Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ સૂત્ર-૧૭ થી ૧૯ તાણ્ કટ્ટા ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ દિવ્ય દેવ ગતિથી લાખ યોજન પ્રમાણ ગતિથી, નીચે ઉતરીને જતાં અસંખ્યાત તિર્થા દ્વીપસમુદ્રની મધ્યેથી નંદીશ્વર દ્વીપના અગ્નિકોણના રતિકર નામક પર્વતે આવ્યા. આવીને તે દિવ્ય દેવદ્ધિ યાવત્ દિવ્ય દેવાનુભાવ, ધીમે ધીમે પાછો સંહરતા, આને જ પર્યાયથી પ્રતિ સંક્ષિપ્ત કરતાં, જે પ્રદેશમાં જંબુદ્વીપ નામક દ્વીપમાં, જે પ્રદેશમાં ભારતક્ષેત્ર છે, તેના જે પ્રદેશમાં આમલકલ્પા નગરી છે, તે આમલકલ્પા નગરીની બહાર જે પ્રદેશમાં આમશાલવન ચૈત્ય છે, તે ચૈત્યમાં જે પ્રદેશમાં શ્રમણ ભગવન્ મહાવીર છે, ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવન્ મહાવીરને પૂર્વોક્ત સ્વરૂપ દિવ્ય યાનવિમાન સાથે ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને શ્રમણ ભગવન્ મહાવીરની અપેક્ષાએ ઈશાન દિશામાં જાય છે. જઈને તે દિવ્ય ચાન વિમાનને કંઈક - ચાર આંગળ અસંપ્રાપ્ત રહી ધરણીતો સ્થાપે છે. ૫૫ સ્થાપીને સપરિવાર ચાર અગ્રમહિષી અને ગંધર્વ તથા નાટ્ય સૈન્યાધિપતિ સહિત સંપવિરીને તે દિવ્ય ચાનવિમાનના પૂર્વના ત્રિસોપાનકથી ઉતરે છે, ઈત્યાદિ. પછી વંદન-નમન-સત્કાર-સન્માન-કલ્યાણાદિરૂપ ભગવંતને પર્યુપાસે છે. પછી સૂર્યાભ આદિ પર્યુપાસકપણે છે તેને, ભગવંત મહાવીરે આ પ્રમાણે કહ્યું – આ પુરાતન છે ઈત્યાદિ. અવગ્રહ પરિહારથી અતિ નિકટ નહીં અથવા નજીકના સ્થાને નહીં, ઔચિત્ય પરિહારથી અતિ દૂર સ્થાને નહીં, તે રીતે ભગવયનને સાંભળવા ઈચ્છતો, ભગવંત તરફ મુખ રાખીને અર્થાત્ ભગવન્ સન્મુખ, વિનય હેતુથી, પ્રધાન કપાળતલને સ્પર્શીને હસ્ત ન્યાસ વિશેષ જેણે કરેલ છે તે. - ૪ - • સૂત્ર-૨૦ થી ૨૩ : [૨૦] ત્યારે શ્રમણ ભગવન્ મહાવીરે સૂભિ દેવને અને તે મહા-વિશાળ પર્યાદાને ધર્મ કહ્યો યાવત્ પા પાછી ફરી. [૨] ત્યારે તે સૂચભદેવે શ્રમણ ભગવન મહાવીર પાસે ધર્મ સાંભળીસમજીને, હષ્ટ-તુષ્ટ યાવત્ હ્રદયી થઈ ઉત્થાન વડે ઉઠે છે, ઉઠીને શ્રમણ ભગવન્ મહાવીરને વાંદે છે - નમે છે, વાંદી-નમીને આમ કહ્યું – હે ભગવન્ ! હું સૂયભિદેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક? સમ્યક્ દૃષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, પસ્તિ સંસારી કે અનંત સંસારી ? સુલભબોધિ કે દુર્લભબોધિ ? આરાધક કે વિરાધક ?, ચરમ કે અચરમ ? શ્રમણ ભગવન મહાવીરે સૂભિ દેવને આમંત્રીને કહ્યું – હે સૂયભિ ! તું ભવચિદ્ધિક છે, ભવસિદ્ધિક નથી યાવત્ ચમિ છે - અચમિ નથી. [૨૨] ત્યારે સૂયભિદેવ, શ્રમણ ભગવન્ મહાવીરે આમ કહેતા હર્ષિત સંતુષ્ટ, આનંદિચિત, પરમસૌમનસ્ટિક થઈને શ્રમણ ભગવન્ મહાવીરને વાંદે છે - નમે છે, વાંદી-નમીને આમ કહ્યું – હે ભગવન્ ! આપ બધું જાણો છો, બધું જુઓ છો, સર્વ કાળને જાણો છો, સર્વ કાળને જુઓ છો, સર્વે