Book Title: Ashtapad Maha Tirth 01 Page 001 to 087
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 42
________________ ભરત મહારાજાએ કરેલી ચોવીશ જિનેશ્વરોની સ્તુતિ ઋષભ-અજિત-સંભવ જિન વંદના... परमेसर ! संसारं, जहा असेसं चइत्थ दुहभरियं । तह निम्ममोवि चित्तं, न चयसु कयावि मम नूणं ।। હે પરમેશ્વર ! જેવી રીતે મમતારહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનનો ત્યાગ કરશો નહીં. इअ थुणिऊणं उसहं, पहुं तओ जिणवरे य अण्णे वि । नमिउं नमिउं भरहो, पत्तेगं वण्णिउं लग्गो ॥१॥ એવી રીતે આદીશ્વર ભગવંતની સ્તુતિ કરીને ભરત બીજા દરેક જિનેશ્વરોને નમી-નમીને પ્રત્યેકની સ્તુતિ કરવા લાગ્યા. ૧ विसयकसाया अजिअं, विजयामायर सुकुक्खिवरहसं । जियसत्तुनरिंदसुयं, नमामि अजियं अजियनाहं ॥२॥ વિષય કષાયથી અજિત, વિજયામાતાની કુક્ષિમાં માણિક્યરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગસ્વામી અજિતનાથ ! તમે જય પામો. ૨ भवगयण पारगमणे, सूरं सेणोयरस्स वररयणं । नरवइजियारिजायं, संभवजिणणाहमरिहामि ॥३॥ સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રીસેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર-એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું. ૩

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87