________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, આ બદીઓને ત્યાગ કરનાર, કરેલા ધર્મનું ફલ મેળવી શકે છે; જ્ઞાનાભ્યાસ કર-જપ-તપ-ધ્યાન વિગેરે સત્યકાને, કલેશાહિક રહિત મનુષ્યો જ ચોગ્ય રીતે કરી શકે, તે સિવાયના જનેને સત્કાર્યોમાં સ્થિરતા રહી શકે નહી; અને ઉલટી અકળામણ આવે માટે પ્રથમથી જ કલહ-કંકાસ-અદેખાઈ-વેર વિગેરે દુર્ગોને દૂર કરવાને અભ્યાસ કરવો જરૂરી છે.
૪પ૩. સમ્યગ વિચારપૂર્વક વિવેક કરવો તેજ શ્રેયસ્કર છે. દુન્યવી વસ્તુઓ માટે મહાન યુદ્ધો કરવામાં આવે તેમજ મારામારી કરવામાં આવે તે પણ તે વસ્તુઓ પોતાની થતી નથી; પારકી વસ્તુઓ કદાપિ પિતાની થઈ છે ખરી? પણ પારકી વરતુઓને પોતાની માની બેઠા-પીગલિક પદાર્થોને ચેતનના ઘરના માની બેઠા, ત્યાં શો ઉપાય ? એ તો
જ્યારે સમ્યગજ્ઞાન થાય અને તે દ્વારા જડ ચેતનની વહેંચણ થાય ત્યારે જ કાંઈક માન્યતા ફરે તથા વસ્તુસ્થિતિ સમજાય, અને પરપદાર્થોની મુગ્ધતા ટળે; સ્વરૂપની ઓળખાણ સત્યરૂપે ભાસે.
સમ્યજ્ઞાન અને પૃથક્કરણ એટલે વિવેકવડે જડ ચેતનના વરૂપનું ભાન થતું રહે છે, અને તેના ચગે મનની સ્થિરતા જામતી જાય છે, માટે સદાય-ચેતન અને જડને વિવેક કરતા રહેવું; વિવેક વિના તે કાંઈ પણ સમજાતું નથી; અને જે કાંઈ ધાર્મિક કાર્ય થાય છે, તે દેખાદેખીથી બને છે; માનવ અને વાનવ, સાક્ષર અને રાક્ષસ તેમજ શેઠ અને શઠ, કવિ અને કપિમાં વિવેકને–પૃથકકરણને તફાવત છે; વિવેક વિનાને માનવ, દાનવ કરતાં પણ અધમ બને, તેમજ વિવેક વિનાને
For Private And Personal Use Only