Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ સૂત્ર-૭૫ થી ૮૦ ઘણાં શ્રમણ-બ્રાહ્મણ-ભિક્ષુક-પથિક પથિતનો ભાગ કરતો ઘણાં શીલ, ગુણ, વ્રત, વેરમણ, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ કરતો યાવત્ વિચરીશ, એમ કહીને જ્યાંથી આવેલ ત્યાં પાછો ગયો. ૧૫૧ [૯] ત્યારે તે પ્રદેશી રાજા બીજા દિવસે યાવત્ સૂર્ય તેજથી જાજવલ્યમાન થતા સેવિયા આદિ ૭૦૦૦ ગામોના ચાર ભાગ કરે છે. એક ભાગ સૈન્ય અને વાહનને આપે છે. યાવત્ ફૂટાગારશાળા કરે છે. ત્યાં ઘણાં પુરુષો વડે યાવત્ તૈયાર કરાવે છે, ખવડાવતા અને ઘણાં શ્રમણને યાવત્ ભાગ કરતા વિચરે છે. [૮૦] ત્યારપછી તે પ્રદેશીરાજા શ્રાવક થઈ, જીવાજીવનો જ્ઞાતા થઈ વિચરે છે. જ્યારથી પ્રદેશી રાજા શ્રાવક થયો ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, કોશ, કોષ્ઠાગાર, પુર, અંતઃપુર અને જનપદનો અનાદર કરતો યાવત્ વિચરે છે. ત્યારે તે સૂર્યકાંતા રાણીને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – જ્યારથી દેશી રાજા શ્રાવક થયો છે, ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર યાવત્ અનાદર કરતો વિચરે છે. તો મારા માટે શ્રેયસ્કર છે કે પ્રદેશી રાજાને કોઈપણ શસ્ત્ર-અગ્નિ-મંત્રવિષ પ્રયોગથી મારી નાંખી સૂર્યકાંતકુમારને રાજ્યમાં સ્થાપી, સ્વયંજ રાજ્યશ્રીને ભોગવતી-પાલન કરતી વિચરું, એમ વિચાર કર્યો, વિચારીને સૂર્યકાંત કુમારને બોલાવ્યો. બોલાવીને કહ્યું રાજ્ય યાવત્ અંતઃપુર અને જનપદ તથા માનુષી કામભોગની ઉપેક્ષા કરતો વિચરે છે. તે હે પુત્ર ! શ્રેયસ્કર છે કે પ્રદેશી રાજાને કોઈ શસ્ત્રાદિપયોગ મારી નાંખીને સ્વયં રાજ્યથી કરતા-પાળતા વિચરીએ. જ્યારથી પ્રદેશી રાજા શ્રાવક થયો છે ત્યારથી - ત્યારે સૂર્યકાંતકુમારે સૂર્યકાંતાદેવીને આમ કહેતા સાંભળી, તેણીની આ વાતનો આદર ન કર્યો, જાણી નહીં, મૌન થઈને રહ્યો. ત્યારે તે સૂર્યકાંતા રાણીને આવા સ્વરૂપનો મનોગત સંકલ્પ થયો કે સૂર્યકાંત કુમાર પ્રદેશથી રાજાને આ રહસ્ય ભેદ ન કરી દે, એમ વિચારી પદેશી રાજાના છિદ્રો, માઁ, રહસ્યો, વિવરો અને આંતરોને શોધતી વિચરે છે. પછી સૂર્યકાંતા દેવી અન્ય કોઈ દિને પ્રદેશી રાજાના અંતરને જાણીને અશન યાવત્ ખાદિમ તથા સર્વ વસ્ત્ર, ગંધ, માળા, અલંકારને વિષપયોગથી યુક્ત કરે છે. પ્રદેશી રાજા નાન કરી યાવત્ પ્રાયશ્ચિત્ત કરી ઉત્તમ સુખારાને જઈને તે બેઠો. તેને વિષ સંયુક્ત ઘાતક અશન, વસ્ત્ર યાવત્ અલંકારોથી સજ્જિત કર્યો. ત્યારે તે પ્રદેશી રાજા તે વિષસંયુક્ત અશનાદિનો આહાર કરતા શરીરમાં ઉજ્વલ, વિપુલ, પ્રગાઢ, કર્કશ, ટુક, ચંડ, તીવ્ર, દુઃખદ, વિકટ, દુસ્સાહ વેદના ઉત્પન્ન થઈ, વિષમ પિત્તજવરથી પગિત શરીરમાં દાહ વ્યુત્ક્રાંત થઈ ગયો. • વિવેચન-૭૫ થી ૮૦ : બીજે દિવસે, રાત્રિ વીત્યા પછી પ્રભાત થતા, ઉત્પલ કમળ વિકસીત થતા, યથા પાંડુરપ્રભા થતા, લાલ અશોક - કિંશુક, શુક-મુખ, પલાશાદિ સર્દેશ, સહસ્રરશ્મિ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ દિનકર ઉત્થિત થતા, ઈત્યાદિ પાઠ કહેવો - ૪ - ૪ - દિનક-દિવસને કરવાના સ્વભાવવાળો, સૂર્ય રેજ્જિમાણ-હરિતપણાથી દેદીપ્યમાન. “પહેલા રમણીય થઈ પછી અરમણીય ન થઈશ” તેનો ભાવાર્થ આ છે – પહેલા બીજાનો દાતા થઈ. હાલ જૈનધર્મ સ્વીકારથી તેઓનો અદાતા ન થતો. અમને ૧૫૨ તેનાથી અંતરાય બંધાય અને જિનધર્મની અપભ્રાજના થાય... વેદના ઉજ્જ્વલદુઃખરૂપ, વિપુલ-વિસ્તીર્ણ, સર્વ શરીર વ્યાપી, પ્રગાઢ-પ્રકર્ષથી મર્મપ્રદેશ વ્યાપી, કર્કશ એવી - ૪ - કટુક-પ્રિત પ્રકોપ પકિલિત - x - પરુષ-મનને અતી રૂક્ષત્વજનક, નિષ્ઠુ-પ્રતિકાર કરવો અશક્ય, ચંડ-રુદ્ર, તીવ્ર-અતિશય, દુર્લધ્ય. - ૪ - • સૂત્ર-૮૧,૮૨ : [૮૧] ત્યારે તે પ્રદેશી રાજા, સૂર્યકાંતા રાણીને આ ઉત્પામાં જોડાયેલી જાણીને, સૂર્યકાંતા દેવી પ્રતિ મનથી પણ પદ્વેષ ન કરતો, પૌષધશાળામાં જાય છે. પૌષધશાળાને પ્રમાર્જે છે, પ્રમાર્જીને ઉચ્ચાર પ્રણવણભૂમિને પડિલેહે છે. પછી દર્ભનો સંથારો પાથરે છે પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. થઈને પૂર્વાભિમુખ પલ્ચકાસને બેઠો, બે હાથ જોડી, મસ્તકે આવકરી, મસ્તકે અંજલિ કરી બોલ્યો – અરહંત યાવત્ સંપતને નમસ્કાર થાઓ. નમસ્કાર હો મારા ધર્મોપદેશક, ધર્માચાર્ય કેશીકુમાર શ્રમણને. અહીં રહેલો એવો હું ત્યાં રહેલ ભગવંતને વંદુ છું. ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા એવા મને જુએ. એમ કહી વંદન-નમન કરે છે. પૂર્વે પણ મેં કેશીકુમાર પાસે સ્થૂળ પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરેલ છે. હાલ પણ તે જ ભગવંત પારો સર્વ પ્રાણાતિપાત સવત્ સર્વ પરિગ્રહનું પ્રયાણ કરું છું. સર્વ ક્રોધ યાવત્ મિથ્યાદર્શનશલ્યનું પ્રત્યાખ્યાન કરું છું. અકરણીય યોગને પચ્ચક્ખુ છું. સર્વે અશનાદિ ચતુર્વિધ આહારને જાવજીવને માટે પાખુ છું. જે આ મારું શરીર ઈષ્ટ યાવત્ સ્પર્શે પણ નહીં, તેને પણ છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવું છું. આ પ્રમાણે કરી આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાળમાસે કાળ કરી સૌધર્મકામાં સૂયભિવિમાનમાં ઉપપાતસભામાં યાવત્ ઉત્પન્ન થયો. ત્યારે તે સૂયભિદેવે તત્કાળ ઉત્પન્ન થઇ પંચવિધ પ્રાપ્તિભાવે પતિ પામે છે. તે આ આહાર, શરીર, ઈન્દ્રિય, આનપાણ, ભાષામન પર્યાપ્તિ. આ પ્રમાણે [હે ગૌતમ આ પ્રમાણે સૂયભિદેવે તે દિવ્ય દેવઋદ્ધિ, દેવધુતિ, દેવાનુભાવ લબ્ધપ્રાપ્ત અને અભિસન્મુખ કરેલ છે. - [૮] ભગવન્ ! સૂયભિદેવની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! ચાર પલ્યોપમ. તે સૂભદેવ, તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતાં અનંતર ચ્યવીને ક્યાં જશે, કયાં ઉપજશે ? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જે આસ્ટ્સ, દીપ્ત, વિપુલ, વિસ્તીર્ણ વિપુલ ભવન શયન આરન માનવાહન યુક્ત, ઘણાં ધન જાત્યરૂપ રજતાદિ અને આયોગ-સંપ્રયોગ યુક્ત, વિચ્છતિ પ્રચુર

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96