Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ ૧/-/૧૪ અસાતા વેદનીય, શુભાશુભ નામ, ઉરચનીય ગોત્ર કર્મ પુદ્ગલો ખેરવે છે. કેવલિ સમુદ્દાત સિવાયના બાકીના છ સમુદ્ઘાતો, પ્રત્યેક આંતર્મુહૂર્તિક છે. કેવલિ સમુદ્દાત આઠ સમયનો છે. આ કથન પ્રજ્ઞાપનામાં પણ છે. અનેક સમુદ્ઘાત સંભવમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિકોને તે પૂછે છે. આ પ્રશ્ન સુગમ છે. - - X - સંજ્ઞીદ્વાર - સૂક્ષ્મ પૃવીકાયિકો સંજ્ઞી છે કે અસંજ્ઞી ? ભૂત-વર્તમાન-ભાવી સ્વભાવ પર્યાલોચન જેમાં વિધમાન છે તે સંજ્ઞી-વિશિષ્ટ સ્મરણાદિ રૂપ મનોવિજ્ઞાનભાજ. યશોક્ત મનોવિજ્ઞાન વિકલ તે અસંજ્ઞી. કેમકે વિશિષ્ટ મનોલધિ અભાવ છે. વેદનાદ્વાર - જેમને સ્ત્રીનો વેદ છે, તે સ્ત્રી વેદક, એ રીતે પુરુષ વેદ, નપુંસક વેદ કહેવો. સ્ત્રીને પુરુષનો અભિલાષ તે સ્ત્રી વેદ, પુરુષને સ્ત્રીનો અભિલાષ તે પુરુષવેદ. બંનેનો અભિલાષ તે નપુંસક વેદ. સૂક્ષ્મ પૃવીકાયિકો સંમૂર્તિમ હોવાથી નપુંસકવેદક છે. ૧૭૩ પર્યાપ્તિદ્વાર - સુગમ છે, તેના પ્રતિપક્ષે અપર્યાપ્તિનું નિરૂપણ કરે છે. ચારે અપર્યાપ્તિઓ કરણ અપેક્ષાએ જાણવી. લબ્ધિ અપેક્ષાએ તો એક જ પ્રાણાપાન પર્યાપ્તિ છે. તેથી જ આગમમાં કહ્યું છે કે – આ લબ્ધિ અપર્યાપ્તક હોવા છતાં નિયમથી આહાર-શરીર-ઈન્દ્રિય પરિસમાપ્તિમાં જ મરે છે, પહેલા નહીં. • x - - દૃષ્ટિદ્વાર-તેમાં સમ્યમ્ - અવિપરીતા, દૃષ્ટિ-જિનપ્રણિત વસ્તુતત્ત્વ પ્રતિપત્તિ. મિથ્યા - વિપર્યસ્ત દૃષ્ટિ. એકાંત સમ્યક્ રૂપ-મિથ્યારૂપ પ્રતિપતિ રહિત તે સમ્યગ્મિથ્યા દૃષ્ટિ. હવે નિર્વચન સૂત્ર-સુગમ છે. વિશેષ આ − - ૪ - આસ્વાદન સમ્યક્ત્વ વાળાના તેમાં ઉત્પાદનો અભાવ છે. કેમકે તેઓ અતિ સંક્લિષ્ટ પરિણામી છે. સદા સંક્લિષ્ટ પરિણામત્વથી તેઓમાં સમ્યગ્ મિથ્યાર્દષ્ટિત્વ પરિણામ પણ હોતા નથી. સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ થઈ તેમની મધ્યે ન ઉપજે. દર્શનદ્વાર - દર્શન એટલે સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય અવબોધ. તે ચાર ભેદે – (૧) ચક્ષુર્દર્શન - ચક્ષુ વડે રૂપ સામાન્ય પરિચ્છેદ. (૨) અચક્ષુર્દર્શન - ચક્ષુ સિવાયની બાકીની ઈન્દ્રિયો વડે દર્શન. (૩) રૂપી સામાન્ય ગ્રહણ તે અવધિદર્શન. (૪) સકળ જગત્ ભાવિ વસ્તુ-સામાન્ય પરિચ્છિત રૂપ તે કેવલ દર્શન. સૂક્ષ્મ પૃથ્વીકાયિકને સ્પર્શન ઈન્દ્રિય અપેક્ષાએ અચક્ષુર્દશનિત્વ છે, બાકીના દર્શનનો નિષેધ છે. જ્ઞાનદ્વાર - મિથ્યાષ્ટિત્વથી અજ્ઞાનત્વ છે. તે પણ મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અપેક્ષાઓ છે. તે બંને અજ્ઞાન પણ શેષજીવ બાદર રાશિ અપેક્ષાએ અત્યંત અલ્પ જાણવું. - ૪ - ૪ - યોગદ્વાર ઉપયોગદ્વાર - ઉપયોગ બે ભેદે છે - સાકાર, અનાકાર. સાળા - કોઈપણ વસ્તુના પ્રતિનિયત ધર્મને ગ્રહણ કરવાના પરિણામ, તેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન જાણવા. યથોક્ત આકાર રહિત તે અનાકાર. તે ચક્ષુર્દર્શનાદિ દર્શન ચતુષ્ટ્યરૂપ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિકનો ઉપયોગ શું છે? ઉત્તર સુગમ છે. વિશેષ એ કે સાકારોપયોગોપયુક્તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન ઉપયોગ અપેક્ષાએ છે. અનાકારો ૧૭૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ પયોગયુક્ત અચક્ષુર્દર્શન ઉપયોગ અપેક્ષાએ છે. આહારદ્વાર - સૂક્ષ્મ પૃથ્વીકાયિકો શું આહાર કરે છે ? દ્રવ્યસ્વરૂપ પાલિોચનામાં અનંત પ્રાદેશિક દ્રવ્યો, કેમકે સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ રૂપ સ્કંધો જીવને ગ્રહણ પ્રાયોગ્ય ન થાય. