Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 68
________________ સૂત્ર-૪૮ ૧૨૧ • સૂત્ર-૪૮ : ગૌતમને આમંત્રીને શ્રમણ ભગવત્ મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું – હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં કૈકયાઈ નામે જનપદ ઋદ્ધ-સ્તિમિત-સમૃદ્ધ હતું. તે કૈંકયાઈ જનપદમાં સેયવિયા નામે ઋદ્ધ-તિમિત-સમૃદ્ધ યાવત્ પ્રતિરૂપ નગરી હતી. તે નગરીની બહાર ઈશાન દિશામાં એક મૃગવન નામે ઉધાન હતું. તે રમ્ય, નંદનવન સમાન, સર્વ ઋતુક ફળથી સમૃદ્ધ, શુભ-સુરભી-શીતલ છાયાથી સમનુ, પ્રાસાદિય યાવત્ પ્રતિરૂપ હતું. તે સેયવિયા નગરીમાં પ્રદેશી નામક રાજા હતો. તે મહા હિમવંત યાવત્ વિચરતો હતો. તે ધાર્મિક, અધર્મીષ્ઠ, અધખ્યાતિ, અધર્માનુગ, ધર્મપલોકી, અધર્મપજનક, અધર્મશીલ-સમુદાચાર, અધર્મથી જ વૃત્તિ કરનારો, “હણ-છિંદનિંદ" એવી આજ્ઞા કરતો, ચંડ-દ્ર-મુદ્ર-લોહિતપાણી-સાહસીક-ઉત્કચન પંચન માયા નિકૃતિ કૂડ કપટ સાતિ સંપયોગ-બહુલ, નિઃશીલ, નિર્વત, નિર્ગુણ, નિર્માંદ, નિષ્પ્રત્યાખ્યાનૌષધોપવાસ, ઘણાં જ દ્વિપદ-ચતુષ્પદ-મૃગ-પશુ-પક્ષીસરીસૃપોના ઘાત-વધ-ઉચ્છેદનમાં ધમકેતુ હતો. ઉભો થઇને ગુરુનો આદર ન કરતો, વિનય ન કરતો, જનપદનો પ્રજાજનોથી રાજ કર લઈને પણ તેનું સમ્યક્ પાલન ન કરનાર હતો. • વિવેચન-૪૮ : કેકયીનો અદ્ધ-અડધો દેશ જ આર્ય છે. તે પરિપૂર્ણ જનપદ છે. અહીં આર્ય અને અદ્ધ અનાર્ય છે. તેથી અર્દ્ર કેકચી કહ્યું. અર્વદુક - સર્વ ઋતુમાં થનાર પુષ્પ અને ફળથી સમૃદ્ધિવાળુ રમ્ય-રમણીય, નંદનવન સમ. - ૪ - પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદ પૂર્વવત્. મહયા હિમવંત આદિ રાજ વર્ણન પૂર્વવત્. અધાર્મિક-ધર્મથી ન વિચરનાર. અધર્મિષ્ઠ - અતિશય અધર્મવાળો. તેથી જ અધર્મ વડે ખ્યાતિવાળો. અધર્મની પાછળ જનાર, તે અધર્માનુગ. અધર્મ જ પરિભાવિત થવાના આચારવાળો તે અધર્મપ્રલોકી. અધર્મને પ્રકર્ષથી ઉત્પાદન કરનાર તે અધર્મપ્રજનન. “ધર્મનો અભાવ હોવાથી ધર્મથી કંઈ થતું નથી” તે અધર્મશીલ સમુદાચાર. અધર્મથી વૃત્તિ કરનાર. હણો, છંદો, ભેદો એમ પ્રવર્તન કરનાર. તેથી જ મારીને હાથને ન ધોવાથી લોહિતપાણિ. તેથી જ પાપકર્માકારિત્વથી પાપી. ચંડતીવ્ર કોષના આવેશથી. રૌદ્રનૃશંસકર્મકારીત્વથી. સાહસિક-પરલોક ભયના અભાવથી. હીનગુણના ઉર્ધ્વ-ગુણોત્કર્ષ પ્રતિપાદન તે ઉત્કંચન, વંચન-છેતરવું, માયા-પરવંચન બુદ્ધિ, નિકૃતિ-બક વૃત્તિથી ગલકર્તકની જેમ અવસ્થાન. કૂટ - અનેક મૃગાદિના ગ્રહણ માટે વિવિધ પ્રયોગ કરવા તે. કપટ - વસ્ત્ર અને ભાષાને વિપરીત કરવા. આ ઉત્કચન આદિ વડે અતિશય સહિત જે સંપ્રયોગ, તેની બહુલતા અથવા સાતિ સંપ્રયોગ નામક જે સાતિશયથી કસ્તૂરી આદિ દ્રવ્યમાં બીજું ભેળવવું. - ૪ - ૪ - તે