Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 75
________________ સૂત્ર-૫૬ થી ૬૧ - ૪ - પત્તુકમાળે િભુનુંગમસ્થ - ફ્રૂટ થવા ડે અતિ જોરથી આસ્ફાલન કરીને મર્દલના મુખ પટ વડે બત્રીશ પાત્ર નિબદ્ધ નાટકો વડે, શ્રેષ્ઠ તરુણયુક્તથી નૃત્ય કરાતા, તેના અભિનય પૂર્વક નર્તનથી તેના ગુણોને ગાતા. કાંક્ષા-પ્રાર્થના-સ્પૃહા-અભિલાષા. ૧૩૫ ન ચાર કારણે - આરામ આદિમાં સ્થિત શ્રમણાદિની સામે ન જવું ઈત્યાદિ પહેલું કારણ, ઉપાશ્રયસ્થિત સામે ન જવું તે બીજું, પ્રાતિહારિક પીઠ ફલકાદિ વડે આમંત્રણ ન આપવું તે ત્રીજું, ગૌચરી ગયેલને અશનાદિ વડે પ્રતિલાભવા નહીં, તે ચોથું. આ ચાર કારણે કેવલિ પ્રાપ્ત ધર્મ સાંભલી શકે છે ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. જેમાં શ્રમણ-સાધુ, માહન-પરમ ગીતાર્થ શ્રાવક આવે ત્યારે પણ હાથ-વસ્ત્રનો છેડો-છત્ર વડે પોતાને ઢાંકીને ન રહે તે પ્રથમ. એ રીતે બીજા કારણો પણ કહેવા. તારો પ્રદેશી રાજા ઈત્યાદિ બધું કહેવું. આગમ - પહેલો આલાવો તે આ – તારો પ્રદેશી રાજા, હે ચિત્ર ! આરામસ્થિત શ્રમણને વંદતો નથી જ્યાંથી શ્રમણ આવતા હોય ત્યારે પણ હાથ આદિથી પોતાને ઢાંકે છે આદિ, • સૂત્ર-૬૨ થી ૬૪ : [૬] ત્યારે તે ચિત્તસારથી બીજા દિવસે રાત્રિ પ્રભાતરૂપ થઈ, કોમળ ઉત્પલ કમલ વિકસિત થયા, પ્રભાત સોનેરી થયું ત્યારે નિયમ અને આવશ્યક કાર્યોથી નિવૃત્ત થઈ, જાજવલ્યમાન તેજ સહિત સહસરશ્મિ સૂર્ય નીકળ્યા પછી પોતાના ઘેરથી ચિત્તસારથી નીકળ્યો. જ્યાં પ્રદેશી રાજાનું ઘર અને પ્રદેશી રાજા છે ત્યાં આવ્યો. આવીને પ્રદેશી રાજાને બે હાથ જોડી સાવત્ અંજલિ કરી, જયવિજયથી વધાવીને કહ્યું હે દેવાનુપ્રિય ! નિશ્ચે કંબોજ દેશવાસીઓએ ચાર અશ્વો લાવીને ભેટ આપેલા. તે મેં આપ દેવાનુપ્રિયને ત્યાં કોઈ દિને પ્રશિક્ષિત કરી દીધા છે. તેથી હે સ્વામી ! આજે આપણે તે ઘોડાનું નિરીક્ષણ કરીએ. ત્યારે પ્રદેશી રાજાએ કહ્યું – હે ચિત્ત! તું જા અને તે ચાર ઘોડાને જોડીને અશ્વરથને અહીં લાવ યાવત્ મારી આજ્ઞા પાછી સોંપ. ત્યારે તે ચિત્ત સારથી, પ્રદેશી રાજાએ આમ કહેતા હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ, તે અશ્વોને ઉપસ્થિત કરીને આ આજ્ઞા પાછી સોંપી. - ત્યારે તે પ્રદેશી રાજા, ચિત્તસારથીની પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, હષ્ટ-તુષ્ટ થઈ યાવત્ અલ્પ-મહાઈ આભરણથી શરીર અલંકારી પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને ચાતુર્ઘટ અશ્વરથ પાસે આવ્યો, તે રથમાં બેઠો. સેચવિયા નગરીની વચોવચ થઈને નીકળે છે ત્યારે તે ચિત્તારથી, તે રથને અનેક યોજનો સુધી દોડાવ્યો. ત્યારપછી તે પ્રદેશી રાજા ગરમી, તરસ અને રથ ચાલતા લાગતી હવાથી પરેશાન-ખિન્ન થતાં, ચિત્તસારથીને કહ્યું – હે ચિત્ત ! મારું શરીર ખેદ-ખિન્ન થયું છે, રથને પાછો વાળ. ત્યારે ચિત્તસારથીએ થને પાછો વાળ્યો. મૃગવન ઉધાન હતું ત્યાં આવીને પ્રદેશી રાજાને કહ્યું - હે