Book Title: Aptavani 11 P Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ અવતાર આ વ્યવસ્થિતના જ્ઞાનને પૂરેપૂરું સમજવામાં ગયા ! હવે તે જ્ઞાન આપણને સમજાવા માટે એમની વાણીના માધ્યમ દ્વારા વ્યક્ત થયું છે. વ્યવસ્થિતનું જ્ઞાન જુદા જુદા પ્રસંગે, જુદી જુદી વ્યક્તિ સાથે વ્યક્ત કર્યું છે. તે અત્રે પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથ બે વિભાગમાં વિભાજીત થયો છે, પૂર્વાર્ધ અને ઉતરાર્ધ. જે વાંચતાં સુજ્ઞ વાચકને ક્યારેક ક્યાંક ક્યાંક આ ગુહ્યજ્ઞાન સમજવામાં અંતરાય આવે. કદાચ ક્યાંક વ્યવસ્થિતની વાત અધૂરી મેળવાય, ત્યારે સુજ્ઞ વાચકે ગૂંચવાડામાં ન પડતાં પ્રસંગોપાતે, નિમિત્તાધીન નીકળેલી હોવાથી પ્રત્યક્ષમાં પ્રત્યક્ષ નિમિત્તને ટૂંકામાં વાણી તથા અંતરસંજ્ઞાથી સંપૂર્ણ સમાધાન કરાવી આપે. પરંતુ અત્યારે અપરોક્ષપણે, માત્ર શબ્દોના જ માધ્યમે ‘વ્યવસ્થિત'નું જ્ઞાન કદાચ ક્યાંક સમાધાન ના કરે એવું બની શકે. એટલે આ ગુહ્ય વાણીને સમજવા સુજ્ઞ વાચકે ખૂબ જ ધીરજથી અને સમતાથી પ્રસ્તુત ગ્રંથનું ઊંડાણથી અધ્યયન કરી છૂટવું અતિ આવશ્યક છે અને એના એવા અધ્યયનના અંતે તમામ ખૂટતી કડીઓનું સમાધાન અવશ્ય મળી જશે જ. અને પૂજ્યશ્રીના કરોડો અવતારની યથાર્થ સાધનાના ફળરૂપે પ્રાપ્ત થયેલું વ્યવસ્થિતનું વિજ્ઞાન આજે આપણને માત્ર આ ગ્રંથના ટૂંક સમયના અધ્યયનથી પ્રાપ્ત થઈ જશે એમાં નિઃશંકતા સેવવા યોગ્ય છે અને સુજ્ઞ વાચકને ખરેખર આ વિજ્ઞાન સમજવા ને જીવનમાં ઉતારવામાં રસ હોય તો પ્રત્યક્ષ નિમિત્ત ખોળી કાઢે તો જ ઝટ ઊકેલ આવે. ગ્રંથમાં પૂજ્યશ્રી વારેવારે કહેતા મળે છે કે ‘વ્યવસ્થિત'નું જ્ઞાન આત્મજ્ઞાન પામ્યા પછી જ ફલિત થાય. ‘હું શુદ્ધાત્મા છું' અને આ કોઈ ચીજનો ‘હું કર્તા નથી’ એવું ફીટ થાય પછી જ ‘આ કોણ કરે છે વાસ્તવિકતામાં તે સમજાય. પ્રસ્તુત ગ્રંથથી કો'ક વિચક્ષણ વિરલા સમજી શકશે. બાકી વ્યવસ્થિત એ બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય એવું છે. પણ એની અનુભૂતિ તો અક્રમ વિજ્ઞાન દ્વારા આત્મજ્યોતિ જલાવ્યા સિવાય નથી થાય એવું. જેમ રેડિયમની શોધનું તમામ સાયન્સ મેડમ કયૂરીએ એના પ્રયોગોનું વર્ણન પુસ્તકોમાં કર્યું જ છે. પણ એ વાંચીને ગમે તેટલું સમજવા જાય પણ તેને રેડિયમ હાથમાં ના આવે. એના માટે તો જાતે લેબોરેટરીમાં પ્રયોગ કરી સિદ્ધ કરવું પડે, ત્યારે મળે. તેવું અહીં આત્મા-અનાત્માની ભેદરેખા ભેદજ્ઞાનથી, અક્રમ માર્ગે મેળવી લે તો આ બધી પ્રાપ્તિ હેજે થઈ જાય. પોતે અકર્તાપદમાં આવી જાય ને પછી જ ખરેખર કર્તા કોણ છે, વ્યવસ્થિત છે એ વિઝનમાં નિરંતર રહ્યા કરે ! આત્મજ્ઞાન મેળવવા અક્રમ વિજ્ઞાન આ કાળમાં શોર્ટસ્ટ માર્ગ છે. બે કલાકમાં જ આત્મા-અનાત્મા વચ્ચે લાઈન ઑફ ડિમાર્કેશન પડી જાય છે. ત્યાર પછી જ ‘હું શુદ્ધાત્મા છું' અને કોઈ ચીજનો ‘હું કર્તા નથી.’ એવી દ્રઢતા નિરંતર રહ્યા કરે છે. ત્યાર પછી જ “કોણ કરે છે, એ વિઝનમાં આવી શકે. અને કોણ કરે છે. ‘વ્યવસ્થિત કરે છે એ દેખાય. ત્યાં સુધી ‘વ્યવસ્થિત’નું જ્ઞાન ગેડમાં બેસે એવું નથી. સમકિત થયા પછી જ, અહંકાર સંપૂર્ણ ગયા પછી જ, માત્ર અક્રમ વિજ્ઞાન થકી જ આ ‘વ્યવસ્થિત'નું જ્ઞાન ઉપયોગી થઈ શકે. કર્તા સંબંધીની પૂજ્યશ્રીની વાણી તદન પહેલીવાર આવેલાંની સાથે બેઝીક થયેલી છે. બાકી તો વધુ વાતો જ્ઞાન સાક્ષાત્કાર પામેલાઓ સાથે થયેલી છે. એટલે જ્ઞાન સાક્ષાત્કાર નહીં પામેલાઓને ક્યાંક ગૂંચવાડો થાય તેમ બની શકે તેમ છે. ત્યાં ખૂબ ખૂબ જાગૃતિ રાખી વાણીની બન્ને માટેની બે જુદી જુદી ધારાઓ તદન જુદી જુદી રીતે જ પીવા વિનંતિ દિલ્હીનું વર્ણન પુસ્તકમાં વર્ણવ્યું છે તે વર્ણવનાર તો 10Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 204