સંપ્રયોગબહુલ. રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉત્કચન - ઉત્કોચા, નિવૃતિ - વંચન પ્રચ્છાદન કર્મ, સાતિ-વિદ્રંભ, આ સંપ્રયોગ બહુલ. બાકી પૂર્વવત્. નિઃશીલ-બ્રહ્મચર્ય પરિણામના અભાવથી. નિર્દત - હિંસાદિ વિરતિના અભાવથી નિર્ગુણ-ક્ષાંત્યાદિ ગુણના અભાવથી, નિર્માદિ-પરસ્ત્રી પરિહારાદિ મર્યાદાના વિલોપિત્વથી. નિષ્પવ્યાખ્યાન પોષધોપવાસ - પ્રત્યાખ્યાન પરિણામ પર્વ દિવસ ઉપવાસ પરિણામના અભાવથી. ઘણાં દ્વિપદ આદિના વિનાશ માટે, તાડન માટે, નિર્મૂલાભાવિ કરણને માટે અધર્મરૂપ ગ્રહ વિશેષ સમાન સમુત્થિત. ગુરુ-પિતા આદિને આવતા જોઈને ઉભો ન થાય, સામે ન જાય. વિનય ન કરે. ઈત્યાદિ - ૪ - ૧૨૨ બીજા આ રીતે વ્યાખ્યા કરે છે - • સૂત્ર-૪૯,૫૦ - [૪૯] તે પ્રદેશી રાજાને સૂકાંતા નામે રાણી હતી. તે સુકુમાલ હાથપગવાળી ઈત્યાદિ ધારિણીવત્ વર્ણન કરવું. તેણી પ્રદેશી રાજાની સાથે અનુક્ત, અવિરત, ઈષ્ટ શબ્દાદિથી વિચરતી હતી. [૫૦] તે પ્રદેશી રાજાનો જ્યેષ્ઠ પુત્ર અને સૂર્યકાંતા દેવીનો આત્મજ સૂર્યકાંત નામે પુત્ર હતો. તે સુકુમાલ હાથ-પગવાળો યાવત્ પ્રતિરૂપ હતો. તે સૂર્યકાંત કુમાર યુવરાજ થયો. તે પ્રદેશી રાજાના રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોશ, કોષ્ઠાગાર, આંતઃપુર, જનપદને સ્વયંજ દેખભાળ કરતો વિચરતો હતો. • વિવેચન-૪૯,૫૦ : સૂર્યકાંતા દેવીનું વર્ણન પૂર્વવત્. પ્રદેશી રાજા સાથે અનુક્ત, અવિક્સ્ડ-કંઈક વિપ્રિય કરવા છતાં વિરાગનો અભાવ. કુમાર વર્ણન - સુકુમાલ હાથ-પગ, અહીન પંચેન્દ્રિય શરીરી, લક્ષણ-વ્યંજન-ગુણોથી યુક્ત, માન-ઉત્થાન-પ્રમાણ પ્રતિપૂર્ણ, સુજાત સર્વાંગ સુંદરંગ, શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ. - ૪ - તે સૂર્યકાંત કુમાર યુવરાજ થયો. પ્રદેશી રાજાના રાજ્ય-રાષ્ટ્રાદિ સમુદાયાત્મક, રાષ્ટ્ર-જનપદ, બલસૈન્ય, વાહન, કોશ-ભાંડાગાર, કોષ્ઠાગાર-ધાન્ય ગૃહ, નગર અને અંતઃપુરને સ્વયં જ દેખરેખ કરતો હતો. • સૂત્ર-૫૧ : તે પ્રદેશી રાજાનો મોટો ભાઈ અને મિત્ર સમાન ચિત્ત' નામે સારથી હતો. તે આસ્ટ્સ યાવતુ ઘણાં લોકોથી અભૂિત, શામ-દંડ-ભેદ-ઉપપદાન, અર્થશાસ્ત્રઈહા મતિ વિશારદ, પાતિકી-વૈનયિકી કમજા-પારિણામિકી એ ચતુર્વિધ બુદ્ધિથી યુક્ત હતો. પ્રદેશી રાજાના ઘણાં કાર્યો, કારણો, કુટુંબ, મંત્ર, ગુહ્ય, રહસ્ય, વ્યવહાર, નિશ્ચયમાં પૂછવા યોગ્ય, મેઢી, પ્રમાણ, આધાર, આલંબન, ચક્ષુ, મેઢિભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત, સર્વે સ્થાન - સર્વ ભૂમિકામાં લબ્ધપત્યય, વિદિવિચાર, રાજ્યધુરાચિંતક હતો. • વિવેચન-૫૧ : આદ્ય - સમૃદ્ધ, દીપ્ત-કાંતિમાત્, વિત-ધનવાન્, વિપુલ ભવન શયન આસન યાન વાહનથી આકીર્ણ, ઘણાં દાસી-દાસ-ગાય-ભેંસ-ઘેટા આદિ ઘણાં ધન-ઘણાં


Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96