Book Title: Ashtapad Maha Tirth 01 Page 001 to 087
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 83
________________ Shri Ashtapad Maha Tirth (રસિક મંડપ જેવા કક્ષાસનવાળા) કરાવ્યા. તે પ્રેક્ષા મંડપોની મધ્યમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારા વજય અક્ષવાટ રચ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમળમાં કણિકાની જેમ એકેક મનોહર સિંહાસન રચ્યું. પ્રેક્ષા મંડપની આગળ એકેક મણિપીઠિકા રચી. તેની પર રત્નના મનોહર ચૈત્યસ્તૂપ રચ્યા. તે દરેક ચૈત્યસ્તૂપમાં આકાશને પ્રકાશિત કરનારી દરેક દિશાએ મોટી મણિપીઠિકા રચી. मणिपीठिकोपरिस्थाः पंचशतधनुमिताः । शाश्वत प्रतिमाः स्थिता ऋषभ चंद्राननयोः ।।३।। वारिषेण वर्धमान पर्यंकासनस्थिताः । सिंहनिषद्याप्रासादे नंदीश्वर द्वीपसमः ।।४।। તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચસો ધનુષ્ય પ્રમાણવાળી રત્નનિર્મિત અંગવાળી ઋષભાનન, ચંદ્રાનનવારિષણ અને વર્ધમાન નામની ચારે પર્યકાસને બેઠેલી મનોહર નેત્રરૂપી પોયણાને ચંદ્રિકા સમાન નંદીશ્વર મહાદ્વીપના ચૈત્યની અંદર છે તેવી શાશ્વતજિન પ્રતિમાઓ રચાવી સ્થાપના કરી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિજ્યમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તેના પર એકેક ઈંદ્રધ્વજ રચ્યો. જાણે દરેક દિશાએ ધર્મે પોતાના જયસ્તંભો આરોપ્યા હોય તેવા તે ઈંદ્રધ્વજ જણાતા હતા. દરેક ઈંદ્રધ્વજ આગળ ત્રણ ત્રણ પગથિયાં અને તોરણવાળી ના નામે પુષ્કરિણી (વાવડીઓ) રચી. સ્વચ્છ શીતલ જળથી ભરેલી અને વિચિત્ર કમળોથી શોભતી તે પુષ્કરિણીઓ દધિમુખ પર્વતના આકારભૂત પુષ્કરિણીઓ જેવી મનોહર લાગતી હતી. તે સિંહનિષદ્યા નામના મહાચેત્યના મધ્ય ભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્ય ભાગમાં વિચિત્ર રત્નમય એક દેવછંદ રચ્યો (જ્યાં પ્રભુ ચડતાં વિશ્રામ લઈ દેશના દે છે). તે ચૈત્યની ભીંતોમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ઝરૂખા) રચ્યા હતા. તેના પ્રભાપટલથી જાણે તેમાંથી પડદા ઉત્પન્ન થયેલા હોય તેવા જણાતા હતા.... देवच्छंदे प्रतिष्ठिताः प्रतिमास्तत्र निर्मलाः । ऋषभस्वामिमुख्यानां चतुर्विशतिरर्हताम् ।।५।। प्रतिमाः स्वस्वसंस्थाना मानवर्णाधरास्तु ताः । साक्षादिव स्वामिनो भासः शैलेषीध्यानवर्तिनः ।।६।। આગળ કહેલા દેવચ્છેદની ઉપર શૈલેશી ધ્યાનમાં વર્તતી હોય તેવી દરેક પ્રભુના પોતપોતાના દેહના માન જેવડી ને પોતપોતાના દેહના વર્ણ (રંગ)ને ધારણ કરનારી, જાણે દરેક પ્રભુ પોતે જ બિરાજમાન હોય તેવી ઋષભ આદિ ચોવીસ અહંતોની નિર્મલ રત્નમય પ્રતિમા રચીને સ્થાપના કરી. तत्र षोडश सौवर्णा लाजवर्तसमद्वये ।। द्वौ स्फटिकौ द्वे वैडूर्ये द्वे च रक्तमणिमये । तासां चाहत्प्रतिमानां सर्वासामपिजहविरे ।।७।। તેમાં સોળ પ્રતિમા સોનાવર્ણની, બે રાજવર્ણ (શ્યામ) રત્નની, બે સ્ફટિકની, બે (લીલા) વૈર્યની અને બે રક્તવર્ણની (પૂર્વે ‘બે', દક્ષિણે ચાર, પશ્ચિમે આઠ ને ઉત્તરે દશ) એમ ચોવીસ પ્રતિમાઓ બેસાડી દેવચ્છેદ ઉપર ઉવલ રત્નની ચોવીસ ઘટાઓ શામરણ રચી. - 43 – Gyanprakashdiparnav

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87