Book Title: Aptavani 14 Part 1
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 9
________________ થાય એટલે આત્માનું વિશેષ પરિણામ ખલાસ થઈ જાય. પછી પુદ્ગલનું વિશેષ પરિણામ એની મેળે જ ખલાસ થઈ જાય ! અહમ્ ચિંતવે તો પુદ્ગલ તેવું થઈ જાય. જ્ઞાની સ્વરૂપનું જ્ઞાન આપે એટલે નિજ સ્વરૂપનું ચિંતવન થયું એટલે પુદ્ગલનું ચિંતવન છૂટ્યું એટલે પુદ્ગલેય છૂટવા માંડે. શુદ્ધ અહંકાર (રાઈટ બિલીફવાળો ‘હું') પોતાનું જ ચિંતવન કર્યા કરે. એટલે સ્વભાવિક રીતે તે સ્વભાવમય થઈ ગયો. નિજ સ્વભાવને ઓળખ્યો ત્યારથી અહંકાર ગયો. આત્માનો વિશેષભાવ અહમ્ છે ને પુદ્ગલનો વિશેષભાવ પૂરણગલન છે. પહેલો આત્માનો વિશેષભાવ ઉત્પન્ન થાય છે, પછી પુદ્ગલનો વિશેષભાવ થાય છે. એટલે અહમ્ જાય તો પુદ્ગલ ઓછું થતું જાય, છૂટતું જાય. મિશ્ર ચેતનને જ પુદ્ગલ કહ્યું. પરમાણુ અને પુદ્ગલમાં ફેર. પરમાણુ એ શુદ્ધ જડ તત્ત્વ છે. જેને શુદ્ધ પુદ્ગલ કહેવાય ને બીજું વિશેષભાવી પુદ્ગલ છે. શુદ્ધ પુદ્ગલ ક્રિયાકારી છે. બે તત્ત્વોના ભેગા થવાથી વિશેષભાવી પુદ્ગલ ઊભું થયું છે. એમાં લોહી, હાડકા, માંસ થાય છે. બે તત્ત્વના સામીપ્યભાવથી અહમ્ ઊભો થયો છે. એ પોતે જ મૂળ વ્યતિરેક ગુણનો મુખ્ય થાંભલો છે. એ ના હોય તો વ્યતિરેક ગુણો બધાં ખલાસ થઈ જાય ! રોંગ બિલીફ એ જ અહંકાર ને રાઈટ બિલીફ એ “શુદ્ધાત્મા’. ભાવ કરે છે એ ચેતનની અજ્ઞાનતા છે અને કષાયો એ પુદ્ગલના પર્યાય છે. અજ્ઞાન જાય એટલે ભાવ થવાના બંધ થાય છે. જ્ઞાનીને સ્વભાવિકભાવ હોય અને અજ્ઞાનીને વિશેષભાવ હોય, જે અજ્ઞાનથી ઊભા થાય છે. મૂળ આત્મા આમાં કંઈ જ કરતો નથી. આમાં ભૂલ કોની ? ભોગવે તેની. શી ભૂલ ? રોંગ બિલીફ. કઈ રોંગ બિલીફ ? ‘હું ચંદુભાઈ છું” માન્યું છે. આમાં કોઈ દોષિત નથી, નથી ચેતન કે જડ. ચેતન માત્ર ચેતન ભાવ કરે છે, તેમાંથી આ પુદ્ગલ ખડું થઈ ગયું ! ‘હું'ની રોંગ માન્યતા જ દુઃખદાયી છે. એ ખસી કે પૂર્ણાહુતિ ! સામાને ગુનેગાર દેખાડે છે તે પોતાની મહીં રહેલા ક્રોધ-માનમાયા-લોભ છે તે દેખાડે છે અને એ બધાં ‘હું ચંદુ છું” માનવાથી મહીં પેસી ગયાં છે. એ માન્યતા તૂટી કે ઘર ખાલી કરી દે. ચેતન ચેતન ભાવ કરે છે. કે વિભાવ કરે છે ? ચેતન ચેતન ભાવ જ કરે છે. ચેતનના સ્વભાવ ને વિશેષભાવ બેઉ છે. વિશેષભાવથી આ જગત ખડું થયું છે. અને વિશેષભાવ જાણીજોઈને કરતો નથી, સંજોગોના દબાણથી ઉત્પન્ન થાય છે. ચેતન જેવો ભાવ કરે તેવું પુદ્ગલ ઊભું થઈ જાય. સ્ત્રી ભાવથી સ્ત્રી થઈ જાય ને પુરુષ ભાવથી પુરુષ થઈ જાય. સ્ત્રી ભાવ કરે એટલે કપટ અને મોહ કરે, તેનાથી સ્ત્રીના પરમાણુઓ ઊભા થઈ જાય. પુરુષ ભાવ કરે એટલે ક્રોધ અને માન કરે, તેનાથી પુરુષના પરમાણુઓ ઊભા થઈ જાય. વ્યતિરેક ગુણ જડમાં નથી કે નથી ચેતનમાં. આ તો જે માને તેનો છે. ક્રોધ-માન-માયા-લોભને “અહમ્’ ‘મારા’ છે એમ માને છે, તેથી તેની માલિકીના બને છે. અજ્ઞાની રોંગ બિલીફથી ક્રોધ-માન-માયા-લોભને મારા ગુણો માને. જ્યારે જ્ઞાની રાઈટ બિલીફથી એમને પુગલના માને. ‘ન્હોય મારા ગુણો આ’ કહે. જગત આખું નિર્દોષ જ છે, જ્ઞાનીઓની દૃષ્ટિમાં ! દોષિત કોણ દેખાડે છે ? આ વ્યતિરેક ગુણો જ. ‘રોંગ બિલીફથી ‘હું ચંદુ છું” એમ માને છે, જ્ઞાની એને રાઈટ [૨] ક્રોધ-માન-માયા-લોભ, લેતા ગણ ?. આત્માના અન્યવ ગુણ એટલે કાયમ સાથે રહેનારા, જેવા કે અનંત જ્ઞાન, અનંત દર્શન, પરમાનંદ. જડના સંસર્ગથી ઊભા થયેલા ગુણો તેને વ્યતિરેક ગુણો કહ્યાં, જેવા કે ક્રોધ-માન-માયા-લોભ. 11

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 168