Book Title: Anekant Syadwad Author(s): Chandulal Shakarchand Shah Publisher: Babubhai Kadiwala View full book textPage 7
________________ તેઓ પત્રકાર-લેખક રિપોર્ટર તરીકે જોડાયા હતા, સન ૧૯૩૬ માં સ્વ. ભૂલાભાઈ દેસાઈના પંચમહાલ જિલ્લાના પ્રવાસના રિપોર્ટર (વૃતાંત-નિવેદક) તેઓ હતા. ફ્રી પ્રેસ જર્નલ અને જયભારત' વગેરે પત્રો દ્વારા પણ તેમણે સમાયોચિત કાર્યવાહી બજાવી હતી. તેઓ શેઠવીરચંદ પાનાચંદ સાથે આફ્રિકા-મોમ્બાસાના પ્રવાસે ગયા હતા, ત્યાં પણ હિંદીઓ પ્રત્યેના અન્યાય અપમાન અસહ્ય થતાં સાહસિક ચળવળ કરી હતી, તેમાં તેમણે સફળતા મેળવી હતી સન ૧૯૩૭ થી ભિન્ન-ભિન્ન વ્યવસાયમાં અને ક્રાંતિ-યોજના દ્વારા દેશ-સેવા બજાવી હતી. સન ૧૯૪૭. માં વેપારી મિત્ર સાથે અમેરિકા તથા સન ૧૯૪૯ માં ઇંગ્લંડચૂરોપના પ્રવાસે ગયા હતા. તેઓએ બહોળો અનુભવ મેળવ્યો હતો.વિવિધ પ્રવૃતિઓ કરી હતી. તેમના તે પ્રવાસનું વર્ણન પ્રકાશમાં આવશે, તો સમાજને ઘણું જાણવાનું મળશે. . * સન ૧૯૫૭ થી તેમના જીવને જાદો વળાંક લીધો જણાય છે. પૂર્વ સંસ્કાર તથા સાધુસંતોના સમાગમે તેઓ અધ્યાત્મના રંગે રંગાયા હતા. દરમ્યાન તેમણે અનેક શાસ્ત્રોનું અવલોકન-મનન-પરિશીલન કર્યું જણાય છે. તેમણે “અનેકાંતસ્યાદ્વાદ' જેવા ગ્રંથની સંકલના માટે વિવિધ ગ્રંથોનો આધાર લીધો છે, પાંચ વર્ષના પરિશ્રમ પછી આ ગ્રંથ-રચનાની સિદ્ધિ થઈ હતી, તેમ તેઓએ આ ગ્રંથમાં સૂચવ્યું છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના તેઓ ઊંડા અભ્યાસી ન હોવા છતાં ભાષાંતર ગ્રંથો વાંચી વિચારી આવી સરળ રચના કરી શક્યા. તેમાં તેમણે ગુરુદેવના માર્ગ-દર્શન, પ્રેરણા-પ્રોત્સાહને નિમિત્તભુત માન્યું છે. એ જ કારણે તેઓએ કૃતજ્ઞતાથી આ ગ્રંથ ગુરુદેવને સમર્પણ કર્યો હતો. ગમે તે કારણે ત્યાં ગુરુદેવનું નામ સ્પષ્ટ જણાવ્યું નથી, છતાં જાણવા પ્રમાણે તે પન્યાસજી મ. શ્રી ભાનુવિજયજી ગણિવર સમજાય છે. આવા શ્રેયસ્કર કાર્યમાં આવી ગ્રંથ રચના કરવામાં માર્ગદર્શન, પ્રેરણાપ્રોત્સાહન અને સહકાર કરનાર પણ ધન્યવાદને પાત્ર કહી શકાય. આવી ઉપયોગી વિશિષ્ટ સંકલના કરવામાં લેખકની ગંભીર સ્વચ્છ પ્રતિભા અને કલા-કુશલતા આકર્ષે તેવી છે. ગહન વિષયને રસપ્રદ રીતે વાર્તાલાપના રૂપમાં સમજાવવાની એમની શૈલી સૌ કોઈ વાચકનું ધ્યાન ખેંચે તેવી છે.લેખન તટસ્થ દષ્ટિથી છતાં અનન્ય શ્રદ્ધાથી થયું જણાય છે. આમાં વિચારણીયવિષયનેચર્ચવાના પ્રસંગને અનેક યુકિત-પ્રયુક્તિથી, દેશ-પરદેશોના અનુભવથી, બોધપ્રદ મનોરંજક દષ્ટાંતો સાથે દઢ રીતે સમજાવવા પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે, અનેકાંતસ્યાદ્વાદનું તાત્ત્વિક સ્વરૂપન સમજનારા કેટલાંકે તેને ‘સંશયવાદ' તરીકે ઓળખાવી ભ્રાન્તિ કરાવી હતી અને હજી પણ કેટલાક વગર વિચાર્યે-સમયે બ્રાન્તિ કરાવતા જણાય છે, અનેકાંત-સ્યાદ્વાદ જેવા મહત્વના વિષયને વિવિધ દષ્ટિથી વિચારવાનુંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 280