Book Title: Anuvrat Andolan Author(s): Tulsi Acharya Publisher: Gujarat Anuvrat Samiti View full book textPage 5
________________ અણુવ્રત આંદોલન એક સર્વ હિતકારી યોજના જીવનની આધ્યાત્મિક તેમજ નૈતિક સિંચાઈ માટે અણુવ્રતઆંદોલન એક એજના છે. એનું લક્ષ સામાજિક તેમજ રાજનૈતિક ઉન્નતિથી બહુ જ વધારે વ્યાપક છે. આ આધ્યાત્મિક ઉન્નતિ છે, આધ્યાત્મિક ઉન્નતિ કેવળ ઉચ્ચતમ ઉન્નતિ નથી, પણ સર્વતોમુખી ઉન્નતિ છે. એમાં પિતાનું હિત તેમજ અન્યનું હિત પણ સમાયેલું છે. – આચાર્ય શ્રી તુલસી અણુવ્રતની પરિભાષા અણુવ્રતને અર્થ છે કે, પ્રત્યેક વ્રતનું અણુથી માંડીને બધા વ્રતનું ક્રમવાર વધતું જતું પાલન. દા. ત. કોઈ માણસ કે જે અહિંસા અને અપરિગ્રહમાં વિશ્વાસ રાખે છે, પરંતુ તેના અનુસાર ચાલવાની તાકાત પિતે મેળવી શકતા નથી. આ પદ્ધતિને આશ્રય લઈને કોઈ વિશેષ હિંસાથી દૂર રહેવા અથવા એક સીમાની બહાર બીજી કઈ ખાસ પદ્ધતિથી સંગ્રહ નહિ કરવાનો સંકલ્પ કરશે અને ધીમે ધીમે પિતાના લક્ષ તરફ આગળ વધશે. આવા વ્રત અણુવ્રત કહેવાય છે. – કિશોરલાલ ઘ, મશરૂવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38