Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ ઉપોદ્ધાત ડૉ. નીરુબહેન અમીત (૧) કર્તા કોણ ? વિશ્વની વાસ્તવિકતાઓથી કેટલી અજાણતા પ્રવર્તે છે ?! મોટામાં મોટી અજ્ઞાનતા એ છે કે હું કોણ છું’ અને ‘આ વિશ્વ કેવી રીતે ચાલે છે ? કોણ એનો રચયિતા છે ને કોણ એનો સંચાલકે છે ?” સામાન્યપણે જેને પણ આપણે પૂછીએ કે ‘તમારું ઘર કોણ ચલાવે છે ?’ ‘હું જ ચલાવું છું ને !' પછી પૂછીએ કે ‘કેટલા માઈલની સ્પીડ ચલાવો છો ?” તો કહે, ‘એ તો ઠેરનું ઠેર જ છે !” “દુકાન હું ચલાવું છું.’ કહે, પણ ‘ભઇ, ઘરાક કોણ મોકલે છે ?” મન-વચન-કાયાની ક્રિયાઓ આપણા હાથમાં કેટલી ? બંધકોષ થાય ત્યારે પોતાની શક્તિ ક્યાં ગઈ ? શ્વાસ ઉપડે, ઊંઘ ના આવે ત્યારે પરસત્તાનું ભાન થાય ! લાખ રૂપિયા કમાયો ત્યારે કહે, ‘હું કમાયો, મારી અક્કલથી કમાયો, મારી મહેનતથી કમાયો ?” અને ખોટ જાય ત્યારે શું બધાંને એમ કહે કે “મારી કમઅક્કલથી ગયા છે ?” ના. ત્યારે તો કહે, ‘મારો ભાગીદાર ખાઈ ગયો, મેનેજર ખાઈ ગયો.” અગર તો ‘મને ગ્રહો નડે છે !” “અલ્યા, ગ્રહો કંઇ નવરા છે કે નીચે આવીને તને નડવા આવે ! એ તો ઘેર કરે છેએમની ગ્રહીણીઓ જોડે! આપણને ઘેર કરવા જોઈએ તો એમને બળી ના લ્હેર કરવા જોઈએ ?!' આ તો બધી રોંગ બિલીફો છે. વળી કેટલાક તો એમે ય કહે કે ‘ભગવાન રૂક્યો છે ?' ‘અલ્યા, ભગવાન તે વળી કંઈ રૂઠતા હશે ? બહુ ત્યારે ઘેર કો'ક દા'ડો વાઈફ રૂઠી જાય !' વાઈફ ઘેર રૂઠે કે ના રૂઠે? રૂઠે ત્યારે તેલ કાઢી નાખે હંઅ ! અરે, ખાવાનું ય ના મળે ! તો પછી ભગવાનમાં ને વાઈફમાં ફેર શું ? એટલે ભગવાન તે વળી રૂઠતા હશે ? અને એ એવાં નિર્દયી નથી કે આપણે ત્યાં લાખ રૂપિયાની ખોટ ઘાલવા આવે ! આપણા લોકો તો ભગવાનને ય વગોવવામાં બાકી નથી રાખ્યું ! એકનો એક છોકરો મરી જાય તો ઘરનાં કહે કે “મારા છોકરાંને ભગવાને લઈ લીધો ' ‘અલ્યા, ભગવાનને ખૂની ઠરાવ્યા ?' લઇ લીધો’ એ વાક્યની બીજી સાઈડ જોઈએ તો ભગવાન ઉપર ખૂનીનો આક્ષેપ શું નથી જતો ? કેટલાક કહે છે કે “ઉપરવાળાની મરજી ' ઉપરવાળો એટલે ક્યાં ? કઈ પોળમાં ? અને ભગવાનની મરજી કહે, તો ભગવાન આવી મરજી કેમ કરતા હશે કોઈને મારી નાખવાની ? વળી આવી પક્ષાપક્ષી કેમ કરતા હશે એ ? કોઈને મહેલ ને કોઈને ફૂટપાથ ?! ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી ? આ દુનિયા કોણે બનાવી ? જો બનાવનારો હોય તો તેને બનાવનાર કોણ ? તેનો ય બનાવનાર કોણ ? આમ આનો ક્યાંય અંત જ નથી. વળી પ્રશ્ન ઊભો થાય કે દુનિયા એને બનાવવી જ હતી, તો આવી શા માટે બનાવી કે જેમાં બધાં જ દુ:ખી ?! કોઈને ય સુખ નથી ! દુઃખ વગરનું કોઈ છે ? બધાંને દુ:ખી કરવા દુનિયા બનાવી ? શો હેતુ એમાં એમનો ? શું મઝા પડી હશે એમને આમાં ? એની મઝા ને આપણી સજા ? કેટલાક કહે છે કે જગત બ્રહ્માએ સર્યું અને મહેશ નાશ કરે છે અને વિષ્ણુ ‘મેનેજ’ કરે છે ! આજ કાલ મેનેજમેન્ટ બધું બગડી ગયું નથી લાગતું ? દુનિયા આખી ‘રન ડાઉન’ નથી થઈ ? અને મહેશ નાશ કરે છે તો તે ક્યારે નાશ થશે કે જેથી અંત આવે આપણા બધાંનો ! જો ક્રિયેટ થાય અને ડિસ્ટ્રોય થાય એવું જગત હોય, તો ‘ઇટરનલ' (શાશ્વત) જેવી કોઈ ચીજ ના રહીને આ જગતમાં ?! જ્યારે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં કેટલાંક તત્ત્વો એવાં છે કે જે શાશ્વત છે. શાશ્વતનો અર્થ જ એ કે જેની ઉત્પત્તિ ના હોય તેમ જ તેનો વિનાશ પણ ના હોય. એટલે જગત અનાદિ અનંત છે ! શાશ્વત છે ! આજકાલના ભૌતિક જગતના વૈજ્ઞાનિકોએ પણ એવાં તત્ત્વો ખોળી કાચાં છે, દા. ત. હેલિયમ, રેડીયમ, વિ. જે શાશ્વત છે. એને કોઈ ક્રિયેટ ના કરી શકે, આ શાશ્વત છે. તો દરેકની અંદર રહેલો આત્મા, તે શું શાશ્વત નથી ? એને ક્યાં બનાવવાની જરૂર છે ? જગતને કોઇએ બનાવ્યું નથી ને તેનો નાશ પણ નથી. હતું, છે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 204