Book Title: Agam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ સૂત્ર-૩૧,૩૨ હંસાસન સંસ્થિત યાવત્ દિૌવસ્તિકાસન સંસ્થિત. અહીં ચાવત્ શબ્દથી હંસાસન, ગરુડાસન, ઉન્નતાસન, પ્રનતાસન, દીર્ધાસન, ભદ્રાસન, આદર્શાસન, વૃષભાસન, સિંહાસન, પદ્માસન, આ સર્વે સંસ્થિત છે. બીજા પણ ઘણાં શિલાપટ્ટક, જે વિશિષ્ટ ચિહ્નો, વિશિષ્ટ નામો, પ્રધાન શયન-આસનવત્ સંસ્થિત હતા. ક્યાંક માંમનમુટ્ટ આદિ પાઠ છે. ત્યાં ઘણાં શિલાપટ્ટક માંસલ-અકઠિન, સુદૃષ્ટ - અતિ મતૃણ. વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત. આ પર્વતો બધાં રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે આદિ પૂર્વવત્ તે ઉત્પાદ પર્વત આદિમાં રહેલ હંસાસન આદિમાં ચાવત્ વિવિધ રૂપ સંસ્થાન સંસ્થિત પૃથ્વીશિલાપટ્ટકમાં પૂર્વવત્ ઘણાં સૂર્યભ વિમાનવાસી દેવો-દેવીઓ સુખ પડે તેમ રાતા, કાયાને લાંબી કરીને રહેતા પણ નિદ્રા કરતા ન હતા. તેમને દેવયોનિકન્વી નિદ્રાનો અભાવ હોય છે. ઉર્ધ્વસ્થાને રહે છે. બેસે છે, ત્વય્ વર્તન કરે છે. ડાબું પડખું ફેરવી જમણે પડખે અને જમણું પડખું ફેરવી ડાબે પડખે થાય છે. રમણ કરે છે, મનને ઈચ્છિત જેમ થાય તેમ વર્તે છે. યથાસુખ અહીં-તહીં ગમનવિનોદ અને ગીતનૃત્યાદિ વિનોદથી રહે છે. મૈથુન સેવે છે. એ રીતે પૂર્વભવમાં કરેલ કર્મો જે સુચરિત છે. - ૪ - વિશિષ્ટ તથાવિધ ધર્માનુષ્ઠાન વિષયક અપ્રમાદકરણ ક્ષાંત્યાદિ સુચરિત જનિત, સુપરાક્રાંત અર્થાત્ સર્વ સત્ત્વ, મૈત્રી, સત્યભાષણ, પરદ્રવ્ય ન હરવું, સુશીલાદિરૂપ સુપરાક્રમ જનિત. તેથી જ શુભફળદાયી. અહીં કંઈક અશુભ ફળ પણ ઈન્દ્રિય જાતિ વિપર્યાસથી શુભ ફળ લાગે છે. તેથી તાત્ત્વિક શુભત્વ પ્રતિપત્તિ અર્થે આનો જ પર્યાય કહે છે - કલ્યાણ અર્થાત્ તથાવિધ વિશિષ્ટ ફળદાયી, અથવા અનર્થોપશમકારી ફળ વિપાકને અનુભવતા રહે છે. . સૂગ-૩૩ : ૮૯ તે વનખંડના બહુમધ્યદેશ ભાગે પ્રત્યેકમાં પાસાદાવર્તક કહ્યા છે. તે પ્રાસાદાવતંસકો ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૨૫૦ યોજન વિલ્કેભથી, અભ્યુદ્ગત ઉચ્ચ પ્રહસિત એવા પૂર્વવત્ બહુ સમ રમણીય ભૂમિભાગ, ઉલ્લોક, સપરિવાર સીંહાસન આદિ વર્ણન પૂર્વવત્ ત્યાં ચાર મહર્ષિક દેવો યાવત્ પલ્યોપમ સ્થિતિક રહે છે. તે આ પ્રમાણે - અશોક, સપ્તપર્ણ, ચંપક, ચૂત. સૂર્યાભદેવ વિમાનની મધ્યે બહુસમ રમણીય ભૂમિભાગ કહ્યો છે. તે આ - વનસંડ સિવાય યાવત્ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ બેસે છે યાવત્ વિચરે છે. તે બહુસમ રમણીય ભૂમિ ભાગના બહુ મધ્યદેશમાં એક મોટું ઉવકિાલયન કહ્યું છે. તે એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૨૮ ધનુષુ ૧૩ ગુલથી કંઈક વિશેષ ન્યૂન પરિધિ છે. એક યોજન જાડાઈ છે, સર્વ જાંબૂનદમય, સ્વચ્છ યાવત્ પતિરૂપ છે. • વિવેચન-૩૩ : તે વનખંડોના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રાસાદાવતંસક છે. અવહંસક વત્ શેખરક સમાન પ્રાસાદોના અવતંસક સમાન પ્રાસાદ વિશેષ. તે પ્રાસાદાવતંસક ૫૦૦ યોજન