Book Title: Arpan Kshamashraman Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak SabhaPage 10
________________ વિવેકદૃષ્ટિને વંદના ઉંડાણમાં ઘોળાતા રંગો વડે રંગ્યા વિના રહી શકતો નથી, અને લેખનું કલેવર પારકું હોવા છતાં તેમાં પ્રાણ તો એ પોતાનો જ પૂરતો હોય છે. એ વાત સમર્થ વ્યક્તિત્વવાળા લેખ પરત્વે આપણે કબૂલ જ કરવી પડશે. ભાઈશ્રી ભીમજી સુશીલનું એ વ્યક્તિત્વ ઉક્ત લેખોમાં અચ્છી તરેહ દીપે છે. પણ એ દીપ્તિ આજસુધી છૂપી જ રહી ગઈ હતી. કારણકે એમણે જીવનમાં સદા માટે સ્વીકારેલી એકલદશાએ, એમની પ્રકૃતિગત મોજીલી મનોવૃત્તિએ, તથા મુખ્યત્વે કરીને તો ‘આપણા પામર લખાણો દુનિયા પર લાદવાના લોભ કરતાં જગતના શ્રેષ્ઠ ગ્રંથોનું નિરપેક્ષ પરિશીલન કરવા'' ના એમના આગ્રહે ભાઈ સુશીલની કલમને હંમેશાં રૂંધી જ રાખેલી છે. એટલે જ છેલ્લાં દસ-બાર વર્ષની તેમની લેખક તરીકેની કારકિર્દીનો ફાલ કેવલ ઇસ્લામના ઓલિયા” અને “મોટી બહેન'' નામના બે બંગાલી પરના અનુવાદોમાં જ સમેટાઈ જાય છે. (એમની ફરમાસુ કૃતિઓની ગણના આ ફાલમાં ઉમેરી શકાતી નથી.) G આજે એમના જીવનના એ આગ્રહી ક્રમમાં આ પુસ્તક એક અત્યંત આદરભર્યો અપવાદ નોંધાવે છે. સ્વતંત્રતા, મૌલિકતા અને ભાવ-ભાષાનો બંધનમુક્ત પ્રવાહ આજે પહેલી જ વાર આ લેખકના આત્માની નજીકની કોઈ કંદરામાંથી છલ! છલ! કરતો છૂટ્યો છે. અને પ્રમાદના પથ્થરો કે મોજીલી પ્રકૃતિરૂપી રેતીનાં રણ જો આડે નહિ નડે તો થોડા સમયમાં જ આપણે આજના એ નાના શા નિર્ઝરણને, બંને કાંઠે ભરપૂર બની ગંભીર નાદે વહેતા મહાનદનું સ્વરૂપ ધારણ કરતું નિહાળી શકીશું. અધિકારી લેખિની અને ઉન્નત લેખ-સામગ્રીનો ઉભયનો આજે સારો સંગમ થઈ ગયો છે. થોડોએક અંગત ઉલ્લેખ કરવાથી એ ઔચિત્ય વધુ સ્પષ્ટ કરી શકીશ. જૈનધર્મી કુટુંબમાં જન્મેલો હોવાને કારણે કુમારાવસ્થામાં ઉપાશ્રયોમાં હળ્યો હતો. ઇનામોની લાલચે જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 238