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિક. સ્થિતિ - આહાર યોગ્ય સ્કંધ પરિણામત્વમાં વસ્યાન. - X - ભાવથી વર્ણગંધ-સ-સ્પર્શવાળી. પ્રતિ પરમાણુ એક-એક વર્ણ-ગંધ-રસ-બે સ્પર્શભાવથી. એ પ્રમાણે પ્રજ્ઞાપનાના અટ્ઠાવીસમાં આહારપદના પહેલા ઉદ્દેશા મુજબ કહેવું. તે આ રીતે – જો ભાવથી વર્ણવાળાને આહારે છે, તે શું એક વર્ણવાળાને આહારે છે ? યાવત્ પાંચ વર્ણવાળાને આહારે છે ? ગૌતમ ! સ્થાનમાર્ગણા આશ્રીને એક વર્ણવાળાને પણ આહારે છે યાવત્ પાંચ વર્ણવાળાને પણ આહારે છે. વિધાન માર્ગણાને આશ્રીને કાળા યાવત્ શુક્લવર્ણીને આહારે છે. [ઈત્યાદિ. અહીં વૃત્તિકાશ્રીએ પ્રજ્ઞાપનાના આ સૂત્રનો આખો પાઠ મૂકેલ છે. જે અમે અહીં અનુવાદરૂપે રજૂ કરતા નથી. તે પ્રજ્ઞાપનામાં પદ-આહાર, ઉદ્દેશો-૧, સૂત્ર-૫૫૧ થી ૫૫૫માં જુઓ યાવત્ નિર્વ્યાઘાતથી છ દિશામાંથી, વ્યાઘાત આશ્રીને કદાચ ત્રણ દિશા, કદાચ ચાર દિશા, કદાચ પાંચ દિશામાંથી આહારે છે. વ્યાખ્યા દાળમાં . જેમાં વિશેષથી રહેવાય તે સ્થાન-સામાન્ય એક વર્ણ, દ્વિવર્ણ, ત્રિવર્ણ ઈત્યાદિ રૂપ તેનું અન્વેષણ તેને આશ્રીને અર્થાત્ સામાન્ય ચિંતાને આશ્રીને. તેમાં અનંત પ્રદેશિક સ્કંધોનું એક વર્ણત્વ, દ્વિવર્ણત્વ ઈત્યાદિ વ્યવહારનય મત અપેક્ષાથી છે. નિશ્ચયનય મત અપેક્ષાથી અનંત પ્રાદેશિક સ્કંધ અલ્પ હોય તો પણ પંચવર્ણી જ જાણવો. વિધાનમાર્ગણાને આશ્રીને. ઈત્યાદિ. - x - તેની માર્ગણાને આશ્રીને કાળવર્ણી પણ આહારે છે, ઈત્યાદિ સુગમ. આ પણ વ્યવહારથી જાણવું. નિશ્ચયથી તે અવશ્ય પંચવર્ણી છે. જો વર્ણથી કાળાવર્ણના હોય, ઈત્યાદિ સુગમ છે. આ રીતે ગંધ-રસ-સ્પર્શ-વિષયક સૂત્રો પણ કહેવા. અનંતગુણ રૂક્ષ, ઉપલક્ષણથી એક ગુણ કાળા આદિ આહારે છે. તે સ્પષ્ટ - આત્મપ્રદેશ સ્પર્શ વિષયોને આહારે છે કે અસ્પૃષ્ટોને ? ભગવંતે કહ્યું સૃષ્ટોને. તેમાં આત્મપ્રદેશોથી સંસ્પર્શન આત્મપ્રદેશાવગાઢ ક્ષેત્રથી બહાર પણ સંભવે છે. તેથી પૂછે છે જે સૃષ્ટને આહારે છે, તે શું અવગાઢ - આત્મપદેશો સાથે એક ક્ષેત્ર અવસ્થાયી છે કે અનવગાઢ - આત્મપ્રદેશ અવગાહ ક્ષેત્રથી બહાર અવસ્થિત ? ગૌતમ ! તે અવગાઢને આહારે છે. જો અવગાઢને આહારે છે તો અનંતર અવગાઢ - જે આત્મપ્રદેશોમાં જે અવ્યવધાનથી અવગાઢ છે, તે આત્મ પ્રદેશો વડે તેને જ આહારે છે કે પરંપરાવગાઢ - એક, બે, ત્રણ આદિ આત્મપ્રદેશોથી વ્યવહાર કરે છે. ગૌતમ ! અનંતરાવગાઢને આહારે છે. જો અનંતરાવગાઢ આહારે છે, તો અણુ-સ્લોક, થોડાને કે બાદર-પ્રભૂત પ્રદેશોપચિતને? બંનેને આહારે છે. આ અણુત્વ-બાદત્વ તેઓને આહારયોગ્ય સ્કંધોના પ્રદેશના સ્ટોકત્વ બાહુલ્ય અપેક્ષાએ જાણવા. જો અણુનો આહાર કરે તો ઉર્ધ્વ-અધો કે તીછાંને આહારે ? અહીં ‘ઉર્ધ્વ-અધો-તીર્છા' જેટલા ક્ષેત્રમાં સૂક્ષ્મ

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96