Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ સૂત્ર-૬૦ થી ૭૪ સમર્થ છે ? - - હા, સમર્થ છે. ભદંત ! જો તે જ પુરુષ બાળ ચાવત્ મંદવિજ્ઞાનવાળો હોવા છતાં પાંચ બાણો એક સાથે ફેંકવામાં સમર્થ હોય તો હે ભદંત ! હું શ્રદ્ધાદિ કરી શકુ કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ તે બાલ, મંદવિજ્ઞાનવાળો પુરુષ પાંચ બાણ એક સાથે ફેંકવામાં સમર્થ નથી, તેથી હે ભદંત ! મારી ધારણા છે કે “જીવ અને શરીર એક જ છે” તે સુપ્રતિષ્ઠ છે. ત્યારે કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને કહ્યું કે જેમ કોઈ પુરુષ તણ યાવત્ શિલ્પઉપગત હોય, તે નવું ધનુષુ, નવી જીવા, નવું બાણ લઈ, એક સાથે પાંચ બાણો ફેંકવામાં સમર્થ છે ? - - હા, છે. પણ તે તરુણ યાવત્ નિપુણ શીલ્પ ઉપગત પુરુષ જી-શીર્ણ ધનુ, જીર્ણ જીવા અને જીર્ણ બાણથી એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ છે ? ના, તે અર્થ સંગત નથી. - - કયા કારણે ? ભત ! તે પુરુષ પાસે અપર્યાપ્ત ઉપકરણ છે. - ૧૪૩ આ પ્રમાણે હે પ્રદેશથી ! તે બાલ યાવત્ મંદવિજ્ઞાન પુરુષ અપતિ ઉપકરણથી પાંચ બાણ ફેંકવામાં સમર્થ નથી. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. [૬૯] ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદંત ! આ તમારી બુદ્ધિયુક્ત ઉપમા માત્ર છે, પણ આ કારણે તે યુક્તિયુક્ત નથી. હે ભદંત ! આ તમારી બુદ્ધિયુક્ત ઉપમા માત્ર છે, પણ આ કારણે તે યુક્તિયુક્ત નથી. હે ભદંત ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્ શિલ્પ કુશળ હોય, તે એક મોટા લોહભાક, યુભારક, શીશાભાકને વહન કરવા સમર્થ છે ? હા, છે. - હૈ ભદંત ! તે જ પુરુષ વૃદ્ધ હોય, જરા જર્જરીત દેહવાળો હોય, શિથિલ-કડચલી પડેલ અને અશકત હોય, હાથમાં લાકડી લઈ ચાલતો હોય, પ્રવિલ-પરિસડિત દંત શ્રેણી હોય, રોગી-પૃથ-તરસ્યો-દુર્બળ-લાંત હોય તો તે મોટા લોહભારકને યાવત્ વહન કરવા સમર્થ ન થાય. ભદંત ! જો તે જ પુરુષ જીર્ણ, જરા જર્જરિતદેહ યાવત્ પલિાંત હોવા છતાં મોટો લોહભારને યાવત્ વહન કરવા સમર્થ થાય તો હું શ્રદ્ધા આદિ કરું કે શરીર અને જીવ જુદા છે. પણ જો તે જીર્ણ યાવત્ ફ્લાંત પુરુષ મોટો લોહભારકને યાવત્ વહન કરવાને સમર્થ નથી તો મારી પા સુપ્રતિષ્ઠ છે કે જીવ એ જ શરીર છે. - ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને કહ્યું જેમ કોઈ પુરુષ તરુણ યાવત્ શિલ્પકુશલ હોય, નવી કાવડથી નવી રસ્સીથી બનેલ નવા સીક્કાથી અને નવી ટોકરીથી એક મોટા લોહભારકને યાવત્ વહન કરવામાં સમર્થ છે ? - - હા, છે. હે પ્રદેશી ! તે જ પુરુષ તરુણ યાવત્ શિલ્પકુશળ હોય, તે જીર્ણદુર્બળ-ધૂણો ખાધેલ કાવડથી, જીર્ણ-શી દુર્બળ-ધૂણો ખાધેલ શિથિલ સિક્કા કે ટોકરા વડે એક મોટા લોહભારક આદિને લઈ જવામાં સમર્થ છે? હે ભદંત ! આ અર્થ સંગત નથી. કેમ ? - - ભદંત ! તે પુરુષના ઉપકરણ જીર્ણ છે. - - આ પ્રમાણે. હે પ્રદેશી ! તે પુરુષ જીર્ણ યાવત્ કલાંત, ઉપકરણયુક્ત રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ હોવાથી એક મોટા લોહભારને યાવત્ વહન કરવાને સમર્થ નથી. