Book Title: Arpan Kshamashraman
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 5
________________ પહેલી આવૃત્તિનું નિવેદન કોઇ પણ રાષ્ટ્ર કે સમાજની ચેતનાશક્તિને નવપલ્લવિત રાખવામાં આદર્શ કથાનકો અમૃતરસ સિંચી શકે છે તે સિદ્ધાંત લક્ષમાં રાખીને ‘જૈન' પત્રની ભેટ માટે બનતાં સુધી પ્રાભાવિક પુરુષોના જીવનપ્રસંગોને સંસ્કારી નવલકથાના આકારમાં સમાજને ચરણે ધરવાનું ધ્યેય રાખ્યું છે. આવાં પ્રાભાવિક જીવનપ્રસંગો ઉકેલતાં કાળજૂની વાતો જવા દઈને પ્રભુશ્રી મહાવીરના સમયથી છેલ્લાં પચ્ચીસસો વર્ષમાં જગત ઉપર અનન્ય ઉપકાર કરી ગયેલા અનેક રાજર્ષિઓ, મહર્ષિઓ, જ્યોતિર્ધરો, રાષ્ટ્રસેવકો, દાનવીસે અને રાજદ્વારી મુત્સદ્દીઓનું અગણિત તારામંડળ જૈન જગતના વિશાળ વ્યોમમાં છેક છેલ્લા સૈકા સુધી તરવરી રહેલું હું જોઈ શક્યો છું, અને જેનો પરિચય-પ્રસાદ જનસમાજને પીરસતાં જૈનશાસનની વ્યાપકતા માટે અજબ પ્રકાશ પાડી શકાય તેમ છે. જે સમાજ આટલાં અને આવાં વિપુલ આદર્શ રત્નો નીપજાવી શકેલ છે, તે સમાજ સદાને માટે નિષ્પ્રાણ ન રહે, એટલું જ નહિ પણ જનતામાં તેનું ગૌરવવંતું સ્થાન જળવાઈ રહેવું જોઈએ. એ ઉદ્દેશથી આવા પ્રાભાવિક તારલાઓનું નિદર્શન સૌમ્ય શૈલીએ થાય, અને તેમ કરતાં આવા પ્રકાશરત્નોનાં વિપુલ તેજ આડે અવરાયેલી સમયના રંગની વાદળીઓ વિખેરી નાખીને શાશ્વત પ્રકાશની પ્રભા પ્રગટાવવામાં આવે તે માટે કુશળ ખગોળવેત્તાની શોધમાં હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 238