________________
() કઈ રાષ્ટ્ર આંતરરાષ્ટ્રિય વિધિ-નિયમોનું ઉલ્લંઘન ન કરે. (૫) કેઈ રાષ્ટ્ર કોઈપણ રાષ્ટ્રને પિતાને આધિન ન રાખે.
આ પ્રકાર અણુવ્રત આદેલન વ્યક્તિથી વિશ્વ સુધી પોતાની નૈતિક પ્રેરણાઓ પહોંચાડવામાં સફળ થયું છે અને થઈ રહ્યું છે. ખરેખર એણે જનમાનસને નવીન પ્રકારથી આંદોલિત કર્યું છે. અને એટલા માટે એનું આંદોલન નામ સાર્થક થયું છે. ભારતવર્ષમાં આ પ્રકારનું આ એક જ આંદોલન છે, જે કેવળ નૈતિક અભ્યદયને જ પિતાને ધ્યેય માની ચાલી રહ્યું છે. એક વિષયની તરફ જ એક નિષ્ઠ થઈને ચાલવું એ આંદોલનની પોતાની નિરાળી વિશેષતા બની ગઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com