Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 11
________________ ૧૦ અર્પણ + ક્ષમાશ્રમણ પાઠશાળામાં અભ્યાસ કરતો. પાઠશાળામાં ઘણું ઘણું શીખ્યો, એનો આજે અક્ષરે ય યાદ નથી. સામાયિક સુદ્ધાંને વિસ્મૃતિના દરિયામાં પધરાવી દીધી છે. છતાં એવું કાંઈક છે કે નથી ભુલાયું ને કદાચ સાત જન્મારે પણ નહિ ભુલાય મુનિ મહારાજોએ અને આર્યાઓએ વ્યાખ્યાનો દ્વારા જે તપની, સંયમની, રાગવિરાગ વચ્ચેના આંતરસંગ્રામની, અથાગ ક્ષમાની ને અપાર કરુણાની જૂની પુરાણ ઘટનાઓ અસલના સમર્થ જૈન વીરોના જીવનમાંથી કહેલી તે નથી ભુલાઈ. સાંપ્રદાયિક હતું તે ચાલ્યું ગયું. અપરિપક્વ કાલે અણસમજુ ભેજામાં શાસ્ત્રો ને ફિલસૂફીનું ભૂસું ઠાંસીઠાંસીને ભરવામાં આવેલું તે અશ્રદ્ધાની ચીરાડમાંથી સરીને વેરાઈ ગયું. પરંતુ જે અમર હતું, સર્વદેશીય હતું, જગત આખાના વારસારૂપ હતું, તે રહી ગયું. તેમાંની એકેક ઘટના રોમાંચ ઉપજાવતી રહી. અંતરમાં થતું હતું કે આ બધી જગત-વારસાની સામગ્રી સંપ્રદાયના પટારામાં પડી પડી કાં સડી જાય ! જૈન ઈતિહાસની આ સર્વ સુગંધી જગતભરમાં ફોરવાને બદલે શાસ્ત્રોની શીશીમાં કાં સંતાડી રખાય! કેળવણીખાતાનાં પાઠ્યપુસ્તકોમાં હિન્દુ, મુસલમીન, ને ખ્રીસ્તી યહૂદીની પુરાણકથાઓ પેસે ત્યારે જૈન ધર્મવીરોનાં વૃત્તાંતો કઈ આભડછેટની બલ્ડીકે બાતલ રહે ? એ ધર્મના પરમ ઔદાર્યની અને અજોડ સમર્પણની આખ્યાયિકાઓને શિક્ષણને દ્વારે ‘દાખલ થવાની મનાઈ” કોણે કરી ? જૈન ધર્મ વિષે જનતાને જૂઠા ખ્યાલોમાં કોણે ને શા કારણે રહેવા દીધી ? રવીન્દ્ર ઠાકુર “કથી ઓ કાહિની” નામના પુસ્તકમાં બૌદ્ધ, રાજપૂત, શીખ વા મરાઠા, તમામની બલિદાન-કથાઓ આલેખે અને એ તમામને ટપી જાય તેવી જૈન કથાઓને કાં હાથ ન લગાડે ? એ વિચાર કુરબાનીની કથાઓ' નામક પુસ્તક લખ્યા પછી જોસભેર મનને વલોવવા લાગ્યો. સેકડો જૈન ઘટનાઓને એવા સ્વરૂપમાં પુસ્તક આકારે સંગ્રહવાનો મનોરથ ચાલતો હતો, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 238