Book Title: Astittvani Adharshila Ahimsa
Author(s): Rajyashsuri
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ | સ્પર્ધાત્મક છે, જટિલ છે. અહિંસાની સંસ્કૃતિ નહીં અપનાવીએ તો આપણે બચવા પામવાના નથી. અહિંસાની સંસ્કૃતિ એટલે પ્રેમની સંસ્કૃતિ. અહિંસાની સંસ્કૃતિ એટલે સ્વીકારની, સમભાવની, સદ્ભાવની સંસ્કૃતિ. એકવીસમી સદીના પહેલા દાયકાને એટલે કે ૨૦૦૧થી ૨૦૧૦ના દશકને યુએન દ્વારા વિશ્વનાં બાળકો માટે શાંતિ અને અહિંસાની સંસ્કૃતિને સમર્થન આપતો આંતરરાષ્ટ્રીય દાયકો’ ઘોષિત કરવામાં આવ્યો છે. આમાં ‘વિશ્વનાં બાળકો માટે’ શબ્દો મહત્ત્વના છે. જો વિશ્વનાં બાળકોને જિવાડવા હોય, તેમને માનવ બનાવી રાખવા હોય તો તેમને માટે શાંતિ અને અહિંસાની સંસ્કૃતિ સિવાય કોઈ વિકલ્પ નથી, એ સત્ય દરેક માનવી પોતાની અંદર સમજે જ છે. – સોનલ પરીખ અહિંસાની વિજયગાથા: “અ ફોર્સ મોર પાવરફૂલ અ ફૉર્સમોર પાવરફૂલ’ પુસ્તક ૨૦૦૦માં પ્રગટ થયું. તેના લેખકો છે પીટર અકરમન અને જૈક દ-વાલ. તેનાં પ્રકરણોમાં રશિયા, પોલેન્ડ, ભારત, રુર, ડેન્માર્ક, કૉપનહેગન, ચીલી, આર્જેન્ટિના, નૈસવિલે, દક્ષિણ આફિકા, મનીલા, ઇઝરાયેલ, પૂર્વ યુરોપ, મોંગોલિયા વગેરે સ્થળે થયેલી અહિંસક લડતોનાં આલેખન છે. જ્યાં જ્યાં આ લડતો થઇ તેના નકશા પણ આપવામાં આવ્યા છે. આ જ નામની શ્રેણીમાં ૮૪ મિનિટની બે કૉપેક્ટ ડિસ્કમાં અહિંસક લડતોના છ બનાવ આપવામાં આવ્યા છે. આ છે વીસમી સદીની “મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બટ લિસ્ટ અન્ડરસ્ટ્રડ’ વાતો, જેમાં અહિંસાની તાકાતે આપખુદ શાસન પર જીત મેળવી છે. આ ફિલ્મ આઉટસ્ટેન્ડિંગ હિસ્ટોરિકલ ફિલ્મ કેટેગરીમાં એમિ નૉમિનેટેડ રહી ચૂકી Iક છે અને અંગ્રેજી, અરેબિક, બર્મિઝ, ફેન્ચ, હિબ્રુ, . [22 ઇન્ડોનેશિયન, ઇટાલિયન, નેપાળી, પૉલિશ, રશિયન, સ્પેનિશ, વિયેતનામી અને ગુજરાતી ભાષામાં યુટ્યુબ પર ઉપલબ્ધ છે. તેને બનાવનાર છે સ્ટીવ યોર્ક. અમેરિકાના ટેનિસી સ્ટેટનું પાટનગર નૈસવિલે ૧૭૭૯માં સ્થપાયેલું. વીસમી સદીમાં તે આફ્રિકન અમેરિકનોનું મુખ્ય શહેર બન્યું હતું, પણ રંગભેદનું જોર પુષ્કળ હતું. ૧૯૫૮માં ત્યાં નંશવિલે ક્રિશ્ચન લીડરશિપ કાઉન્સિલ બની, તેણે આ પ્રશ્નો અહિંસક પદ્ધતિથી સામનો કરવાનું નક્કી કર્યું. તેના મુખ્ય નેતા જૅમ્સ લોસન ભારતમાં મિશનરી હતા અને ત્યાં અહિંસક અસહકાર શીખ્યા હતા. તેમની વર્કશૉપોએ લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. શ્યામ વિદ્યાર્થીઓ સતત ધાકમાં જીવતા. ડિપાર્ટમેન્ટલ સ્ટોરોમાં તેઓ ખાવાનું ખરીદી શકે, પણ લંચ કાઉન્ટર પર બેસીને ખાઇ ન શકે. કાઉન્સિલના સભ્યો ડિપાર્ટમેન્ટલ સ્ટોરોના માલિકોને મળ્યા અને આવો ભેદભાવ ન કરવા | વિનંતી કરી. સ્ટોરમાલિકો માન્યા નહીં એટલે તેમણે તે અહિંસક વિરોધ કરવાનું નક્કી કર્યું. શ્યામ વિદ્યાર્થીઓનાં નાનાં જૂથોએ એકસાથે દસ લંચ કાઉન્ટર પર બેસીને ખાવાનું શરૂ કર્યું. તેમને સૂચના હતી, “અપમાન ખમી લેજો, માર સહી લેજો , ઉશ્કેરાતા નહીં, પૂછે તો શાંતિથી સમજાવજો. તમારી સીટ છોડતા નહીં ને ઇસુ, ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગનો સંદેશો ભૂલતા નહીં કે પ્રેમ અને અહિંસા એ જ માર્ગ છે.” પોલીસ આવી ને ૧૫૦ વિદ્યાર્થીઓને પકડી જેલમાં પૂર્યા. સાંજે ૪000 શ્યામ લોકોનું સરઘસ નીકળ્યું. દેખાવો ચાલુ રહ્યા. સીટ-ઇન મુવમેન્ટ અન્ય સ્થળે પણ ફેલાઇ. અંતે મેયરને લંચ કાઉન્ટર ‘ડિસેગ્રીગેટેડ’ કરવાની ફરજ પડી. “ફ્રિડમ ઇન અવર લાઇફટાઇમ' : દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધની લડત (૧૯૮૪-૮૫) - આર્કબિશપ ડેમંડટુએ કહ્યું છે કે “હથિયારો ખતરનાક છે, પણ લોકો એકવાર સ્વતંત્ર થવાનો નિશ્ચય કરે ત્યારે તેમને કોઇ, કશું ચળાવી શકે નહીં.” દક્ષિણ આફ્રિકામાં 123 _ 424

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18