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધાકર કે જીવ જુદો છે, અને શરીર જુદું છે. [૭૦] ત્યારે તે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું ભદંત ! તમારી આ બુદ્ધિયુક્ત ઉપમા માત્ર છે યાવત્ યુક્તિયુક્ત નથી. ભદંત ! યાવત્ ત્યારે મારો નગરક્ષક ચોરને લાવ્યો. ત્યારે મેં તે પુરુષનું જીવતા વજન કર્યુ, પછી શરીરછેદ કર્યા વિના જ તેને મારી નાંખ્યો, પછી ફરી વજન કર્યુ. તે પુરુષનું જીવતા કે મૃત્યુ પછીના વજનમાં કંઈ અંતર ન દેખાયુ. ન વજન વધ્યુ કે ઘટ્ટુ, ન ભારે થયો કે ન હલકો થયો. ભદંત ! જો તે પુરુષનું જીવતા કે મર્યા પછીનું વજન, કંઈક જુદું કે યાવત્ લઘુ થયું હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અને શરીર જુદા છે. પણ તેના - X - વજનમાં કોઈ ભેદ કે લઘુપણું ન જોયું, તેથી મારી પા સુપ્રતિષ્ઠિત છે કે “જીવ એ જ શરીર છે.' ૧૪૪ - - ત્યારે કેશી કુમારશ્રમણે પદેશી રાજાને કહ્યું – પ્રદેશી ! તેં કદી બસ્તીમાં હવા ભરી કે ભરાવી છે ? - - હા, - - હે પ્રદેશી ! તે બસ્તીને પૂર્ણ કે પૂર્ણનું વજન કરતા, કઈ જુદું કે લઘુ જણાયું ? - - ના, તે અર્થ સંગત નથી. એ પ્રમાણે હે પ્રદેશી ! જીવના ગુરુ-લઘુત્વને આશ્રીને જીવતા વજન કરો કે મૃત્યુ પછી કરો. તેમાં કોઈ ભેદ કે લઘુતા થતી નથી. તો પદેશી ! તું શ્રદ્ધા કર - જીવ અને શરીર જુદા છે. [૧] ત્યારે પ્રદેશીએ કેશી શ્રમણને કહ્યું – ભદંત ! આ બુદ્ધિયુક્ત તમારી પ્રજ્ઞા માત્ર છે, સ્વીકાર્ય નથી. હે ભદંત ! કોઈ દિવસે ચાવત્ ચોરને લાવ્યો. મેં તે પુરુષને ચોતરફથી સારી રીતે જોયો, પણ તેમાં મને ક્યાય જીવ દેખાયો નહીં, પછી મેં તે પુરુષના બે ટુકડા કર્યા, કરીને ચોતરફથી અવલોક્યો, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. એ રીતે ત્રણ-ચાર-સંખ્યાત ફાડીયા કર્યા, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. હે ભદંત ! જો મને તે પુરુષના બે-ત્રણચાર-કે સંખ્યાત ફાડીયા કરતા જીવ દેખાત, તો હું શ્રધ્ધા કરત કે જીવ અને શરીર જુદા છે. પણ - ૪ - ૪ - મને તેમાં જીવ ન દેખાયો, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે – જીવ એ જ શરીર છે. ત્યારે કેશી શ્રમણે, પદેશીને કહ્યું – હે પ્રદેશી તું મને તે તુચ્છ કઠિયારાથી પણ અધિક મૂઢ જણાય છે. ભદંત ! તે દીન કઠિયારો કોણ ? હે પ્રદેશી ! જેમ કોઈ વનમાં રહેનાર, વનોપજીવી, વન ગવેષણાથી આગ અને અંગીઠી લઈને લાકડીના વનમાં પ્રવેશ્યો ત્યારે તે પુરુષ તે અગ્રામિક યાવત્ કોઈ પ્રદેશ અનુપ્રાપ્ત થતાં એક પુરુષને કહ્યું – હે દેવાનુપ્રિય ! આપણે કાષ્ઠ અટવીમાં જઈએ છીએ. તું આ અંગીઠીથી આગ લઈને અમારે માટે ભોજન બનાવજે. જો અંગીઠીમાં આગ બુઝાઈ જાય, તો આ લાકડીથી આગ ઉત્પન્ન કરીને ભોજન બનાવી લેજે. એમ કહીને તેઓ કાષ્ઠ અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે પુરુષે મુહૂત્તરિ પછી વિચાર્યું કે ભોજન બનાવું. એમ વિચારી

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96