Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 8
________________ આવી જાય છે. આત્મા પુદ્ગલના પાંજરામાં પૂરાય છે. અજ્ઞાનથી ઊભી થયેલી જેલ, જ્ઞાનથી મુક્તિ પામે છે. ‘જ્ઞાની’ના જ્ઞાનથી ‘કૉઝિઝ’ બંધ થાય છે, પછી પુદ્ગલની સત્તા ખલાસ થઈ ગઈ. વિભાવ દશા વિગેરેના પાયામાં અજ્ઞાન હોય તો જ આ બધું આગળ વધે, નહીં તો સંપૂર્ણ મુક્ત જ છે ને ! આત્મા અને પુદ્ગલ પરમાણુના સામીપ્યભાવથી ‘વિશેષ પરિણામ’ ઉત્પન્ન થાય છે. તેમાં અહમ્ ઉત્પન્ન થાય છે. આમાં આત્માના મુખ્ય ગુણો બદલાયા વગર, સ્વરૂપમાં ફેરફાર થયા વગર વિશેષ પરિણામ પણ ઊભું થાય છે. સ્વરૂપમાં ફેરફાર થાય તો તે વિરુદ્ધભાવ થઈ જાય. પોતે ચેતન હોવાથી આત્મામાં પહેલો વિશેષભાવ થયો. જડમાં ચૈતન્યતા નહીં હોવાને કારણે તેમાં વિશેષભાવ પ્રથમ ઊભો થઈ શકતો નથી. વિશેષભાવ ઉત્પન્ન થવાથી બન્ને મૂળ ભાવને ચૂકી જાય છે ને સંસાર વૃદ્ધિ થયા જ રાખે છે. આત્મા મૂળ ભાવમાં આવે, ‘હું કોણ છું' જાણે ત્યારે પુદ્ગલ છૂટે ને સંસાર આથમે. તત્ત્વો પાછા મૂળ સ્વભાવથી જ પરિવર્તનશીલ છે, જે સંસાર ખડું થવાનું મુખ્ય કારણ છે. આત્મા નિર્લેપ, અસંગ છે છતાં જડ પરમાણુઓનાં સંગમાં આવવાથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે. તેનાથી કૉઝિઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ ઍન્ડ કૉઝિઝ ચાલ્યા જ કરે છે. ક્રોધ-માન-માયા-લોભને વ્યતિરેક ગુણો કહ્યાં, જે અહમૂમાંથી ઊભા થયેલા છે. તે નથી જડના કે ચેતનના અન્વય ગુણો. એ વ્યતિરેક ગુણો છે. બેના ભેગાં થવાથી અહમ્ ઉત્પન્ન થાય છે ને અહમૂમાંથી અહંકાર અને વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે. પહેલું આત્માના વિશેષભાવમાં અહમ્ અને પછી અહંકાર ઊભો થાય છે અને પછી જડ પરમાણુઓનાં વિશેષભાવમાં પુદ્ગલ ઊભું થાય છે. પુદ્ગલ એટલે પૂરણ-ગલનવાળું. મન-વચન-કાયા, માયા-બાયા બધું પુદ્ગલના વિશેષભાવમાં છે. અહમ્ અને પછી અહંકાર માત્ર આત્માનો વિશેષભાવ છે. અહંકાર ગયો કે બધું એની મેળે જાય. આત્માના વિમુખપણામાંથી સન્મુખ થતાં સુધીની ચાલતી બધી ક્રિયાઓમાં રોંગ બિલીફો ઊભી થતી હોય છે, જે તૂટતી જાય તેમ તેમ ‘પોતે' છૂટતો જાય છે. જ્ઞાન નથી બદલાતું, માત્ર માન્યતાઓ જ બદલાયેલી છે. જેમ આ ચકલી અરીસાને ચાંચો માર માર કરે છે ત્યાં તે ઘડીએ અહંકાર માને છે કે ચાંચો મારનાર પોતે ને અરીસાની ચકલી જદી છે. એ બિલીફ જ બદલાયેલી છે, જો જ્ઞાન બદલાયેલું હોત તો ઊડી ગયા પછીય આની અસરો રહેત. પણ ઉડ્યા પછી કશુંય નહીં. પછી ઊડતા ઊડતા ક્યાંય ભૂલથીય કોઈ ચકલીને એકલી ચાંચો મારતી જોઈ ? માટે માત્ર બિલીફ જ બદલાય છે, જ્ઞાન નહીં ! જ્ઞાન કાયમી ગુણ છે, માટે તે બદલાય તો કાયમનું જ બદલાઈ જાય ! માટે આત્માના દ્રવ્યમાં કશું જ બગડ્યું નથી, માત્ર બિલીફ જ બદલાય છે અને એ બદલાવાના પ્રોસેસમાં ઘણી ઘણી ગુહ્ય પ્રક્રિયાઓ થઈ જાય છે. મૂળ આત્માનું કંઈ જ બગડ્યું નથી. માત્ર દર્શન શક્તિ આવરાય છે. તેનાથી ‘હું કોણ છું'ની માન્યતા બદલાય છે. નાનપણથી જ અજ્ઞાન પ્રદાન થાય છે કે હું આત્મા’ નહીં પણ “હું ચંદુ, ચંદુ’ તે તેવું જ મનાય છે. જ્ઞાન મળવાથી સમ્યક્ દૃષ્ટિનું પ્રદાન થવાથી મૂળ સ્થાને ‘હું બેસી જાય છે ને તમામ ઉપાધિનો અંત આવે છે. સામીપ્યભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. ભ્રાંતિથી એકરૂપ ભાસે છે અને તે જ આખા જગતની અધિકરણ ક્રિયા છે.” આત્માના વિશેષ પરિણામમાં અહંકાર થયો કે પરમાણમાં પ્રયોગસા ઊભું થઈ જાય. શુદ્ધ પરમાણુ વિશ્રસા અહમ્ તન્મયાકાર થાય પરમાણુમાં પ્રયોગસા ફળ આપે ત્યારે મિશ્રસા પ્રયોગસા વખતે પરમાણુઓ જોઈન્ટ રૂપે ના હોય, મિશ્રણા વખતે હોય. પ્રયોગસા વખતે તો પરમાણુઓ ભેગા થવાની તૈયારીઓ હોય. તેમાંથી મિશ્રણા થાય. અહંકાર માત્ર ચિંતવે તેવું પુદ્ગલ થઈ જાય ! એવું ક્રિયાકારી છે આ પુદ્ગલ ! પુદ્ગલ સ્વભાવથી જ ક્રિયાકારી છે, તેમાં બેનો સાંધો મળ્યો એટલે આત્મા ને પુદ્ગલ બેઉ વિશેષ પરિણામને પામ્યા ! અહંકાર ખલાસ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 168