Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ મધ્યયન - 7 (અધ્યયન--વેદન) T1 શિષ્ય કહે છે) હે ક્ષમા (આદિ દશવિધ ધર્મથી યુક્ત) શ્રમણ (હ ગુરુદેવ !) આપને હું ઈન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત નિર્વિકારી અને નિષ્પાપ પ્રાણાતિપાત આદિ પાપકારી પ્રવૃત્તિ રહિત કાયા વડે વંદન કરવાને ઈચ્છે છું. મને આપની મર્યાદિત ભૂમિમાં (અર્થાત્ સાડા ત્રણ. હાથ અવગ્રહ રૂપ મર્યાદાની અંદર) નજીક આવવાની પ્રવેશ કરવાની અનુજ્ઞા આપો. નિસીહી (એટલે સર્વ અશુભ વ્યાપારોના ત્યાગપૂર્વક) (એ શબ્દ બોલી. અવગ્રહમાં પ્રવેશ કરીને પછી શિષ્ય બોલે) અધોકાય એટલે કે આપણા ચરણને હું મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. અલ્પગ્લાનીવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતિત થયો છે ? આપને સંયમ યાત્રા વર્તે છે. આપને ઇન્દ્રિયો અને કષાયો ઉપઘાત રહિત વર્તે છે ? હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા અપરાધોને હું ખમાઉં છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. (એમ બોલી શિષ્ય અવગ્રહની બહાર નીકળે છે.) - દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય તેનાથી હું પાછો ફરું છું. વળી મિથ્યાભાવને લીધે થયેલી આશાતના વડે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલી આસાતના વડે, ક્રોધ, માન, માયા, લોભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે, સર્વકાળ સંબંધી-સર્વ પ્રકારના મિથ્યા ઉપચારો દ્વારા તે સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણની લીધે થયેલી આશાતના વડે જે કોઈ અતિચાર થયો હોય તેનાથી એ ક્ષમાશ્રમણ હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારનો ગહ છું. અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મ પર્યાયોનો ત્યાગ કરું છું. ત્રીજા અધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૪-પ્રતિકમણ) [10-1] (નમસ્કાર મંત્રની) વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ 1 મુજબ જાણવી. [11] કરેમિ ભંતે વ્યાખ્યા -પૂર્વ સૂત્ર 2 મુજબ જાણવી. [૧ર મંગલ-એટલે સંસારથી મને પાર ઉતારે તે અથવા જેનાથી હિતની પ્રાપ્તી થાય તે અથવા જે ધર્મને આપે તે (આવા “મંગલ' - ચાર છે.) અરહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ ચાર મંગલ છે. (અહીં અને હવે પછી સૂત્ર : 13, 14 માં “સાધુ’ શબ્દના અર્થમાં આચાર્ય. ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, આદિ સર્વને સમજી લેવા. તેમજ કેવલી પ્રરૂપિત ધર્મથી મૃત ધર્મ અને ચારિત્ર ધર્મ બંનેનો સમાવેશ જાણવો. [13] ક્ષાયોપથમિક આદિ ભાવરૂપ ભાવલોકમાં ચારને ઉત્તમ કહ્યા છે. અતિ, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ અહિતોને સર્વ શુભ પ્રવૃતિઓનો ઉદય છે. અર્થાત્ તેઓ શુભ ઔદયિક ભાવમાં વર્તે છે. આમ તે ભાવલોકમાં ઉત્તમ છે. સિદ્ધો ચૌદ રાજલોકને અંતે મસ્તકે બિરાજતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25