Book Title: Ashtavakra Gita
Author(s): 
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 12
________________ અષ્ટાવક્ર ગીતા. ગીતામાં કહ્યું છે તેમ મુક્તિનો કેાઈ ઠેકાણે વાસ નથી કે દેશાંતરમાં તે રહેલી નથી કે જેથી તે પુરુષને સહજ મળે છે જ્યારે સદ્દગુર્ના બોધથી અને આત્મજ્ઞાનના સતત પરિશીલનથી જડ ચેતનનું અલગપણું સમજાય છે ત્યારે અંતઃકરણમાં ચિતસ્વરૂપની પ્રતીતિ થાય છે ને મુક્તિ મળે છે. જનકરાય શંકા કરે છે કે, વર્ણાશ્રમાદિક ધર્મોમાં રહેલો પુરુષ અકર્તા અને અભોક્તા કેમ થઈ શકે ? એ તો વેદવિહીત કર્મો છે. એ કર્મોનો ત્યાગ કરે તે ખણું આપેલી માનવધર્મ પરંપરાને બાધ આવે નહિ? આ શંકાનું નિરસન કરતાં કહે છે કે – न त्वं विप्रादिको वर्णो, नाश्रमी नाक्षगोचरः।। असंगोसि निराकारा, विश्वसाक्षी सुखी भव ॥ ५ ॥ અર્થ. તે વિપ્રાદિક વર્ણધર્મવાળે નથી, તે આશ્રમ ધર્મવાળે નથી અને અલિગોચર એટલી મૂર્તરૂપ પણ નથી. તું તે અસંગ, નિરાકાર અને વિશ્વસાક્ષી એ પરમાત્મા છે, એમ માનીને સુખી થા. ૫ ટીકા. શાસ્ત્ર બતાવેલાં કર્મ તો કરવાં, પરંતુ તેમાં “હું કર્તા, હું ભોક્તા છું ” એ અહંભાવ રાખવો નહિ. પ્રાણી અકર્મકૃત તે રહી જ શક્તો નથી, પરંતુ જ્યાં સુધી જીવશિવનો ભેદ ટળે નહિ અને હું કર્તા ભોક્તા છું' એવો ભાવ રહે, ત્યાં સુધી પરમાત્મામાં ચિત્ત એકાકાર થાય નહિ, માટે કર્માદિક કરવા છતાં પણ તેનાથી અસંગ રહેવાને અને આત્મતત્ત્વને દૃષ્ટિ સામે રાખવાને નિરંતર યત્ન કરતાં પિતાને વિપ્રાદિક વર્ણવાળો કે આશ્રમ ધર્મવાળા નહિ માનતાં વિશ્વ સાક્ષી માની તેમાં દઢતા ધારણ કરવી અને સુખી તથા શાંત થવું. અજ્ઞાનજન્ય ઉપાધિઓથી પુરુષ પિતાને કર્તા અને ભક્તો માને છે, વાસ્તવમાં તેમ નથી. ઘટમઠાદિકમાંનું આકાશ ઘટમઠાદિક ભેદથી જુદા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 161