Book Title: Anekant Syadwad Author(s): Chandulal Shakarchand Shah Publisher: Babubhai Kadiwala View full book textPage 6
________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના “અનેકાંત અને સ્યાદ્વાદ” (અનેકાંત અથવા સ્યાદ્વાદ) જેવા ગહન ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે “શ્રી જૈન માર્ગ આરાધક સમિતિ આદોની (આંધ) તરફથી મને પ્રેરણા થઈ છે. તેથી થોડું લખવા પ્રવૃત્ત થયો છું. શ્રી જૈન માર્ગ આરાધક સમિતિ’ તરફથી સંવત ૨૦૧૯માં આ ગ્રંથની હિન્દી આવૃતિ પ્રકાશીત થઇ ચૂકી છે, જે ઘણી લોકપ્રિય થઇ છે. તેની મૂળ ગુજરાતી રચના હાલમાં પ્રકાશિત થઈ વાચકોના કરકમલમાં સાદર થાય છે, તે પણ સારી રીતે લોકપ્રિય થશે તેવી આશા છે. આ ગ્રંથના લેખક શ્રી ચંદુલાલ શકરચંદ શાહ આજથી ૩ વર્ષ પહેલાં (સન ૧૯૬૨ ના જાન્યુઆરીની ૨૪મી તારીખે) અકાળે સ્વર્ગવાસી થયા છે, એ જાણી સૌ વાચકો દુઃખ અનુભવશે. સદ્ગત સાક્ષર ગૂજરાતના હતા. સન ૧૯૦૭ (સંવત ૧૯૬૩) માં તેમનો જન્મ અમદાવાદ પાસેના વહેલાલ ગામમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું. તેઓ ચિ.ન. વિદ્યાવિહારના બુધ્ધિશાળી તેજસ્વી વિધાર્થીમાંના એક હતા. દેશ-પ્રેમ, ધર્મ-પ્રેમ અધ્યાત્મ-પ્રેમ દ્વારા તેઓ અનેકના પ્રીતિપાત્ર બન્યા હતા. દેશના અન્યાય અપમાનને સાંખી ન લે તેવા તે સ્વદેશભિમાની હતા. સન ૧૯૨૭ માં તેમમનાં લગ્ન સુયોગ્ય લીલાવતી કન્યા સાથે થયાં હતાં. દેશાટન અને પંડિત-મિત્રતા વગેરે ચતુરાઇનાં મૂળ કારણો તરફ તેમનું લક્ષ્ય ખેંચાયું જણાય છે.દેશવિદેશ જોવાની તેમની ભાવનાને કુદરતે અનુકૂળતા કરી આપી હતી. તેઓએ મુંબઈ, કલકત્તા, રંગુન, સીંગાપુર પીનાંગ આદિના પ્રવાસ દ્વારા વિવિધ અનુભવ મેળવ્યો હતો. દૂધમાંથી માખણ કાઢવાની યોજના તેમણે ઘડી હતી. વીમા એજન્ટ તરીકે કાર્ય બજાવ્યું હતું. તથા બીજા અનેક વ્યવસાયોમાં તેમણે કુશળતા પ્રાપ્ત કરી હતી. સન ૧૯૨૮ માં તેઓ “મજૂર મહાજન” સંસ્થાઓમાં જોડાયા હતા. સન ૧૯૩૦ માં મહાત્મા ગાંધીજીની પ્રસિદ્ધ દાંડીકૂચમાં-સત્યાગ્રહમાં જોડાયા હતા. તેમણે સૌરાષ્ટ્ર સમિતિના નિયામક તરીકે સેવા આપી હતી. સ્વદેશ સેવાર્થે સન ૧૯૩૦ થી ૩૨ માં જેલવાસનાં કષ્ટો ભોગવ્યા હતાં.ત્યાં તેમનું કેટલાય (૪૦) રતલ વજન ઘટી ગયું હતું. એ પછી સન ૧૯૩૨ માં મુંબઈ જન્મભૂમિ ટ્રસ્ટમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280