________________
વિવેકદૃષ્ટિને વંદના
ઝવેરચંદ મેઘાણી
ઠાવકી, ઠરેલી, મર્માળી અને લોકભોગ્ય સાદાઈની સાથોસાથ ગિર્વાણ સંસ્કારોનો સુંદર મેળ નીપજાવતી મીઠી લેખન-શૈલીનો એક જાણીતો સંપ્રદાય ગુજરાતમાં પ્રવર્તે છે. અને કાકા કાલેલકર જેવું ઊજળું નામ એ સંપ્રદાયના નેતૃપદે બોલાય છે. આ પુસ્તિકાના લેખક બંધુ શ્રી ભીમજી હરજીવન - સુશીલ પણ એ શૈલીના જૂના ને જાણીતા આરાધક છે. અથવા કદાચ જેટલા જૂના છે તેટલા જાણીતા નથી. પૂર્વે સૌરાષ્ટ્ર'ના અને અત્યારે “જૈન” સાપ્તાહિકના અગ્રલેખો લખનારી એ ભાઈની લેખિની, આજે પણ એ લેખોની જૂની ફાઈલ ઉથલાવનાર સર્વ કોઈને પોતાની એ અસંયુબ્ધ મધુરતા, મર્મપ્રિયતા અને સંસ્કારિતાની, શબ્દ શબ્દ સાક્ષી કરાવે છે. રાજકારણ કિંવા સાંપ્રદાયિક સામયિકોનાં સમયવર્તી ભાષાબંધનો તેમજ વિચારશૃંખલાઓ વચ્ચે ઝકડાઈને લખવા બેસનાર નોકરીઆતની દશાવાળો આદમી પોતાના સ્વતંત્ર વિચાર-વ્યક્તિત્વને રૂંધી રાખવાની ફરજ અનુભવતો છતાં પણ, એ સમયવર્તી લેખનને પોતાના અંતરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org