ભાવને જાણો છો સર્વ ભાવને જુઓ છો. તેથી હે દેવાનુપિય ! પહેલા કે પછી, મારી આ - ૫૬ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સ્વરૂપની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાગ કઈ રીતે લબ્ધ-પ્રાપ્તઅભિસન્મુખ થયો, તેને જાણો છો. તો હે દેવાનુપિય ! હું આપની ભક્તિપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ, બીશ પ્રકારે નૃત્યવિધિને દેખાડવા ઈચ્છુ છું. – [૨૩] ત્યારે શ્રમણ ભગતન મહાવીર, સૂયભિદેવે આમ કહેતા, સૂયભિ દેવની આ વાતનો ન આદર કર્યો, ન જાણી, પણ મૌનપૂર્વક રહ્યા, ત્યારે તે સૂર્યાભદેવે શ્રમણ ભગવન્ મહાવીરને બીજી વખત પણ આમ કહ્યું – ભગવન્ ! આપ બધું જાણો છો યાવત્ નૃત્યવિધિ દેખાડવા ઈચ્છું છું. એમ કરી શ્રમણ ભગવત્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરી, ઈશાન દિશામાં ગયો, જઈને વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થયો. થઈને સંખ્યાત યોજન દંડ કાઢે છે, કાઢીને યથાબાદર પુદ્ગલ છોડીને, યથાસૂક્ષ્મને ગ્રહણ કરીને, બીજી વખત વૈક્રિય સમુદ્દાત કરીને યાવત્ બહુરામ રમણીય ભૂમિભાગને વિકુવે છે. તે ભૂમિભાગ આલિંગપુષ્કર ચાવત્ મણીના સ્પર્શ જેવો હતો. તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશભાગે પ્રેક્ષાઘર મંડપ વિકુર્તો છે. અનેક શત સ્તંભ સંનિર્વિષ્ટાદિ હતો. તે બહુરામ રમણીય ભૂમિભાગને વિક્ર્વીને ચંદરવો, અક્ષાટક, મણિપિઠિકાને વિપુર્વે છે. તે મણિપીઠિકાની ઉપર સીંહારાન, સપરિવારને યાવત્ મુકતાદામોથી શોભિત થઈ રહેલું હતું. ત્યારે તે સૂભિ દેવ શ્રમણ ભગવન મહાવીરને જોઈને પ્રણામ કરે છે, કરીને “ભગવન્ મને આજ્ઞા આપો.' એમ કહી શ્રેષ્ઠ સીંહાસને જઈને તિર્થંકરાભિમુખ સુખપૂર્વક બેઠો. ત્યારપછી તે સૂમિદેવે પ્રથમ વિવિધ મણિ-કનક-રનનો વિમલ-મહાનિપુણ શિલ્પીથી નિર્મિત, ચમકતા, રચિત, મહા આભરણ, કટક, ત્રુટિત, શ્રેષ્ઠ ઉજ્વલ આભૂષણ, પીવર પ્રલંબ દક્ષિણ ભુજાને પરસારે છે. ત્યારપછી સદેશ, સદેશ ત્વચા-સશ વય યુક્ત, સદેશ લાવણ્ય"રૂપન સૌવન-ગુણોથી યુક્ત, એક જેવા આભરણ-વા-નાટ્યોપકરણથી સુસજ્જિત, સ્કંધ અને બંને તરફ લટકતા પલ્લુવાળા ઉત્તરીય વસ્ત્રને ધારણ કરેલ, શરીર ઉપર વિવિધ રંગી કંચુક વસ્ત્ર પહેરેલ, હવાના ઝોકાથી વિનિર્ગત ફેણ જેવી પ્રતીત ઝાલયુક્ત વિચિત્ર, દેદીપ્યમાન લટકતા અધોવસ્ત્રોને ધારણ કરેલ, એકાવલિ આદિથી શોભતા કંઠ અને વક્ષસ્થળવાળા તથા નૃત્ય કરવા તત્પર એવા ૧૦૮ દેવકુમારોને ભુજામાંથી બહાર કાઢે છે. ત્યારપછી વિવિધમણી યાવત્ પીવર પ્રલંબ ડાબી ભૂજા પસારે છે. તેમાંથી સદેશ, સર્દેશ ત્વચા, સદેશ વય, સદેશ લાવણ્ય-રૂપ-વર્ણ-સૌવન ગુણોથી યુક્ત એક જેવા આભરણ, વસ્ત્ર, ગૃહિત નિયોગ, લલાટ ઉપર તિલક, મસ્તક ઉપર આમેલક, ગળામાં ત્રૈવેયક અને કંચુકી ધારણ કરેલ, વિવિધ મણિ-રત્નોના

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96