Book Title: Anuvrat Andolan
Author(s): Tulsi Acharya
Publisher: Gujarat Anuvrat Samiti

View full book text
Previous | Next

Page 9
________________ થઈ. કંઈક પરિવતને જોતજોતામાં આવી જાય છે, કંઈક પેઢીઓના અંતર સુધી ફલિત થાય છે, પણ બધા પરિવર્તનેની જડ વિચારોમાં જ ચોટેલી હોય છે. વિચારોની જડ ખસી જાય તો ક્રાંતિના બનાવેલા મહેલે પણ ધસી પડે છે. અણુવ્રત આંદોલન એક વિચાર ક્રાંતિ છે તે વ્યક્તિના મનમાં અહિંસા અને સત્યની નિષ્ઠા ઉત્પન્ન કરીને તે નૈતિક મૂલ્યની તરફ શ્રદ્ધાવાન બનાવી દેવા ઈચ્છે છે. મૂર્ત અને અમૂર્ત રચનાત્મક્તા – | વિચારોને પ્રવાહ વિદ્યુતની જેમ ઝડપી છે. તે એકી સાથે વિશ્વને પણ પ્રભાવિત કરવામાં શક્તિમાન છે. તે અમૂર્ત છે, અવરોધ ગતિથી ચાલે છે. મૂર્ત રચનાત્મકતા ત્યાંની ત્યાં રોકાઈ જાય છે. તેનામાં જડતા આવી જાય છે. તે મૂર્તિમંત થવામાં સમય અને શ્રમને જેટલો ભાગ લે છે, તેટલું પરિણામ આપતી નથી. મૂર્તને મૂળ માનીને ચાલવામાં કાર્ય સંકુચિત થાય છે, અમૂર્તને મૂળ માનીને ચાલવામાં અમૂર્તની વિસ્તૃતતા પર મૂર્ત પિતે જ ઉપસ્થિત થાય છે. કાટિકટિ મગજમાં આવતા વિચારો કોટિ-કેટિ હાથને વિષય બને છે. અમૂર્ત અને મૂર્ત રચનાત્મકતાને આ દૃષ્ટિકોણ અણુવ્રત–આંદેલનને સર્વાંગી બનાવે છે. યાજનાની સિદ્ધિ તેના પરિણામમાં – યોજનાની સિદ્ધિ કેવળ તેના સંગૃહીત આદર્શોમાં નથી. અહિંસા, સત્ય આદિ સર્વોચ્ચ આદર્શોથી ધર્મશાસ્ત્રો ભરેલાં છે, પણ આ આદશેનું મૂલ્ય ત્યારે જ થાય છે, જ્યારે તે જીવનમાં ઉતરે છે. અણુવ્રત –અદેલનનું આ સૌભાગ્ય રહ્યું છે કે જનાના રૂપમાં તે અણું છે અને ક્રિયાત્મકરૂપમાં તે વ્યાપક છે. મહામહિમ આચાર્ય શ્રી તુલસી અને તેરાપંથના વિદ્વાન અને મનસ્વી મુનિજન આવત આદર્શને જન-જનમાં ક્રિયાન્વિત કરવા માટે જાણે જીવનવ્રત લઈ પ્રયાણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38