Book Title: Arpan Kshamashraman Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 6
________________ મારી આ ઈચ્છા અમારા સહતંત્રી ભાઈ ભીમજી હરજીવન (સુશીલ)ના જાણવામાં આવતાં તેમણે એ કોડ પૂરવાની હામ ભીડવાથી આજે આવાં પ્રકાશરત્નો પૈકી થોડાના પરિચયની પ્રસાદીરૂપે “અર્પણ”નો પ્રથમ પ્રસાદ જનસમાજની સેવામાં પીરસી શક્યો છું તે માટે ભાઈ સુશીલને માન ઘટે છે. વધારે આનંદનો પ્રસંગ એ છે કે, ગુર્જર સાહિત્યમાં લોકકથા અને લોકગીતના જીવનદાતા ભાઈ ઝવેરચંદ મેઘાણીએ આ ગ્રંથનું અવલોકન કરવા પછી ‘વિવેકદષ્ટિને વંદના” કરતાં અર્પણના હૃદયને સ્પષ્ટ કરવાનો પ્રેમપૂર્વક શ્રમ સેવીને પાત્રપરિચયનો મારો ભાર ઉતાર્યો છે તે માટે હું તેમનો પણ ઋણી છું. - કુંદનની કસોટી કાઢતાં તેને તાવવા, ટીપાવવા અને કસવાની પરીક્ષામાંથી પસાર થવું પડે છે, તેમ ભાઈ મેઘાણીએ કથાહૃદય અવલોકતાં બે પાત્ર-પ્રસંગને વિચારભેદની કસોટીએ ચડાવેલ છે. જે પુણ્યરત્નોના પ્રકાશકાળ આડે સમયના થર જામી ગયા હોય તેના . મૂળ સ્વરૂપને નિહાળવા જતાં આવા મંતવ્યભેદ પડે તે સ્વાભાવિક હોઈને તેના વિવાદમાં ઊતરવું તે મને પોતાને મિથ્યા શ્રમ જેવું લાગે છે. વાંચનારાઓની વિવેકબુદ્ધિ ઉપર જ હું મૂકી દઉં છું. હું તો એટલું જ ઈચ્છું કે, જનસમાજ આવા પુણ્યપ્રસાદ આરોગી પ્રભાવશાળી બને, ભાવી પ્રજા તેના મનમાંથી ઓજસ પ્રગટાવે, જાહેર જનતા ધર્મના ભેદ ભૂલીને તત્ત્વચિંતન સાથે જગતમૈત્રી સાથે અને તેના પરિણામે અર્પણના અધિક પ્રસાદો પીરસવાનો મને ત્વરિત પ્રસંગ પ્રાપ્ત થાય. તિરમ્. ફાલ્ગન શુક્લ પંચમી તા. ૨૫-૨-૧૯૨૮ દેવચંદ દામજી શેઠ જૈન ઓફીસ-ભાવનગર તંત્રી “જૈન” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 238