Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 472
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પદાર્થોને પ્રાપ્ત કરવા જે પાપસ્થાનકે સેવાય છે તે સેવાય નહિ અને તેના ઉપરથી-મમતા ઘટે. મમતા ટળવાથી અહંકાર-અભિમાન-ઈર્ષ્યા-અદેખાઈ વિગેરે દુર્ગુણે રહી શકે નહી અને આત્મશક્તિને આવિર્ભાવ થાય; કારણ કે અહંકાર, મમતા વિગેરે દુર્ગથી આત્મા, અનાદિકાલથી દબાએલે છે તેથી તેનું જોર ચાલતું નથી. જગતમાં એવી દબાએલ વ્યકિતઓ સ્વશકિતને ફેરવી શકતી નથી. જ્યારે દબાણ ઓછું થાય ત્યારે હવશક્તિને ફેરવી શકે છે. રક્ષાથી કે ધૂળથી દબાએલ અગ્નિ, શવશક્તિરૂપ ઉષ્ણુતાને રીતસર આપી શકતા નથી. જ્યારે આવરણ ખસી જાય ત્યારે જ પોતાની શક્તિને ફેરવી શકે છે માટે અજ્ઞાનાદિક જે આવરણ રહેલા છે તેઓને દૂર કરવા પ્રયાસ કરે. ૬૩૯. સજજનતા તથા ધાર્મિકતા સદ્દગુણેથી આવે છે. સજજનતા કે ધાર્મિકતા એકદમ આવીને ઉપસ્થિત થતી નથી. તેમજ ફક્ત દાન દેવાથી આવી શકતી નથી. તે તે ઉદારતા, પ્રમાણિકતા, સદાચારનું પાલન તેમજ નમ્રતા–સરલતા વિગેરે સદ્દગુણેના સેવનથી આવે છે, તેથી દાન દેતાં પહેલાં સદ્દગુણેને કેળવવાની ખાસ આવશ્યકતા રહેલી છે. જેમ તેમ વદતાથી જે સજજનતા કે ધાર્મિક્તા આવતી હોય તે જગતમાં રહેલા સર્વ મનુષ્ય, સજજન અને ધાર્મિક બની રહે અને કંકાસ-ઈષ્ય–અદેખાઈ–મારામારી-યુદ્ધો થાય નહી અને જગતના પ્રાણીઓ સુખશાંતિમાં રહે, પરંતુ તેવા સજજને વિરલ દેખાય છે. તેથી જ પ્રાણીઓને સુખશાતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484