સ્વામી ! આ મૃગવન ઉધાનમાં ૧૩૬ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરી લઈએ. ત્યારે પ્રદેશી રાજાએ ચિત્તને કહ્યું – ભલે તેમ કરીએ. ત્યારપછી તે ચિત્તસારથી મૃગવન ઉધાનમાં જ્યાં કૈશીકુમાર શ્રમણ હતા, તેની બહુ દૂર કે નીકટ નહીં, તે સ્થાને ગયા. જઈને ઘોડા રોયા, રથ ઉભો રાખ્યો, થથી નીચે ઉતર્યા, ઉતરીને ઘોડાને છોડ્યા. છોડીને પ્રદેશી રાજાને કહ્યું – હે સ્વામી ! આપણે અહીં ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરીએ. ત્યારે તે પ્રદેશી રાજા રથથી નીચે ઉતર્યો. ચિત્ત સારથી સાથે ઘોડાનો શ્રમણ અને પોતાનો થાક દૂર કરતા, તે તરફ જોયું, જ્યાં કૈશીકુમાર શ્રમણ અતિવિશાળ પર્યાદા મધ્યે મોટા-મોટા શબ્દોથી ધર્મોપદેશ કરી રહ્યા હતા. તે જોઈને રાજાને આ આવા પ્રકારનો યાવત્ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. નિશ્ચે જડ જ જડની ઉપાસના કરે છે. મુંડ-મુંડની, મૂઢ-મૂઢની, પંડિતોઅપંડિતોની અને અજ્ઞાની જ અજ્ઞાનીની ઉપાસના કરે છે. પણ આ પુરુષ કોણ છે ? જે જડ, મુંડ, મૂઢ, અપંડિત અને અજ્ઞાની હોવા છતાં શ્રી-ઠ્ઠી થી સંપન્ન છે, શારીરિક કાંતિવાળો છે. આ પુરુષ શેનો આહાર કરે છે? કઈ રીતે પરિણમાવે છે ? શું ખાય છે ? શું પીએ છે ? શું આપે છે? શું ભાગ પાડે છે ? જેથી આવી મોટી મનુષ્ય પર્યાદા મધ્યે મોટા-મોટા શબ્દોથી બરાડે છે? આમ વિચારીને ચિત્ત સારથીને કહ્યું – હે ચિત્ત ! નિશ્ચે જ્ડ જ જડને ઉપારો છે યાવત્ બરાડે છે ? જેથી આપણી જ ઉધાન ભૂમિમાં આપણે ઈચ્છાનુસાર ફરી શકતા નથી. ત્યારે ચિત્ત સારથીઓ પ્રદેશી રાજાને કહ્યું – હે સ્વામી ! આ પાપિત્ય કેશી નામે કુમાશ્રમણ છે. તે જાતિસંપન્ન સાવત્ ચાર જ્ઞાનયુક્ત છે. આધોવધિ જ્ઞાનથી સંપન્ન અને અજીવી છે. ત્યારે પ્રદેશીએ ચિત્તને પૂછ્યું – શું આ પુરુષ આધોવધિજ્ઞાની અને અજીવી છે તેમ તું કહે છે ? હા, સ્વામી ! હું તેમ કહું છું, હૈ ચિત્ત ! તે પાસે જવા યોગ્ય છે? હા, સ્વામી ! છે. તો હે ચિત્ત ! આપણે તેની પાસે જઈશું ? હા, સ્વામી ! જઈએ. [૬૩] ત્યારપછી તે પ્રદેશી રાજા, ચિત્તસારથી સાથે જ્યાં કેશીકુમાર શ્રમણ છે, ત્યાં ગયો. જઈને કૈશીકુમાર શ્રમણથી કંઈક દૂર યોગ્ય સ્થાને રહીને આમ પૂછ્યું ? ભદંત ! તમે આધોવધિક અને અન્નજીવિક છો ? ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું - - હે પ્રદેશી ! જેમ કોઈ કવક્િ, શંખવણિક્, દંતવણિક્ રાજકર ન દેવા માટે સીધો માર્ગ પૂછતો નથી. તેમ હે પ્રદેશી ! તને મને જોઈને આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે નિશ્ચે જ્ડ જ જડની ઉપાસના કરે છે, યાવત્ સ્વેચ્છાપૂર્વક ભમી શકતા નથી. હે પદેથી ! શું આ વાત બરાબર છે ? - - હા, બરાબર છે. [૬૪] ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદંત ! તમને એવું કયું જ્ઞાન કે દર્શન છે. જેથી તમે મારા આવા સ્વરૂપના મનોગત યાવત્

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96