધીજીની અહિંસા એ કોઈ ભાવના નથી, પરંતુ ગુણોની તાલીમ છે. જેનામાં અનેક ભાવનાઓનું સંગમતીર્થ સધાય એ જ અહિંસાપાલક થઈ શકે, કારણ કે એમની અહિંસા માત્ર માનવ કે પશુ પ્રત્યે સીમિત નથી, પરંતુ એમાં ઉચ્ચ કોટિની ત્યાગવૃત્તિ, ન્યાયી વર્તન, આત્માનું ભાન, દેહપીડા સહન કરવાની શક્તિ જેવા આંતરિક ગુણની આવશ્યકતા રહે છે. તેઓ
અહિંસક બળવાની મહત્ત્વાકાંક્ષા
મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ અથવા અહિંસક પ્રતિકારના સિદ્ધાંતનો પ્રયોગ દક્ષિણ આફ્રિકાની ધરતી પર કર્યો અને એને સફળતા પણ સાંપડી. નિઃશસ્ત્ર,
1275
128E