Book Title: Ashtapad Maha Tirth 01 Page 001 to 087
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 49
________________ Shri Ashtapad Maha Tirth ગાગલિ આદિ ત્રણેને શાલ-મહાશાલથી અમે પ્રતિબોધ પામ્યા અને તર્યા એ પ્રમાણે શુભ ધ્યાનથી કેવલજ્ઞાન થયું... પાંચે જણા ચંપામાં સ્વામી પાસે જઈને પ્રદક્ષિણા આપીને કેવલીની સભામાં બેઠા. ગૌતમસ્વામી પરમાત્માને વંદીને તેમને કહે છે- પરમાત્માને વંદન કરો. સ્વામી કહે છે કે હે ગૌતમ! કેવલીની આશાતના ન કર. ગૌતમસ્વામીને ખમાવે છે અને સંવેગથી વિચારે છે કે શું મને સિદ્ધિ પ્રાપ્ત નહિ થાય ? આ બાજુ જે ભૂમિ ઉપર રહેલા અષ્ટાપદ ઉપર ચડીને પરમાત્માને નમે છે તે, તે ભવે સિદ્ધિ પામે છે એ પ્રમાણે દેવનો આલાપ સાંભળીને ગૌતમસ્વામીએ પરમાત્માને પૂછ્યું, પરમાત્માએ પણ તેમનો આશય જાણીને એમના સ્વૈર્ય માટે તાપસીને પ્રતિબોધ માટે અનુજ્ઞા આપી કે જેમ સુખ ઉપજે તેમ કરો. ગૌતમસ્વામી અરિહંત પરમાત્માને નમન કરીને તપશક્તિથી ચાલતાં વિહાર કરવા વડે અષ્ટાપદ ગયા. ઉત્તરાધ્યયન સૂત્રમાં અઢારમાં સંયતીય અધ્યયનમાં ક્ષત્રિયમુનિ સંજયમુનિને મહાપુરુષના દૃષ્ટાંત વડે સ્થિર કરે છે. તેમાં ગાથા-૩૫માં સગર ચક્રવર્તીના દૃષ્ટાંતમાં સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોએ શુભ આશયથી અષ્ટાપદજી તીર્થની રક્ષા માટે ખાઈ કરી અને દંડરત્નથી ગંગાનદીને વાળીને ખાઈને જલપૂર્ણ કરી. માટી અને જલથી નાગનિકાયના દેવો ત્રાસ પામ્યા અને જવલનપ્રભ વ્યંતરેદ્ર અવધિજ્ઞાન વડે આ જહુનું આદિ સગરપુત્રોનું કાર્ય છે એમ જાણીને દષ્ટિવિષ નાગકુમારદેવોને ત્યાં મોકલ્યા અને જહૂનુઆદિ સર્વેને ભસ્મીભૂત કરી નાંખ્યા....!! આ બાજુ અષ્ટાપદપર્વતની નજીકમાં રહેનારા લોકોએ આવીને રાજાના પૌત્ર ભગીરથને કહ્યું અને તેણે કહ્યું કે વત્સ ! ઈન્દ્રની અનુમતિથી દંડરત્ન વડે ગંગાને પૂર્વસમુદ્રમાં લઈ જા. તે પણ અષ્ટાપદ પાસે જઈને અઠ્ઠમતપને આરાધીને વ્યતરેન્દ્રના પ્રત્યક્ષ આદેશથી ગંગાને દંડરત્નથી ભૂમાર્ગવડે પૂર્વસમુદ્રમાં વાળી ત્યાં અનેકમુખે વહન થવાથી ગંગા સહસમુખી થઈ. જ્યાં સમુદ્રમાં ગંગા પડી ત્યાં ગંગાસાગર તીર્થ થયું. ગંગા જહુનુ વડે લવાઈ તેથી “જાહ્નવી' તરીકે પ્રસિદ્ધિ પામી, ભગીરથ વડે પાછી વાળી તેથી ‘ભાગીરથી’ તરીકે પ્રસિદ્ધ પામી. સગર વડે સમુદ્રગામી ગંગાને કરી તેથી “સાગરી’ કીર્તિને પામી. ભગીરથ ત્યારપછી ઈન્દ્રને મળીને અયોધ્યા ગયો અને સગરે તેને રાજ્યમાં સ્થાપિત કર્યો અને સગર ચક્રવર્તી અજિતનાથ ભગવાન પાસે ૭૨ લાખ પૂર્વાયુ પ્રવ્રજ્યા પાળીને સિદ્ધ થયા. Uttaradhyayan Sutra

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87