Book Title: Astittvani Adharshila Ahimsa
Author(s): Rajyashsuri
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ ૐ પાર્શ્વનાથાય હીં જૈનમ્ જયિત શાસનમ્ ૐ પદ્માવત્યે હીં વિશ્વશાંતિનો એકમાત્ર ઉપાય ઃ અહિંસા શ્રી ‘દશવૈકાલિક સૂત્ર' ભાવ કરુન્નાનું સૂત્ર છે. આ સૂત્રની રચના ભાવદયા – ભાવ અહિંસાથી જ થયેલી છે. આ સૂત્રની પહેલી પંક્તિ છે. “ધમ્મોમંગલમુકિદ અહિંસા સેંજમો તવો'' ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એ તીર્થ છે. અહિંસા સંયમ અને તપની મહાનદીઓનું સંગમ સમાન તીર્થ છે. આ તીર્થમાં પ્રથમ નામ લેવાયું હોય તો તે નામ ‘અહિંસા' છે. મારા ચિંતન પ્રમાણે અહિંસા એ ‘ગંગા’ છે. સંયમ એ ‘જમના’ છે અને તપ એ ‘સરસ્વતી’ છે. આ પવિત્ર ગંગા સમી અહિંસા દરેક વિચારક માનવમનમાં સ્વીકૃત થાય તેવી વાત છે. આસ્તિક માગ઼સ તો સ્વીકૃત કરે જ પણ જો પ્રામાણિક નાસ્તિક હોય તો તેણે પણ અહિંસાનું મૂલ્ય સ્વીકારવું જ પડે છે. આ અહિંસાના વિચારથી મારું મન સદા તરબતર 5 અહિંસા એ વિશ્વભરના માનવની જ વસ્તી નહીં પણ વિશ્વભરના પ્રાણીમાત્રની સંખ્યા કરતાં પણ બહોળો વિષય છે. આ અહિંસાવર્ષને ઉજવવાને અમે ચાર ઘટકો નક્કી કર્યા છે. (૧) માંસાહારનું ઉત્પાદન અને ભક્ષણનું પ્રમાણ વધારેમાં વધારે પ્રમાણમાં ઘટાડી શકાય તે દિશામાં પ્રયત્નો કરવા. જીવનનિર્વાહની વિવશતા માટે વિવેકપૂર્વક શાકાહારને પસંદ કરો. (૨) ભ્રૂણહત્યા નિષેધ ઃ આજે ઉચ્ચ અને સંસ્કારી તથા ધાર્મિક પરિવારોમાં પણ ભ્રૂણહત્યાનું પાપ પ્રવેશી ગયું છે. આ પાપ વહેલી તકે બંધ થવું જોઈએ. સંપૂર્ણ વિશ્વમાં એક પણ ગર્ભહત્યા ન થાય તેના પ્રયત્નમાં લાગી જવું જોઈએ. 7 જ રહ્યા કરે છે. અત્યારે મારું ૭૫મું જન્મ વર્ષ ચાલી રહ્યું છે. શિષ્ય-શિષ્યા તથા ભક્તગણે પોતાની ભાવના વ્યક્ત કરી... “ગુરુદેવ ! આપના ૭૫મા વર્ષને “અમૃત વર્ષ' સ્વરૂપે અમે ઉજવીએ. (વિ.સં. ૨૦૭૫ ચૈત્ર વદ-૧૦થી વિ.સં. ૨૦૭૬ ચૈત્ર વદ-૧૦ સુધી) આખાય વર્ષને... આ અમૃતવર્ષને અનેક ભવ્ય અનુષ્ઠાનો દ્વારા ગુજિત કરવાના અમારા મનોરથ છે,’ મહોત્સવ એ મહાનમાં મહાન ભાગ્યોદય માટે હોય છે. તેથી મારે આ ઉજવણીમાં ના પાડવાની આવશ્યકતા ન હતી, પણ એક ક્ષણ ધ્યાનસ્થ થતાં વિચાર સ્ફૂર્યો કે જે તમારે અમૃત વર્ષ ઉજવવું જ હોય તો મારા મન માટે તો “અહિંસા એ જ મહા મહોત્સવ’’ છે. તમે આ અમૃતવર્ષને ‘અહિંસા અમૃત વર્ષ’ તરીકે ઉજવો. સહુને પ્રસન્નતા થઈ, સાતક્ષેત્ર તથા જીવદયા અને અનુકંપા મળીને ૯ ક્ષેત્રો સહિત આ આખુંય વર્ષ ‘અહિંસા અમૃત વર્ષ' રૂપે જ ઉજવાશે. 6 (૩) પશુબલિ વિરોધ : વર્તમાન સમયમાં શિક્ષણનો પ્રવાહ... આધુનિકતા અને વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર હોવા છતાં પણ દેશ-વિદેશના ખૂણે ખૂણે ક્રૂરતાપૂર્વક પશુબલિ થાય છે. લોકોને અંધશ્રદ્ધાથી દૂર કરી પશુબિલ કરતાં રોકવા તમામ પ્રયત્નો કરવા. (૪) હિંસા ત્યાગ : જીવનવ્યવહારમાં હિંસા ફેલાતી જાય છે. કોઈને ગોળી મારવી કે કોઈને છરો ભોંકી દેવો એ વાત હવે રોજબરોજ બનતી જ રહે છે. કોઈ પણ નિર્બળ મનુષ્ય કે પશુની રક્ષા કરવાનો આદર્શ વિસરાય ગયો છે અને ઘર ઘરમાં હિંસાનો પ્રવેશ થવા માંડ્યો છે. આ દુનિયામાં કોઈને પણ જીવાડવા માટે શસ્ત્રની જરૂર જ નથી, છતાંય વિશ્વમાં ભયંકરમાં ભયંકર શોનો જથ્થો કોઈ પણ કારણે વધતો જ જાય છે. પૃથ્વીને જો ટકાવવી હશે તો આ શસ્ત્રોની દોડનું સર્વમંગલ કરવું જ પડશે. આ માટે અંતરની શુભ પ્રાર્થના સાથે શક્ય પ્રયત્નો થવા જ જોઈએ. 8

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18