ઉંચા, ૨૫૦ યોજન વિખંભથી છે. અભ્યુદ્ગતાદિ વિશેષણ પૂર્વવત્. ભૂમિ રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઉલ્લોક વર્ણન પૂર્વવત્. તે વનખંડોમાં પ્રત્યેક-એકૈક દિભાગથી ચાર દેવો-મહર્ષિક, મહાધુતિક, મહાબલી, મહાસુખી, મહાનુભાવવાળા તથા પલ્યોપમ સ્થિતિક રહે છે. અશોકવનમાં અશોક, સપ્તપર્ણવનમાં સપ્તપર્ણ, ચંપકવનમાં ચંપક, ચૂતવનમાં ચૂત. તે અશોકાદિ દેવો સ્વકીય વનખંડના પોતાના પ્રાસાદાવતંસકના, પોત-પોતાના સામાનિક દેવોના, પોત-પોતાની સપરિવાર અગ્રમહિષીના, પોત-પોતાની પરિષદના, પોત-પોતાના સૈનિકો, સૈન્યાધિપતિઓનું આધિપત્યાદિ કરતો. સૂર્યભ વિમાનના મધ્ય ભાગમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. તેનું વર્ણન ચાનવિમાનવત્ જાણવું. ત્યાં એક મોટું ઉપકારિકાલયન કહ્યું છે. - ૪ - ૪ - X - તે એક લાખ યોજન આયામ અને વિખુંભથી છે. ૩,૧૬,૨૨૭ યોજનાદિ સૂત્રવત્ કહેવું. EO • સૂત્ર-૩૪ : તે ઉપરિકાલયન બધી દિશા-વિદિશાઓમાં ચોતરફથી એક પાવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. તે પાવર વેદિકા અર્થ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુષુ વિકેંભથી, ૫૦૦ ધનુષ પહોળી અને ઉપકિાલયન જેટલી તેની પરિધિ છે. તે પાવર વેદિકાનું વર્ણન – વજ્રમય નેમ, ષ્ટિરત્ન મય પ્રતિષ્ઠાન, ધૈર્યમય સ્તંભ, સોના-રૂપામય ફલક, લોહિતાક્ષમય શૂચિઓ, વિવિધ મણિમય કડેવર, વિવિધમણિમય કડેવર સંઘાટક, વિવિધ મણિમય રૂપ અને રૂપ સંઘાટક, અંકમય પક્ષ બાહા, જ્યોતિ સમય વંશ, વંશકરેલુક, રજતમય પટ્ટિકા, જાતરૂણ્યમય અવાટની, વજ્રમી ઉપરી પીછની, સર્વરનમય આચ્છાદન છે. તે પાવરવેદિકા ચારે દિશા-વિદિશામાં એક એક હેમાલ, ગવાક્ષાત, ઘંટિકાજાલ, ઘંટાજાલ, મુક્તાજાલ, મણિજાલ, કનકજાલ, રત્નજાલ, પાજાલ વડે સંપવૃિત્ત છે. તે માળાઓ સુવર્ણ લંબૂસકથી યાવત્ રહેલી છે. તે પાવરવેદિકાના તે-તે દેશમાં, ત્યાં-ત્યાં ઘણાં અશ્વસંઘાટક યાવત્ વૃષભ સંઘાટક, સર્વે રત્નમય, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે, પ્રાસાદીયાદિ છે યાવત્ વીથિઓ, પંક્તિઓ, મિથુનો, લતાઓ છે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે – પાવર વેદિકા, પાવર વેદિકા છે? ગૌતમ ! પાવરવેદિકાના તે-તે દેશમાં ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાબાહામાં, વેદિકાફલકોમાં, વેદિકા મુંડતરમાં, સ્તંભ-સ્તંભબાહાસ્તંભશી-સ્તંભયુટંતરમાં, શુચિ-શુચિ મુખો-શુચિફલક-શુચિપુટંતરમાં, પક્ષપક્ષબાહા - પક્ષ પેરંત-પક્ષપુટંતરમાં ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદ, નલીન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્રપત્રો છે. તે બધાં, હે આયુષ્યમાન્ શ્રમણો ! સર્વ રત્નમય, નિર્મળ, પ્રતિરૂપ, મહા વરસાદથી બચવામાં છત્ર સમાન છે. તેથી આ કારણે હે ગૌતમ ! પાવર વેદિકા, પાવરવેદિકા કહેવાય છે. ભગવન્ ! પાવર વેદિકા શું શાશ્વત છે? ગૌતમ ! તે કથંચિત્ શાશ્વત

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96