Book Title: Arpan Kshamashraman Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak SabhaPage 12
________________ ૧૧ વિવેકદૃષ્ટિને વંદના અન્ય રોકાણો આડે એ અભિલાષ-સિદ્ધિને અવકાશ નહોતો. ભાઈ સુશીલની ઉદાસીનતા ઉડાડવા ઘણી વાર ચીમટા લીધા. નાનેથી જ જૈન શાસ્ત્રોના અભ્યાસ અને વિદ્વાન જૈન મુનિઓના સતતુ સમાગમે એમને આ વિષયને ન્યાય આપવાનો વિશેષ અધિકાર આપ્યો છે એ વાત વારંવાર સમજાવી. આજે એ અધિકારી હાથ મારી મનોરથસૃષ્ટિના એ પ્રિય સ્વપ્નને પોતાના કોમલ કર-સ્પર્શે સત્ય સૃષ્ટિમાં અવતારવાનો આદર કરી ચૂકેલ છે, એ દેખીને સહુથી વધુ પ્રસન્ન થવાનો અધિકાર કદાચ હારો જ છે. આવા પુરાણ અથવા ઈતિહાસ સાહિત્યને સાંપ્રદાયિકતાને ખાબોચીએથી સાર્વજનિકતાની દુનિયામાં રેલાવવા જતાં એક મહા અનર્થની ધાસ્તી હોય છે. અંધશ્રદ્ધાળુ અને ધર્મઝનૂની લેખિની એ અનિષ્ટનો ભય નથી વિચારતી. જગતુને શું દેવું ને શું છોડી દેવું, એનો વિવેક અંધશ્રદ્ધાળુને હોતો નથી. એ તો પોતાના પંથમાં પરંપરાથી ચાલી આવતી તમામ વહેમભરી વાતોને સાચી જ માને છે તે મનાવવા માગે છે. સંપ્રદાયનો બાહ્ય મહિમા વધારવાના બાલીશ હેતુથી પ્રેરાઈને ઘણા ઘણા સંપ્રદાયઘેલડાઓએ ભોળી જનતાની આંખમાં ધૂળ નાખનારી અર્થહીન વાતો ઉપજાવી કાઢીને શાસ્ત્રોમાં અથવા મુખપરંપરામાં પેસાડી દીધી હોય છે. દરેક પંથના અનુયાયીઓની પાસે એવી પંથપ્રચારની સામગ્રીઓ, કહેવાતી કથાઓને રૂપે ભરેલી હોય છે. જૈનધર્મનું પણ પંથિક સ્વરૂપ જ્યારથી બંધાયું ત્યારથી એનો ઈતિહાસ એવી કથાઓથી મુક્ત નથી રહી શક્યો. અમુક પાપીના ઉપર-એટલે કે પરધર્મીના ઉપર અમુક જૈન મુનિરાજનો જરાક પ્રભાવ છંટાતાં જ એ પાપી દીક્ષા ગ્રહણ કરીને ચાલી નીકળ્યો, એવો અંત સામાન્ય રીતે ઘણી ખરી જૈન આપ્યાયિકાઓનો કહેવાતો આવે છે. અને અંધશ્રદ્ધાળુ લેખકને માટે તો એ કથાઓ એના એવા ને એવા સ્વરૂપમાં અપનાવી લેવાનો પૂરો સંભવ છે. સત્યાસત્યનો ક્ષીરનીર વિવેક એની દષ્ટિમાં ઊતરતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 238