________________
બીજી એક શાસ્ત્રીય વાત છે. કોઈ પણ જીવની હત્યા કરવી તે પાપ છે, તેમ આત્મહત્યા કરવી તે પણ એવું જ પાપ છે. આર્થિક પ્રશ્નો, મનના આવેશો અને માનસિક પ્રશ્નોના કારણે આત્મહત્યાના પ્રમાણો વધતાં જાય છે. તેને તાત્કાલિક રોકવા પગલાં લેવા જોઈએ.
આમ આ ચાર વિભાગ અહિંસાના છે. આ અંગે વિશેષ ચિંતન ચલાવવું જરૂરી છે, છતાં ઉપમા વર્ષના પ્રસંગે આ ચિંતનને આયોજનના રૂપમાં પિરવર્તિત કરવાનો પ્રયાસ કરવાનું મન થયું છે. પરમાત્માની કૃપા વાત્સલ્યવર્ષિણી માતા પદ્માવતીની સહાય મળે અને સહુને આવા મંગલ કાર્ય માટે સફળતા પ્રદાન કરે.
આખી દુનિયાને અહિંસાની ગતિવિધિ બતાવનાર મહાત્મા ગાંધીજીની ૧૫૦મા વર્ષની ઉજવણીનો પ્રવાહ ચાલી રહ્યો હતો અને મારા આ ૭૫મા ‘અહિંસા અમૃત વર્ષ'નું આયોજન થયું, તેથી મનમાં ઉત્સાહની અભિવૃદ્ધિ થઈ છે.
9
ઉધ્ધરણ કર્યું... પણ વ્યસ્તતાના કારણે સમય ખુબ લાગ્યો. મુનિ યજ્ઞેશયશ વિ.ની પ્રેરણા મને વારંવાર ઝબકાવી દેતી હતી.
મને વિશ્વાસ છે કે રોજલબેનને અને પ્રબુદ્ધ જીવન'ના સૂત્રધારોને આ ઉપક્રમે ગમશે. હું સહુના પ્રત્યે કૃતજ્ઞ છું. ‘પ્રબુદ્ધ જીવન'ના 'અહિંસાવિશેષાંક'ની લઘુ આવૃત્તિ સહુને ગમશે. સહુના મનમાં ઉતરશે અને આપણે સહુ અહિંસાના આચારોથી વિશ્વને રળિયામણું બનાવવા સહિયારો પ્રયત્ન કરીશું. પ્રાંતે વીતરાગની આજ્ઞાથી કંઈ પણ વિરુદ્ધ લખાય ગયું હોય તો મિચ્છામિ 55554.
આચાર્યશ્રી રાજયશસૂરિ મ.સા.
C/o. જિતુભાઈ શાહ
૨૪/૨૮૪, રઘુકુળ ઍપાર્ટમૅન્ટ, પટેલ ડેરીની પાસે, સોલા રોડ, અમદાવાદ-૩૮૦૦૬૩.
11
આ બધી યોજનાઓની વિચારણા ચાલતી હતી ત્યાં જ સાહિત્યપ્રેમી મુનિ યર્શશયશવિજયજીએ પ્રબુદ્ધ જીવન'નો ‘અહિંસા વિશેષાંક' મારા હાથમાં મૂક્યો. મારી ભાવનાને જ સાકાર કરતો એવો એક ઘર પડ્યો હતો. મારા શરીરમાં એક સુખદ કંપનની લહેર ફરી વળી. માત્ર ‘હું’ જ નહીં પણ ‘સહુ’ અહિંસા માટે વિચારે છે એ અનુભૂતિથી આત્મસંતોષ થયો.
આ અંકના તંત્રી સેજલબેનને ધન્યવાદ આપવાનું મન થયું. એમની સાથે વાત કરતાં મને એક મમતાળુવિનયી અને પ્રબુદ્ધ વ્યક્તિના દર્શન થયાં. જો કે વાત માત્ર એક જ વખત થઈ છે. પ્રત્યક્ષ મુલાકાત તો થઈ પણ નથી, પણ એક વિચારનું વિશ્રામસ્થાન હોય એવું મેં અનુભવ્યું. ત્યાર પછી અને ક પ્રકારની વ્યસ્તતા વચ્ચે પણ લગભગ મેં આખોય અંક વાંચી લીધો છે. અનેક મહાનુભાવોના અહિંસા માટે વ્યક્ત થયેલા વિચારોએ મને ભીંજવી
દીધો, મને થયું કે આ ‘અહિંસા વિશેષાંક’માંથી કંઈક
10
પ્રસ્તાવના
જૈન ધર્મની પાયાની કેટલીક ગૌરવવંતી વિચારણાની વાત આવે ત્યારે ‘અહિંસા-વિચાર’તરત જ યાદ આવે. આ વિચાર માત્ર કેટલાક સંદર્ભો પૂરતો નથી, પણ નાનામાં નાના જીવ સુધીનો વિચાર અને તેનો સ્વીકાર કરાયો છે. એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય જવ સુધીનો વિચાર કરાય છે, તેટલું જ નહીં પણ વૈચારિક રીતે, વ્યવહારમાં, સમજણમાં, વર્તનમાં પણ અહિંસા પ્રતિબિંબિત થવી જોઈએ, એ વાત પર ભાર મૂકાયો છે. એક રીતે જોઈએ તો અહિંસાને સામાજિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક દૃષ્ટિકોણથી તપાસીએ ત્યારે ખ્યાલ આવે કે જીવનના દરેક પાસા સાથે આ વિચાર જો જોડાય તો માનવીય પ્રેમ, હૂંફ અને સૌહાર્દપૂર્ણ સમાજ નિર્માણ થાય; જેમાં સર્વજનહિતાય અને મર્વે ભવન્તુ મુતિન, સર્વે સન્તુ નિરામયા: ।'ની સંકલ્પના સાકાર થાય. મર્યાદિત દૃષ્ટિકોણથી આ વિચારને શારીરિક હિંસા સુધી મર્યાદિત ન બનાવવો જોઈએ. જો જીવનના વલણનો ભાગ બને.
12