Book Title: Arpan Kshamashraman Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 7
________________ નિવેદન : પુનર્મુદ્રણ પ્રસંગે વિ. સં. ૨૦૧૮/૧૯ની વાત છે. મારી વય નાની શિખવાચનનો શોખ. શ્રી સુશીલની અર્પણ-ક્ષમાશ્રમણ અને વેરનો વિપાક હાથમાં આવી. ગમી. વારંવાર વાંચવાનો નાદ લાગ્યો. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસની શરૂઆત. “અર્પણ” ચોપડીની ગુજરાતી વાર્તાને સંસ્કૃત ભાષામાં ઢાળવાનું મન થયું પ્રેરણા મળી. કામ શરૂ કર્યું બે-ત્રણ વાર્તા એ રીતે લખી. ઉત્તમતાનો આગ્રહ. તેથી સુશીલની લખાવટ જચી ગઈ વર્ષો વીત્યા એ ચોપડીઓ દુર્લભ થઈ કોઈ પુનઃ પ્રકાશન કરે તો સારું એવું મનમાં થયા કરે. વર્ષો પછી આજે થયું કે કોઈશું કામ! તુંજ કરને! અને આજે આ પરિણામ આવ્યું કે ચોપડી તમારા હાથમાં છે. નવી પેઢીને વાર્તાનો રસ સહજ હોય છે. આ નવી શૈલીમાં લખાયેલી વાર્તા વાચકને ગમશે તેમાં તણાશે એવો વિશ્વાસ છે. હવે જમાનો પલટાયો છે કો'ક આની અંગ્રેજી આવૃત્તિ કરે તો વધુ ઉપાદેય બને અને એવી માંગ ચારે દિશામાંથી આવે છે તેથી તેનો યોગ્ય પડઘો પડશે એવી આશા છે. આનો પણ ઉપાડ થશે અને નવી પેઢીને સુશીલની કલમનો પરિચય થશે. વિ. સં. ૨૦૬૪, મહા સુદિ દશમી મલ્લિતીર્થ પ્રતિષ્ઠા દિવસે શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિ શિષ્ય બોરિવલી પૂર્વ પ્રદ્યુમ્નસૂરિ દોલતનગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 238