Book Title: Anekant Syadwad
Author(s): Chandulal Shakarchand Shah
Publisher: Babubhai Kadiwala

Previous | Next

Page 8
________________ સમજાવનારા ઉપયોગી વિષય તરફ પણ કેટલાકર અરુચિ-અનાદર કેળવતા એવા લોકોને અને બીજાઓને પણ સ્યાદ્વાદનું સાચું રહસ્ય સમજાય, તેનું વાસ્તવિક મહત્વ લક્ષ્યમાં આવે એ રીતે આ ગ્રંથમાં સરસ શ્રેષ્ઠ પ્રયત્ન થયો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. - ઉત્તમ સરસ શૈલીથી આ ગ્રંથની રચના કરી લેખક ખરેખર અમર થઈ ગયા છે. પોતાનું સાચું સ્મારક રચી ગયા છે, બીજા લેખકોને-સાક્ષરોને-વિદ્વાનોને ઉચ્ચ પ્રેરણા આપી ગયા છે. પોતાનાં જીવનને યશસ્વી બનાવી ગયા છે અને બીજાઓનાં જીવન સમજ્જવલ બને એવો પ્રશંસનીય પ્રયત્ન કરી ગયા છે. - સદ્ગત બીજા પણ કેટલાક મહત્વના લેખો લખ્યા જણાય છે, તથા કેટલીક નવલિકાઓ અને નવલકથા પણ લખી હતી, તેમાંથી કેટલીક “કલ્યાણમાસિકમાં સુરેન્દ્રનગર તરફથી, તથા “ધર્મચક્ર' માં મફતલાલ સંધવી તરફથી અને ‘ગાંડીવ' સાહિત્ય મંદિર, સુરત તરફથી પ્રકાશિત થઈ હતી. ભકતામર સ્તોત્રનો ગુજરાતી અનુવાદ તથા બીજી પણ કેટલીક રચના કરી જણાય છે, તે પ્રકાશિત થવી ઘટે. પંન્યાસજી મહારાજ શ્રી ભાનવિજયજી ગણિવર પંન્યાસજી મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર તથા શ્રી તત્ત્વાનંદવિજયજી મ., શ્રી કુંદકુંદવિજયજી મ. આદિ સાથે તેમનો પત્રવ્યવહાર જીવનના અંતકાળ સુધી ચાલુ રહેલો જણાય છે, પત્રકાર મિત્રોને તેમણે કેટલીક જરૂરી સલાહ-સૂચના આપી હતી તેમ તેમના પત્રાદિથી જણાય છે. 1 - અંતકાળ પહેલા તેમણે પાનસરમાં ભગવાન મહાવીરના સાંનિધ્યમાં-શરણમાં ૧ મહિનાથી અધિક મૌનવ્રત સ્વીકાર્યું હતું-ધર્મધ્યાનમાં તેઓ તલ્લીન બન્યા હતા. પરમયોગીની જેમ પરમ પ્રભાવક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા-સમર્થ - તત્ત્વચિંતક પરમ શ્રદ્ધાળુ આશાસ્પદ સજ્જન ચંદુભાઈનો કર્તવ્ય પરાયણ આત્મા ૫૪ વર્ષ જેટલી વયમાં (સન ૧૯૬૨ જાન્યુઆરી તા. ૨૪મી ના પ્રભાતમાં) પરલોન્ગવાસી થયો. એથી એમના પરિચિત ગુણાનુરાગી સ્નેહીઓને-સંબધીઓને દુઃખની લાગણી થાય એ સ્વભાવિક છે. કલ્યાણ, ધર્મચક્ર, ગાંડીવ જેવા અનેક પત્રોના સંપાદકોએ સદ્ગતના સ્વર્ગવાસથી પોતાને અને સમાજને જે અસાધારણ ખોટ પડી છે તેની દુઃખદર્દભરી નોંધ લીધી છે-શ્રદ્ધાંજલિ સમર્પી છે. લેખકને સાક્ષાત્ મળવાનો મારે યોગ બન્યો નથી, તેમના સબંધી દુલ્લભદાસ ભણશાલીએ થોડા દિવસ પહેલાં મને જે લેખન-સામગ્રી વાંચવા મોકલાવી હતી, તેના આધારે સંક્ષેપમાં મેં અહિં લખ્યું છે. આશા છે કે સદ્ગતના સુપુત્રો સ્વ. પિતાશ્રીના નામને પરમ યશસ્વી બનાવશે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 280