Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 10
________________ બિલીફ આપી, ‘હું શુદ્ધાત્મા છું' એ માન્યતા દૃઢ કરાવે છે. પછી ‘હું'ને પોતાનો વિશેષભાવ અને સ્વભાવ બેઉ ખ્યાલમાં આવે છે ને નિજ સ્વરૂપ અનુભવમાં આવી જાય છે. આ છે અતિ અતિ ગુહ્ય વિજ્ઞાન, જગતના મૂળ કારણનું. [3] વિભાવ એટલે વિરુદ્ધભાવ ? મૂળ આત્માએ કોઈ કાર્ય થવામાં ક્યારેય પ્રેરણા કરી નથી. પ્રેરણા કરનાર ગુનેગાર ગણાય. ખરેખર પ્રેરક આમાં કોણ છે ? પોતાના જ કર્મોનું ફળ એ પ્રેરક છે અને તે વ્યવસ્થિત શક્તિથી છે. ગયા ભવમાં ભાવ થયા હોય, બીજ પડ્યા હોય ડૉક્ટર થવાના, આ ભવમાં તે સંજોગ મળવાથી ઊગે. તે સંજોગ મળવા, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એટલે વ્યવસ્થિત શક્તિના આધીન છે અને બીજ ઊગવું, એટલે પૂર્વકર્મનો ઉદય થયો, ફળ આવ્યું તે પ્રેરણા અંદરથી સ્કૂરે છે તે. વિચાર આવે ડૉક્ટર થવું છે તે પૂર્વકર્મનું ફળ ગણાય છે. આત્માનું કર્તાપણું એમાં નથી. આત્મા સંકલ્પ-વિકલ્પ કરતો નથી તેમજ ભાવકર્મ પણ એ કરતો નથી કે કર્મ પણ ગ્રહણ કરતો નથી. નહીં તો એ એનો કાયમનો સ્વભાવ બંધાઈ જાય. એટલે “હું” કે જે વિશેષભાવ છે, તે જ કર્મ ગ્રહણ કરે છે ને ભાવકર્મ પણ ‘હું” જ કરે છે. કારણ કે ભાવકર્મ તો જે દ્રવ્યકર્મના ચશમાં એને “હું'ને પ્રાપ્ત થાય છે, એના આધારે ભાવકર્મ થાય છે. અત્યારે તો જાણે કે અહંકારના જ બધા ભાવ છે. પણ મૂળ શરૂઆત વિશેષગુણ ઉત્પન્ન થાય છે, તેનાથી ભાવકર્મ ચાલુ થાય છે. ક્રિયા માત્ર પુદ્ગલની અને વ્યવસ્થિત શક્તિથી થાય છે. વિશેષભાવમાં શું થાય છે ? આઠ પ્રકારના દ્રવ્યકર્મ બંધાય છે. જે ભાવકર્મ કરાવે છે. દ્રવ્યકર્મના પાટાની શરૂઆત ક્યાંથી ? વિશેષભાવે જ પાટા બંધાયા, જેનાથી ઊંધું દેખાયું ને ઊંધા ભાવ થયા. આમાં આત્માની કોઈ ક્રિયા નથી. આ આઠ પ્રકારના કર્મોમાં આત્માની હાજરીથી પાવર પુરાયો છે. આમાં આત્માની કોઈ ક્રિયા નથી. પુદ્ગલમાં પાવર ચેતન પૂરાય છે. ‘હું’ આરોપ કરે છે તે પ્રમાણે પુદ્ગલમાં પાવર ચેતન પૂરાય છે ને તેવું પુદ્ગલ ક્રિયાકારી બની જાય છે. રાગાદિ ભાવ આત્માના નથી, એ વિભાવિક ભાવ છે. આત્મા જ્ઞાન દશામાં સ્વભાવનો જ કર્તા છે અને અજ્ઞાન દશામાં વિભાવનો કર્તા છે, ભોક્તા છે, આ એકાંતે વાત લેવાઈ ગઈ ને મોટો ગોટાળો સર્જાયો, ક્રમિક માર્ગમાં. આત્મા કર્તા-ભોક્તા મનાઈ ગયો ત્યાં. આત્મા ક્યારેય વિકારી થયો નથી. પુગલ સ્વભાવથી સક્રિય હોવાને કારણે એ વિકારી થઈ શકે. આમાં આત્માની હાજરી કારણભૂત છે. આત્મા કેવળજ્ઞાનથી આ બધું જાણી શકે અને બીજું વિશેષભાવેય જાણી શકે છે. બે પ્રકારના આત્મા. એક નિશ્ચય આત્મા, બીજો વ્યવહાર આત્મા. નિશ્ચય આત્માને લઈને વ્યવહાર આત્મા ઊભો થયો છે. જેમ અરીસા આગળ આપણે બે દેખાઈએ ને ? વ્યવહાર આત્માને પ્રતિષ્ઠિત આત્મા કહ્યો. પોતે પોતાની પ્રતિષ્ઠા કરેલી છે. ફરી ‘હું ચંદુ છું'ની પાછી પ્રતિષ્ઠા થાય તો આવતા ભવનો નવો પ્રતિષ્ઠિત આત્મા સર્જાય. જ્ઞાન મળ્યા પછી ‘હું શુદ્ધાત્મા છું' થઈ જાય છે, તેથી અવળી પ્રતિષ્ઠા થવાની બંધ થાય છે. નવો પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થતો નથી ને જૂનો પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ થયા કરે છે. ‘તમે’ વ્યવહારિક કાર્યમાં મસ્ત તો વ્યવહાર આત્મા અને ‘તમે” જો નિશ્ચયમાં મસ્ત તો ‘તમે’ ‘નિશ્ચય આત્મા’ છો. મૂળ ‘તમે' ને ‘તમે” જ છો પણ ક્યાં વર્તો છો તેની પર આધાર છે. વ્યવહાર આત્મા કે પ્રતિષ્ઠિત આત્મા એ જ અહંકાર છે, જેમાં એક સેંટ પણ ચેતન નથી. - આત્માનો કોઈ પુરાવો નથી, પણ અનુપચરિત વ્યવહારનો પુરાવો છે જ. કંઈ પણ ઉપચાર કર્યા વિના દેહ બન્યો. તેને લોકોએ ભગવાને બનાવ્યું એવું ઠોકી બેસાડ્યું. અનુપચરિત વ્યવહાર શું છે? લૌકિક દૃષ્ટિએ અનુપચરિત કંઈ પણ ન કરવાથી થાય તે વ્યવહાર. બાકી ખરું જોતાં વ્યવહાર માત્ર ખરેખર અનુપચરિત છે, કારણ કે એ પણ સંજોગોને લીધે થઈ જાય છે. અરે, વિશેષભાવ પણ બે તત્ત્વો પાસે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 168