Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ સારા માણસ છે, એમને હું નાનપણથી જાણું, એમની કોઈ બાબતની ક્યારેય કશી ડખલ નહીં. ખાવામાં, પીવામાં, ઊઠવામાં, ઊંઘવામાં કોઈ હેરાનગતિ નહીં. કોઈનેય, અરે હીરાબાનેય કોઈ દહાડો એ પજવતા નથી.’ આવી સ્થિતિ મહાત્માઓની ક્યારે આવે ? સ્વ અને પર બેઉ જુદું દેખાય. “આ હું ને આ હોય હું આટલું જ મજબૂત કરી લેવાનું છે અને પાંચ આજ્ઞામાં રહેવાનું છે. કોઈ ચંદુભાઈને કૈડકાવે તો તેનું પ્રતિક્રમણ કરી લે, તો તે ફાઈલ થઈ ગઈ ચોખ્ખી ! ને પ્રતિક્રમણ ના કરે તો બાકી રહ્યું. કોઈ પ્રસંગમાં ચંદુભાઈને જોવાને બદલે પોતે ચંદુભાઈ થઈ જાય, તો તે ગાફેલ થઈ ગયા કહેવાય. ત્યાં પછી ચંદુભાઈથી જુદા પડવાનું. પછી ચંદુભાઈને ચેતવવાનું, જાગૃત કરવાનું. ચંદુભાઈથી કંઈ ખોટું કામ થઈ જાય તો ચંદુભાઈને તેનો ખેદ તો થવો જ જોઈએ. શુદ્ધાત્મા તેને જાણ્યા કરે. તે ચંદુભાઈને શુદ્ધાત્મા હિંમત આપે. ખભો થાબડીને કહેવાનું, “અમે છીએને તમારી જોડે ! ચાલો દર્શન કરો, શક્તિઓ માંગો !' જુદાપણાની જાગૃતિ ઉત્પન્ન કરાવતો એક પ્રસંગ નીરુબહેનને પરમ પૂજ્ય દાદાશ્રી સાથેનો છે. એક દિવસ દાદાશ્રી નીરુબહેનને કહે છે કે, ‘તમે એક શિષ્ય રાખી લોને !” નીરુબહેને ચોખ્ખી ના પાડી. તેમણે કહ્યું, ‘અક્રમ માર્ગમાં ગુરુ-શિષ્ય પદ છે જ ક્યાં ? દાદાશ્રી જાતે જ આખા જગતના જીવમાત્રના શિષ્ય થઈને બેઠા છે ને !” દાદાશ્રીએ પાછું કહ્યું, “અરે, એક શિષ્ય રાખવામાં તમને શો વાંધો આવે ?” ત્યારે નીરુબહેને કહ્યું, ‘આપની સેવામાં, ચરણોમાં જ મને રહેવા દોને ! આ શિષ્યને હું ક્યાં વીંઢાળું ?” ત્યારે દાદાશ્રીએ ફરી કહ્યું, ‘મારી વાત તો સમજો. એમ કરોને આ નીરુબહેનને જ તમારા શિષ્ય બનાવી દોને !!!” અહોહો ! “સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પહેલીવાર પરમાર્થ સમજાયો. ત્યારથી અમારો નીરુ જોડે ગુરુશિષ્ય જેવો જુદો વ્યવહાર ચાલુ થઈ ગયો ! શુદ્ધાત્મા પોતે પરમ ગુરુ અને નીરુ એના શિષ્ય ! [૧.૩] જુદાપણું વર્તાવવા, વાતચીતતો પ્રયોગ ચંદુભાઈ જોડે જુદાપણું વર્તાય, તે માટે ચંદુભાઈ જોડે વાતચીતનો પ્રયોગ ખૂબ જ સચોટ પૂરવાર થયો છે. પરમ પૂજ્ય દાદાશ્રી પોતે પણ 18 અંબાલાલભાઈ જોડે વાતો કરતા, એ નીરુબેને જોયેલા ને સાંભળેલા ! અરીસામાં જોઈને જાતે ખભો થાબડીને હસીને વાતો કરતા, ‘તબિયત સારી છેને ? ઢીલા ના પડશો ? અમે અનંત શક્તિવાળા છીએ. બધી શક્તિ મળશે. ક્યારેક ઠપકોય આપતા અંબાલાલભાઈને ! ક્યારેક મજાકેય કરતા ! જાત જોડેના વાતચીતના પ્રયોગથી આખો દિવસ જુદા તો રહેતા જ પણ ખૂબ જ ફ્રેશ રહેતા, આટલું બધું કામ કરવા છતાંય, એંસી વરસેય મજાક કરતાં કહેતાં, “અરે, તમને તો કશું અડતું જ નથીને ? તમે તો મોટા ભગવાન લાગો છોને ?” ત્યારે અંબાલાલભાઈ કહે, “ના, ભગવાન તો તમે છો, હું નહીં !' આમ મઝા કરતા જાત જોડે વાતો કરતાં કરતાં ! દાદાશ્રી કહેતા કે જ્ઞાન થયા પછી જ વાતચીત જુદા રહીને થવા માંડી ! ટ્રેનમાં દાદાશ્રી થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરતા. તે પગ દુ:ખે તો બાથરૂમમાં અરીસા સામે જઈને થાબડી લેતા ને દિલાસો જાતને જાતે જ આપતા. ત્યારે આખા બ્રહ્માંડના રાજા જેવું લાગે ! દાદાશ્રી બુદ્ધિ જોડે વાતો કરતાં ખાસ કહેતાં, ‘હવે તું તારે પિયર જતી રહે, કાલ બપોર પછી આવજે. અહીં તારું કામ જ નથી.' હવે બુદ્ધિ અવળું બતાડે તો તેને કહે, ‘વગર ફીએ વકીલાત શા માટે કરવા મંડી પડી ?! તને કોણે વકીલાત કરવાનું કહેલું ?” નવો ધંધો હોય ત્યાં સ્ટીમરના કાનમાં ફૂંક મારીને કહે, ‘તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે. અમારી એવી ઇચ્છા નથી !' ટ્રેનમાં બેગને ને મંદિરમાં જોડાને અચૂક કહી દેતા કે, ‘તમારે જવું હોય તો જજો ને રહેવું હોય તો રહેજો. પણ અમે તો અમારા ધ્યાનમાં જ રહેવાના !' આપણે આપણી જાતને નાનપણથી જ જાણીએ કે નહીં ? જાત જોડેના વાતચીતના પ્રયોગથી પ્રકૃતિથી આત્મા લપટો પડી જાય છે. પ્રકૃતિને ટેકલ કરવા એની જોડે વાતો કરવી. સો ટકા જુદાપણાની જાગૃતિ ક્યારે થઈ કહેવાય ? ચંદુભાઈનું મન-બુદ્ધિચિત્ત-અહંકાર દરેકે દરેક શું કરે છે તે જોયા કરવું. ચંદુભાઈના દેહને અરીસા સામે રાખી જુદા જોવા ને વાતો કરવી. આનાથી સો ટકા જુદું વર્તાશે ! ગમે તેવો માંદો હોય પણ વાઘ સામો આવે ત્યારે એ દોડે કે નહીં ? મહીં શક્તિ તો છે જ ને ! કોઈ ગાળ દે ત્યારે ચંદુભાઈને કહેવું, ‘તમારો કંઈ દોષ હશે ત્યારે કહે 19

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 251