________________
-
તે જ
5 આવવું નહિ.
કુરાને શરીફમાં હજનામક સૂરાની પાંચમી રુકુની ત્રીજી આયતમાં સ્પષ્ટ કહ્યું છે,
“ખુદા સુધી તમે આપેલ કુરબાનીનો પ્રસાદ પહોંચતો નથી, તેની પાસે તો તમારી શ્રદ્ધા (ઈમાન) અને ભક્તિ (ઈબાદત) જ પહોંચે છે.'
એકવાર મહંમદસાહેબ (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું,
સૌથી મોટી જેહાદ કઈ?” આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
સૌથી મોટી જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ છે.”
ઈસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી મોટી જેહાદને “જેહાદ-એ-અકબરી' તરીકે ઓળખાવેલ છે.
આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામરકી નહિ. કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે, પણ જયાં
જ્યાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી. તેના સ્થાને કેતાલ’ શબ્દ વપરાયો છે. અરબીના શબ્દ “કેતાલનો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ. (૧૪)
જેહાદ શબ્દનો આવો આધ્યાત્મિક અર્થ જ્યારે સૌ પામશે ત્યારે જેહાદ શબ્દને નામે આતંકવાદીઓ દ્વારા થતી હિંસાને ઈસ્લામ સાથે જોડવાની પ્રથા અવશ્ય બંધ થશે.
- ડૉ. મહેબૂબ દેસાઈ
ખ્રિસ્તી ધર્મમાં અહિંસાનો સિદ્ધાંત
ઈસુએ અહિંસાનું પાલન પોતાના જીવનમાં કરી બતાવ્યું. તેમના વિરોધીઓએ જ્યારે તેમની ધરપકડ કરીને કેદ કર્યા એવામાં તેમના એક સાથીએ પોતાની
શક્તિ સંહારાત્મક રૂપવિલાસ
પશુથી માનવને જુદું કરનારું તત્ત્વ જ અહિંસા છે. જે સ્વ માટે પરને હણે તે પશુ, જે અન્યનો આદર કરીને જીવ રહે તે માનવ.
– નિસર્ગ આહીર
તલવાર કાઢી, વડા પુરોહિતના નોકર ઉપર ઘા કરી, તે તેનો કાન ઉડાવી દીધો. ત્યારે ઈસુએ તેને કહ્યું, “તારી તલવાર પાછી મ્યાન કરી દે. જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે.” (માથ્થી, ૨૬-૫૧-પર).
લીઓ ટોલ્સટોયે તેમના પુસ્તક “ધ કિંગડમ ઓફ ગોડ ઈઝ વિધિન યુ' (વૈકુંઠ તારા હૃદયમાં છે અનુ. ચિત્તરંજન મહેશભાઈ વોરા)માં ઈસુના અહિંસાના ઉપદેશને ... સમજાવ્યો છે. મેનોનાઈટસ, હર્નહટર્સ અને ક્વેકર્સ તરીકે ઓળખાતા કેટલાક સંપ્રદાયો છે જેઓ કદી ખ્રિસ્તીઓ માટે શસ્ત્રનો વપરાશ મંજૂર રાખતા નથી. તેઓ સૈન્યમાં નોકરી કે ફરજ સ્વીકારતા નથી. ક્વેકર્સના મતે અનિષ્ટનો સામનો હિંસા વડે નહિ કરવાના પ્રભુ ઈસુના આદેશનું પાલન કરવાનું એક ખ્રિસ્તીની ફરજમાં સમાયેલું છે.
– ડૉ. થોમસ પરમાર
ગાંધીજી અને અહિંસા સાંપ્રત સમયમાં
આપણે જેમને હિંસકતાનાં યંત્રો ગણીને હાથ ખંખેરી નાખીએ છીએ તે રાજનેતાઓ હોય કે પ્રસાર માધ્યમો, એ બધાનો દાવો તો એ જ છે કે લોકોને જે ગમે છે તે જ અમે કરીએ છીએ.” તેમનો દાવો સામૂહિક કે વ્યક્તિગત પ્રયાસથી ખોટો પાડવો, તેમના હિંસક પ્રયત્નો સાથે અસહકાર કરવો, એ પણ અહિંસાનો જ એક પ્રકાર છે.
– ઉર્વીશ કોઠારી
Nિ