________________
રહ્યા છે. આ અકિંચન પરિવ્રાજકોએ દેશનાં પૂર્વ ખૂણાથી પશ્ચિમ ખૂણા સુધી અને ઉત્તર ખૂણથી દક્ષિણ ખૂણા સુધી નૈતિક નવ જાગૃતિની
જ્યોતિ જગાવી છે. નૈતિક્તા શબ્દ જે ભષ્ટાચારનાં દળદળમાં દબાઈ રહ્યો હતો એને એકાએક ઉપર લાવી દીધો. ભલે આપણે એમ ન કહી શકીએ કે, અનૈતિકતા દેશથી નષ્ટ થઈ છે. પણ એટલું તો આપણે અસન્દિગ્ધ રૂપથી કહી શકીએ કે અણુવ્રત આદેલને નૈતિકતાના પક્ષમાં એક વાતાવરણ તૈયાર કર્યું છે. અવગુણો ખરેખર પિતાના અનુકૂળ વાતાવરણમાં જ જીવે છે. બજારમાં કાળાબજાર, ભેળસેળ અને અન્ય અપ્રમાણિકતા એટલા માટે ચાલે છે કે તેમને અનુકૂળ વાતાવરણ ત્યાં હોય છે. અધિકાંશ લેકે તેવું જ કરે છે. કોઈ કેઈના તરફ આંગળી ઉઠાવતું નથી. જે દિવસે અધિકાંશ વ્યાપારીઓ પ્રમાણિકતાથી વર્તશે અને ભેળસેળ અથવા કાળાબજાર કરાવવાળાની તરફ આંગળી ઉઠાવશે, તે દિવસે અપ્રમાણિકતાને બજારમાંથી ભાગવું પડશે. અપ્રમાણિક વ્યાપારીઓને પણ પ્રમાણિક લેકમાં સ્થાન મેળવવા માટે પ્રમાણિક બનવા લાચાર થવું પડશે. આવી જ પરિસ્થિતિ રાજ્યકમ ચારિયો, વિદ્યાથી આદિ અન્ય વર્ગોની છે. આંદોલને પ્રત્યેક વર્ગમાં દત નૈતિક વાતાવરણ બનાવ્યું છે. કોટિ-કેટિ લેકે આંદોલનથી પ્રેરિત થયા છે, લાખે કે સામાન્ય રૂપથી વતી બન્યા છે. વ્યાપારીઓએ પિતાના નૈતિક વ્રતોની સુરક્ષા માટે લાખોનાં લાભને જ કરીને દાખલે બેસાડ્યો છે. રાજ્યકર્મચારિયોએ પિતાની ઈમાનદારી અને
ન્યાય પ્રિયતા માટે પોતાના આર્થિક સ્વાર્થને ગૌણ કરી આદર્શ દાખવ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નકલ ન કરવી તોડફોડ ન કરવી અને ટિકિટ વગર મુસાફરી ન કરવાની બાબતમાં દઢ વ્રતપાલનને પરિચય આપે છે. ઘણું કંકાસ કજિયામાં રચ્યાંપચ્યાં રહેતા કુટુંબેએ અણુવ્રતને અપનાવીને શાતિધામ રૂપ બન્યા છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com