Book Title: Anand Kavya Mahodadhi Part 1
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

Previous | Next

Page 13
________________ (સુખ એકદમ કહી દેવું તે જરા વિચારવા જેવું છે, પરંતુ એટલું તે અવશ્ય છે કે જેનોએ તેને બાળપણથી તે અત્યારસુધી સર્વપ્રકારે લાલી-પાલી છે. અને તેથી ભાષામૂલ “જેથી ” છે એમ કહેવામાં કશી અતિશયોક્તિ કહેવાશે નહિ. અથવા સંસ્કૃતઉપરથી પ્રાકૃત, પ્રાકૃતઉપરથી અપભ્રંશ, અને અપભ્રંશઉપરથી ગુજરાતી ભાષા થઈ. સંવત ૧૧૬૮માં મહારાજા સિદ્ધરાજના વખતમાં હેમચંદ્રાચાર્ય રચેલું અપભ્રંશ ભાષાનું વ્યાકરણ આપણી પાસે વિદ્યામાન છે, અને સંવત્ ૧૪૫૦માં રચાયેલું ગૂજરાતી વ્યાકરણ “મુગ્ધાવધ મક્તિક બુધ્ધિપ્રકાશમાં પ્રસિદ્ધ થયું છે. સ્વ. શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ ગુજરાતી જાપાના ઈતિહાસમાં લખે છે કે “જૂની ગૂજરાતી ભાષા કહિયે તે સંવત ૧૧૦૦ના આરંભથી તે સંવત ૧૫૦૦ના અંત લગી જાણવી ત્યાર પછીની ગુજરાતી ભાષાને નવી ગૂજરાતી જાણવી” આ વાક્યમાં અમને એટલે ફેરફાર કરવા જેવું લાગે છે કે જૂની ગુજરાતી સંવત ૧૫૦૦ના અંત લગી નહિ પણ સંવત ૧૬૦૦ગ્ના અંત લગી ની છે અને તે પછીની ભાષાનાં ઘણાખરા રૂપો હાલની ગૂજરાતીને મળતાં થયાં છે. આ રીતે જોતાં જે અપભ્રંશ ભાષામાંથી જૂની ગુજરાતી ભાષા ઉત્પન્ન થઈ તે અ૫બ્રશના નિયામક-વ્યાકરણકર્તા એક જૈન મુનિ છે. તેમજ જૂની ગૂજરાતીનું વ્યાકરણ રચવાનું માન પણ એક જૈન મુનિએ મેળવ્યું છે, એટલે ગૂજરાતી ભાષાની ઉન્નતિમાં જેનો મુખ્ય હાથ છે, એમ કહ્યા વિના ચાલતું નથી. ૧-અમારા કેટલાક મિત્રોનું કહેવુ છે કે–“ગુજરાતી ભાષાનું મન જેનાથજ રોપાયું છે, અને તેના પુરાવા તરીકે રાસાઓ સાક્ષી પૂરે છે તે પછી, વાદીની દલીલો મજબૂત હોઈ પ્રતિવાદીની દલીલે ટકી શકતી ન હોવાથી અનિશ્ચયાત્મક વાકય મુકવાની જરૂર શી ? છાતી ઠોકી સત્યવાત શા માટે ન જણાવવી?” - - - - - - - - - - - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 570