Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 11
________________ આવવાથી એની મેળે જ થઈ જાય છે ને ! સિદ્ધાંતિક રીતે વ્યવહાર માત્ર અનુઉપચરિત છે, પણ જ્ઞાનીની દૃષ્ટિએ ! સૂર્યની હાજરીમાં આરસ ગરમ થાય, ઉર્જા ઉત્પન્ન થાય, એ કોણ કરે છે ? કોણ પ્રેરક છે ? કોઈ નહીં. તેમ આત્મા પ્રેરણા કરતો નથી. નહીં તો તે બંધાય. આ પ્રેરણા છે પાવર ચેતનની. બીજી વસ્તુ ભેગી થઈ માટે પાવર ચેતન ઊભું થયું. એ ખસે કે કશું જ નથી પાછું. જ્ઞાની, મોક્ષદાતા પુરુષ બન્ને છૂટું પાડી આપે. [૪] પ્રથમ ફસામણ આત્માતી ! જગત અનાદિ અનંત છે. કોઈ એનો બનાવનાર નથી કે ચલાવનાર નથી. ધ વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈંટસેલ્ફ. ગૉડ હૅઝ નૉટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઑલ, ઑન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. ગરમ લોખંડને હથોડો મારે તો અગ્નિને વાગે ? અનાદિ કાળથી આત્માને કશું થતું નથી ને આત્મા કશું કરતો નથી. જે કંઈ છે તે અહંકારને જ થાય છે. રોંગ બિલીફ કોણ કરે છે ? અહંકાર કરે છે. શું બુદ્ધિ રોંગ બિલીફ ના કરે ? બુદ્ધિને રોંગ બિલીફ કરવાનો રસ્તો જ નથી. રોંગ બિલીફ કરનારોય રોંગ બિલીફ છે. અને રોંગ બિલીફમાં રહીને રોંગ બિલીફ કરે છે. આ બધી ભ્રમણાઓ થઈ છે બુદ્ધિને લીધે. અહંકાર પોતે અંધ હોવાથી બુદ્ધિની આંખે દોરવાય છે ને સંસાર ખડો થયો છે. કર્મનું નથી આદિ કે અંત. પાણીમાં ઑક્સિજન પહેલો કે હાઈડ્રોજન ? જડ-ચેતનના ભેગા થવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થયો, કર્તાપણાનો ને તેનાથી કર્મ બંધાય છે. કર્તાપણાના ગુણધર્મથી કર્મ બંધાય છે. જડ ને ચેતન પાસે પાસે આવવાથી એકબીજાને અસર કરે છે. જડની અસર ચેતન પર ને ચેતનની અસર જડ ઉપર પડે છે. અને ખરેખર 20 ચેતન જડવાળું થઈ જતું નથી પરંતુ ચેતનની બિલીફ બદલાય છે, રોંગ બિલીફ બેઠી છે. જીવ કયા કર્મોથી નિગોદમાં હોય છે ? નિગોદના જીવ એટલે સંપૂર્ણ કર્મથી આરોપિત. ભયંકર કર્મોથી ત્યાં છે. એકુય કર્મ હજુ ત્યાં છૂટ્યું જ નથી. એટલે કે પ્રકાશ (આત્માનું જ્ઞાન) બહાર પડ્યો જ નથી. ત્યાં એકેન્દ્રિય પણ પ્રગટ થઈ નથી. આવરણો ઓછાં થાય પછી જ એ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં, એકેન્દ્રિયમાં આવે. એટલે નિગોદના જીવો, એકેન્દ્રિય વિ. જીવને તો ભયંકર કર્મો ભોગવવાનાં હોય છે. જેમ જેમ ભોગવાતા જાય તેમ તેમ ઊર્ધ્વગતિ થતી જાય. આવરણ તૂટતા જાય, અજવાળું વધતું જાય તેમ બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય પછી પંચેન્દ્રિયમાં આવે. અજ્ઞાનતાથી આપણા લોક જાનવર ગતિને વખાણે, ઝાડની સહનશીલતાને વખાણે, તેવું થવું જોઈએ એમ માને તે ભયંકર આવરણકર્તા છે. નિગોદમાં વ્યતિરેક ગુણો હોય ? વ્યતિરેક ગુણ તો પહેલેથી જ છે અવ્યવહારના જીવને, અંતે વ્યતિરેક ગુણો સંપૂર્ણ ખલાસ થાય એટલે સિદ્ધ ભગવાન થાય ! સંયોગોનો પાર વગરનો જથ્થો, તેમાં આત્માની તીરછી નજર થઈ (વિભાવિક જ્ઞાન-દર્શન) ને બધું તેને ચોંટી પડ્યું. એક આંખ એવા એંગલમાં દબાઈ જાય કે બધું બે-બે દેખાય, એ મિથ્યાદૃષ્ટિ. એમ આ સંસાર સંજોગોના દબાણથી તીરછી નજર થવાથી ખડો થઈ ગયો છે. દબાણ ખસે કે મૂળ ભગવાન સ્વરૂપ થાય. સંજોગોના દબાણથી રોંગ બિલીફ ઉત્પન્ન થઈ. રોંગ બિલીફથી અહંકાર ઊભો થયો કે ‘હું કરું છું’. અહંકાર કોઈ વસ્તુ નથી, માત્ર રોંગ બિલીફ જ છે. છતાં (સ્થળ) અહંકારનો શરીરમાં ફોટો પડે એવો છે. આત્મામાં જ્ઞાન શું મૂળથી હતું ? શું અરીસામાં ક્યારેક આપણે ના દેખાઈએ એવું બને ખરું ? ક્યારેક ધુમ્મસની અસર થાય તો જ ના દેખાય. વ્યવહાર આખો સંજોગોથી ભરેલો છે. મોક્ષે જવાનું થાય ત્યારે એને 21

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 168